બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sabarkantha police solved 21 cases of bike theft

ક્રાઈમ / સાબરકાંઠા પોલીસે ચોરનો ખેલ પાડ્યો, 2ને ઝડપીને ઉકેલી નાખ્યો 21 બાઈક ચોરીનો ભેદ

Dinesh

Last Updated: 11:39 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠા જિલ્લા પોલીસે વિવિધ જગ્યાએ સર્વિલન્સ ટેકનીક તેમજ ખાનગી બાતમીદારોના આધારે 21 જેટલી બાઈક ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓ સહિત 4 લાખ 80 હજારનો મુદ્દા જપ્ત કર્યો

  • સાબરકાંઠા જિલ્લા પોલીસને મળી મોટી સફળતા
  • બાતમીદારોના આધારે 21 જેટલા બાઈક ચોરીના ભેદ ઉકેલાયો
  • બે આરોપીઓ સહિત 4 લાખ 80 હજારનો મુદ્દા જપ્ત કર્યો 


સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરીનું પ્રમાણ વધવાના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વિવિધ જગ્યાએ સર્વિલન્સ ટેકનીક તેમજ ખાનગી બાતમીદારોના આધારે તપાસ હાથ ધરી હતી જોકે ઈડર વડાલી રોડ ઉપર માથાસૂર પાસે રાત્રિના સમયે બાતમીના આધારે બે બાઈક ચાલકોને પૂછપરછ હાથ ધરતા એક સાથે 21 જેટલી બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો છે.

સાબરકાંઠા જિલ્લા પોલીસને મળી મોટી સફળતા
સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન વધતા જતા બાઈક ચોરને ઝડપી લેવા પોલીસે કમર કસી છે. વડાલી ઈડર રોડ ઉપર માથાસુર પાસે બાતમીના આધારે પોલીસે વડાલી તરફથી આવી રહેલા બે બાઈક સવારોને અટકાવી બાઈકના કાગળ માગતા કોઈ ચોક્કસ જવાબ આપી શક્યા ન હતા ત્યારે પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરતા બંને આરોપીઓ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના રહેવાસી હતા તેમજ ઈડરમાં લાલોડામાં ખેત મજૂરી કરતા હતા તેમજ કાનપુર ગામે ખેત મજૂરી કરી બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે

બાતમીદારોના આધારે 21 જેટલી બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો
આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરતા બંને આરોપીઓએ અલગ અલગ વિસ્તારમાંથી 21 જેટલી ચોરીની બાઈકો સંતાડેલી હતી તે પણ ઝડપી લઇ 4 લાખ 80 હજારથી વધારેનો મુદ્દા માલ સાથે બંનેની અટકાયત કરી છે. આરોપીઓ ભરત પારગી તેમજ વિક્રમ ખેર હોવાનું ખુલ્યું છે. જોકે આ બંને આરોપીઓ ઈડર તેમજ ખેડબ્રહ્મા ખાતે અલગ અલગ 21 જેટલા ગુનાઓમાં પણ સંડોવાયેલા હોવાનું ધ્યાને આવ્યું છે સાથો સાથ આગામી સમયમાં હજુ અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી પણ સંભાવનાઓ છે.

1 આરોપી ભરત પારગી 
લાલોડા ગામ ઈડર જયંતીભાઈ પટેલના ખેતર પર ખેત મજૂરીનું કામ કરતો હતો
15 ગુનામાં બાઇક ચોરીનો કબુલાત કરી

2 વિક્રમ ખેર 
કાનપુર ઈડર રામાભાઇ ધીરુભાઈ પટેલના ખેતરમાં ખેત મજૂરી કરતો હતો
છ જેટલા ગુનામાં બાઇક ચોરીની કબુલાત કરી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ