બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / અન્ય જિલ્લા / Russia-Ukraine war wreaks havoc on Bhavnagar's Alang shipbreaking yard, industry suffers

ઠપ / ભાવનગરના અલંગના શીપ બ્રેકીંગ યાર્ડ પર રશિયા-યુક્રેન યુદ્ધની ઘેરી અસર,ઉદ્યોગ ડચકાં ખાય છે

Mehul

Last Updated: 06:49 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ની સિદ્ધિ અસર ભાવનગર માં અલન્ગ ખાતે  આવેલા જહાજ ભાંગવાના વ્યવસાય પર. ક્રુડ ઓઇલના ભાવ આસમાને. 15 દિવસમાં એક પણ જહાજ આવ્યું નથી

  • રશિયા-યુકેન યુદ્ધની અસર અલંગ પર 
  • ક્રુડ ઓઇલના ભાવ આસમાને, ઘેરી અસર 
  • 15 દિવસમાં એક પણ જહાજ આવ્યું નથી 

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ની સિદ્ધિ અસર ભાવનગર માં અલન્ગ ખાતે  આવેલા જહાજ ભાંગવાના વ્યવસાય ને પણ થવા આવી છે એક તરફ ડોલરના ભાવો રૂપિયા સામે 77 ને પાર થયો છે તો  બીજીબાજુ ક્રૂડ ઓઇલ પણ મોંઘુ થયું છે અને જહાજ ના ખરીદીના ભાવો માં પણ ભારે વધારો થતા અલન્ગ નો વ્યવસાય હાલ મુશ્કેલીમાં ફસાયો છે વિશ્વ વિખ્યાત અલન્ગ શિપ યાર્ડ ના ઉદ્યોગ માં  યુદ્ધ ની અસર જોવા મળી છે અહીં જે જહાજ અગાઉ 500 ના ભાવે વહેંચવા માટે આવતા હતા જે આજે 700 ને પાર કરી ગયા છે આ ઉપરાંત ક્રૂડ ઓઇલ ના ભાવે આસામને હોઈ તેની અસર પણ જોવા મળી છે સામાન્ય રીતે મહિનામાં 25 થી 30 જહાજ ભાંગવા આવતા હોઈ છે પરંતુ હાલ ની સ્થિતિમાં છેલ્લા 15 દિવસઃ માં એક પણ જહાજ ભાંગવા માટે અલન્ગ આવ્યા નથી 

અલંગના શીપ બ્રેકીંગ  ઉદ્યોગ માટે આ અત્યંત ખરાબ દિવસો કહી શકાય.  હાલની સ્થિતિમાં  અલન્ગ નાના ઉદ્યોગકારો થોભો અને રાહ જુઓની સ્થિતિમાં છે અને આગામી દીવસોમાં અલન્ગ માં કેવા દિવસો આવશે તે કહેવું પણ ઉદ્યોગકારો માટે મુશ્કેલી રૂપ છે તેમ આગેવાનો જણાવી રહ્યાં છે અલન્ગ શિપ બ્રેકીંગ યાર્ડ  આમ પણ પાકિસ્તાન અને ચાઈનાની હરીફાઈ માં હાલ પાછળ ધકેલાઈ ગયું છે ત્યારે હવે જો યુદ્ધ નો વિરામ નહીં થાય તો અલન્ગ શિપ યાર્ડમાં ખરાબ દિવસો આવશે તે નક્કી છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ