બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sabarkantha Himmatnagar A dilapidated drinking water tank demolished

સાબરકાંઠા / 50 વર્ષ જૂની જર્જરિત ટાંકી 10 સેકન્ડમાં જમીનદોસ્ત, હિંમતનગરના ટાવર ચોકનો વીડિયો વાયરલ

Dinesh

Last Updated: 10:48 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabarkantha news: હિંમતનગરમાં ટાવર ચોકમાં આવેલા પીવાના પાણીની જર્જરિત ટાંકીને તોડી પાડવમાં આવી, 50 વર્ષે જર્જરિત થતાં તેને દૂર કરાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો

  • હિંમતનગરમાં ટાવર ચોકમાં આવેલી પાણીની ટાંકી તોડી પડાઈ
  • 50 વર્ષે જર્જરિત થતાં તેને દૂર કરાવાનો નિર્ણય કરાયો હતો
  • ટાંકીને માત્ર 13 સેકન્ડમાં જ જમીનદોસ્ત કરાઈ


સાબરકાંઠાના હિંમતનગરમાં ટાવર ચોકમાં આવેલા પીવાના પાણીની જર્જરિત ટાંકીને તોડી પાડવમાં આવી છે. ટાંકી 50 વર્ષે જર્જરિત થતાં તેને દૂર કરાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે ટાંકીને માત્ર 13 સેકન્ડમાં જ જમીનદોસ્ત કરાઈ હતી. આ કામગીરી દરમિયાન ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસ સહિતના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે રહ્યો હતો.

જર્જરિત ટાંકી તોડી પાડવામાં આવી
પાપ્ત વિગતો મુજબ હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલી ટાવર ચોકની 9 લાખ લિટરની 18 મીટર ઊંચી ઓવરહેડ પાણીની ટાંકી ઈ.સ 1973માં બનાવાઈ હતી. જેને 50 વર્ષ પૂર્ણ થવાને લઈને આ પાણીની ટાંકી જર્જરિત થઇ ગઈ હતી. જેના પગલે તેમાં પાણી ભરવાનું બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી અને 4.29 લાખના ખર્ચે એજન્સીને ટાંકી તોડવા માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું. જે એજન્સી દ્વારા આજે તે પાણીની જર્જરિત ટાંકી તોડી પાડવામાં આવી છે.

 2 JCB દ્વારા લોખંડના વાયર વડે ખેંચવામાં આવી હતી
જે  ટાંકીને તોડવા માટે 2 JCB દ્વારા લોખંડના વાયર વડે ખેંચવામાં આવી હતી ત્યારે તે ટાંકી માત્ર 13 સેકન્ડમાં જમીનદોસ્ત થઇ હતી. જો કે, પાણીની ટાંકીના કાટમાળને હટાવવા માટે એજન્સી હવે કામગીરી હાથ ધરશે.  હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, હિંમતનગરના ટાવર ચોકમાં ઈ.સ. 1973માં બનાવેલી 50 વર્ષ જૂની 9 લાખ લિટરની ઓવરહેડ પાણીની શહેરની પ્રથમ પાણીની ટાંકી જર્જરિત હોવાને લઈને તોડવા માટે ટેન્ડર પ્રક્રિયા બાદ રવિવારે સવારે 8 કલાકથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ત્રણ મહિનાથી પાણી ભરવાનું બંધ કરવામાં આવ્યું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ