બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / SA vs IND: Rinku's debut possible, who has a chance in Chahal and Kuldeep? Know how India's playing XI will be in the first ODI!

SA vs IND / T20નો સ્ટાર ફિનિશર હવે વનડેમાં કરશે ડેબ્યૂ? ચહલ કે કુલદીપને મળશે મોકો? જાણો મેચમાં કેવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ 11

Pravin Joshi

Last Updated: 06:13 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમ જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે ODI શ્રેણીની પ્રથમ મેચ રમશે. આ શ્રેણી માટે કેએલ રાહુલની કેપ્ટનશીપમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ સાથે યુઝવેન્દ્ર ચહલ પણ વાપસી કરી રહ્યો છે. વર્લ્ડ કપ ફાઈનલ બાદ ભારતની આ પ્રથમ મેચ છે.

  • ભારતીય ટીમ જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે ODI શ્રેણીની પ્રથમ મેચ રમશે
  • શ્રેણી માટે કેએલ રાહુલની કેપ્ટનશીપમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી 
  • રિંકુ સિંહે આ વર્ષે T20 ક્રિકેટમાં શાનદાર રમતથી પોતાની અલગ જ છાપ છોડી

વિરાટ કોહલી અને રોહિત શર્માએ છેલ્લા દોઢ દાયકામાં મર્યાદિત ઓવરના ક્રિકેટમાં પોતાની છાપ છોડી છે, પરંતુ હવે તેમની કારકિર્દીનો અંત આવી રહ્યો છે અને તેમના વારસાને આગળ ધપાવવાની જવાબદારી યુવા પેઢી પર છે. આ સંજોગોમાં સૌથી વધુ ધ્યાન કેએલ રાહુલ પર રહેશે જે ત્રણ મેચની શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે. તે આ પહેલા પણ ભારતીય ટીમની કમાન સંભાળી ચુક્યો છે પરંતુ જો આ શ્રેણીમાં સફળતા મળશે તો તેને લાંબા સમય સુધી વનડે ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.

મને ખબર ના પડી કે લોકો કેમ મારી નિંદા કરતા', Ind vs Aus મેચ બાદ કે.એલ  રાહુલનું દર્દ છલક્યું, જુઓ શું કહ્યું |'I don't know why people criticize  me', KL Rahul faces
સાઈ સુદર્શનને રૂતુરાજ સાથે ઓપનિંગ કરવાની તક મળી શકે છે. જ્યારે સંજુ સેમસન ત્રીજા નંબર પર રમી શકે છે. શ્રેયસ અય્યર ચોથા સ્થાને અને સુકાની કેએલ રાહુલ પાંચમા સ્થાને રમશે. ફિનિશર રિંકુ સિંહને છઠ્ઠા નંબર પર તક મળી શકે છે. રિંકુ સિંહે આ વર્ષે T20 ક્રિકેટમાં પોતાની છાપ છોડી છે. ટીમ મેનેજમેન્ટ તેને 50 ઓવરના ફોર્મેટમાં પણ અજમાવવા માંગે છે.

ટીમ ઇન્ડિયાના ખેલાડીએ તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ, બન્યો ODIમાં આવો કમાલ  કરનાર ચોથો સ્પિનર | Asia Cup 2023 final kuldeep yadav break anil kumble  record fastest indian spinner to ...

કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલમાંથી એકને તક મળી શકે

ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનારા ત્રણ ઝડપી બોલર જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ વિના પણ ભારત આ શ્રેણીમાં પ્રવેશ કરશે. બુમરાહ અને સિરાજ ટેસ્ટ સિરીઝમાં રમશે પરંતુ શમીને ફિટનેસને લઈને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)ની મેડિકલ ટીમ તરફથી મંજૂરી મળી નથી. આ અગ્રણી ઝડપી બોલરોની ગેરહાજરીમાં ભારતની જવાબદારી અવેશ ખાન, મુકેશ કુમાર અને અર્શદીપ સિંહ પર રહેશે. સ્પિનર ​​બોલરોમાં ભારતીય ટીમ કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલમાંથી માત્ર એકને તક આપી શકશે. ચહલ વર્લ્ડ કપ ટીમનો ભાગ નહોતો. તે વાપસી કરી રહ્યો છે પરંતુ પ્રથમ વનડેમાં રમવું તેના માટે મુશ્કેલ છે. રાહુલની હાજરીમાં સંજુ સેમસનને ટીમમાં રિઝર્વ વિકેટકીપર તરીકે રાખવામાં આવ્યો છે. આ સિઝનમાં મોટાભાગે તેની અવગણના કરવામાં આવી હતી પરંતુ અહીં તેને બેટ્સમેન તરીકે તક મળવાની આશા રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ