બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Sachin congratulated Virat Kohli for a huge century

સિદ્ધી / સચિને કોહલીને આપ્યા અભિનંદન: કહ્યું મારો રેકોર્ડ પણ તોડો અને.., વિરાટે પણ શતક બાદ જણાવી રમતની રણનીતિ

Mahadev Dave

Last Updated: 07:31 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના મેચમાં કિંગ કોહલીએ 49 મી સદી ફટકારી સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી છે. ત્યારે જુઓ વિરાટ કોહલીને અભિનંદન પાઠવતા સચિને શુ કહ્યું !

  • જોરદાર શતક બદલ સચિને વિરાટ કોહલીને અભિનંદન પાઠવ્યા
  • જલ્દી જ મારો રેકોર્ડ તોડે તેવો આશાવાદ: સચિન
  • કિંગ કોહલીએ 49 મી સદી ફટકારી સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી

વર્લ્ડ કપમાં આજે દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે જોરદાર જંગ ખેલાઈ રહ્યો છે. પોઇન્ટ ટેબલ પર ટોપનું સ્થાન ધરાવતી બંને ટીમ વચ્ચે આજે કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે જબરદસ્ત મુકાબલાને લઈ ચાહકોમાં અનેરો ઉત્સાહ છે ત્યારે આજે ભારતે સાઉથ આફ્રિકાને 326 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં ધુઆધાર બેસ્ટમેન કિંગ કોહલીએ 49 મી સદી ફટકારી સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ત્યારે આ અંગે ક્રિકેટના ભગવાન સચિને વિરાટ કોહલીને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને કિંગ કોહલી જલ્દી જ મારો રેકોર્ડ તોડે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

વિરાટ કોહલીએ 277 ODI ઇનિંગ્સમાં 49 સદી ફટકારી

સચિન તેંડુલકરે વિરાટ કોહલીને અભિનંદન પાઠવતી એક પોસ્ટ શેર કરી હતી. તેણે ટ્વીટર X પર પોસ્ટ કરી જણાવ્યું કે, 'વિરાટ શાનદાર રીતે રમ્યો. હું આશા રાખું છું કે તે આગામી દિવસોમાં મારો રેકોર્ડ તોડીને 49 થી 50 સદી સુધી પહોંચી જશે. નોંધનિય છે કે સચિને 452 વનડે ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે વિરાટ કોહલીએ 277 ODI ઇનિંગ્સમાં 49 સદી ફટકારી જય જય કાર સર્જી દિધો છે.

બોલે પકડ અને ટર્ન લેવાનું શરૂ કર્યું
બીજી તરફ સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે આ એક એવી વિકેટ હતી જ્યા રહીને બેટિંગ કરવી ખૂબ મુશ્કેલ હતી. રોહિત અને ગીલની શાનદાર શરૂઆત મળી હતી પરંતુ મારે પણ આ શરૂઆત યથાવત રાખવી હતી. કોહલીએ કહ્યું કે 10મી ઓવર પછી, બોલે પકડ અને ટર્ન લેવાનું શરૂ કર્યું હતુ. જે ધીમો થતા વિકેટ ટકાવવી તે મારી જવાબદારી બની ગઈ હતી. ટીમ મેનેજમેન્ટ તરફથી આ આદેશ હતો. શ્રેયસે પણ સારું પ્રદર્શન કરતા એક મોટા રનના ટાર્ગેટ સુધી અમે પહોંચી શક્યા ! અમે ત્રીજા અને ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરતા હોવાથી તેમની આગળ લઈ જવી તે અમારી મહત્વની જવાબદારી બની રહે છે.

હું ભગવાનનો આભારી છું : વિરાટ કોહલી

હાર્દિકની ગેરહાજરી અંગે બોલતા વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે અમારી ટીમમાં હાર્દિક નથી તે માટે અમે અગાઉથી જ જાણતા હતા કે એક અથવા બે વિકેટ મોંઘી પડી શકે છે. કોહલીએ કહ્યું કે ટીમ ઇન્ડિયામાં રમવાનો અવસર આપવા માટે અને તેમની સફળતામાં યોગદાન બદલ હું ભગવાનનો આભારી છું. આ શાનદાર મેદાન પર ભારે ભીડ વચ્ચે જન્મદિવસ પર સતક ફટકારવાનો આનંદ અવર્ણીત છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

CENTURY Sachin congratulated Virat Virat Kohli World Cup 2023 sachin કિંગ કોહલી વર્લ્ડ કપ 2023 સચિન તેંડુલકર World Cup 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ