બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Russia-Ukraine situation worries Surat diamond industry, negative impact on trade

સંકટ / રશિયા-યૂક્રેન યુદ્ધના કારણે ગુજરાતના આ મોટા ઉદ્યોગને ફટકો, સૌરાષ્ટ્ર-સુરતના વેપારી ચિંતામાં

Mehul

Last Updated: 03:35 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાની રફ માઇનિંગ કંપની એલરોઝાનો સુરત ડાયમંડ બુર્સને પત્ર પાઠવી હીરા ઉદ્યોગને ચિંતા ન કરવા જણાવાયું છે. અલરોઝાએ ખાતરી આપી છે કે રફની આયાત બંધ કરવામાં નહી આવે.

  • રશિયા-યુક્રેન સ્થિતિથી હીરા ઉદ્યોગમાં ચિંતા 
  • રફ હીરાની આયાત રશિયાથી થતી હોય,ચિંતા 
  • બેન્કિંગ સેવાઓ બંધ થાય તો વેપાર પર માઠી અસર 

રશિયા-યુક્રેન યુદ્ધની મોટી ભીતિથી સુરતના હીરા ઉદ્યોગકારોમાં ભારે ચિંતા પેસી ગઈ છે. સંભવિત યુદ્ધના મંડાણ દર્શાતા રફ હીરા નહીં મળવાની ભીતિએ ઉદ્યોગકારોને ચિંતાના મહાસાગરમાં ડૂબાડી દીધા છે. ધંધાકીય દ્રષ્ટિએ સુરત સહિત સમગ્ર દેશમાં 30 ટકા રફ હીરાની આયાત રશિયાથી થઇ રહી છે. આવી પરિસ્થિતિમાં રશિયાની રફ માઇનિંગ કંપની એલરોઝાનો સુરત ડાયમંડ બુર્સને પત્ર પાઠવી હીરા ઉદ્યોગને ચિંતા ન કરવા જણાવાયું છે. અલરોઝાએ ખાતરી આપી છે કે રફની આયાત બંધ કરવામાં નહી આવે. રફ હીરાની આયાત નહીં અટકે તેવી હૈયા ધારણ બાદ ઉદ્યોગકારોએ રાહતનો શ્વાસ જરૂર લીધો છે.પરંતુ રફના ભાવ વધશે તો ઇકોનોમી પર ઘેરી  અસર પડવાની પણ ભીતિ વ્યક્ત કરાઈ છે.સાથોસાથ જો બેન્કિંગ સેવાઓ બંધ થાય  તો વ્યાપાર પર  માઠી અસર થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો આજે છઠ્ઠો દિવસ

રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો આજે છઠ્ઠો દિવસ છે, ઉપરાંત ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત સ્વદેશ પહોંચાડવાના ઓપરેશન ગંગામાં પણ ઝડપી કામ હાથ ધર્યું છે. જે અંતર્ગત હવે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એક અડવાઈઝ આપી દીધી છે. જેમાં તમામ ભારતીયોને કહેવામાં આવ્યું છે કે, તેઓ તાત્કાલિક ધોરણ યુક્રેનની રાજધાની કીવને ખાલી કરી દે. ભારતીય નાગરિકોએ આજના દિવસમાં કીવને ખાલી કરવું પડશે અને અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ શિફ્ટ થવા આદેશ આપી દેવામાં આવ્યા છે. 

રશિયાએ જે રીતે યુક્રેન પર આક્રમણ કર્યું છે, તેને લઈને યુક્રેનમાં ભારે સંકટની ઘટી આવી પડી છે. જેમાં કેટલાય ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ ફસાયા છે. ભારતીય નાગરિકોને સહીસલામત પાછા લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા હેઠળ સતત કાર્યરત છે. 

પીએમ મોદીએ કમાન હાથમાં લીધી

આમ તો યુક્રેનમાં કેટલાય દેશોના નાગરિકો ફસાઈ ચુક્યા છે, પણ પોતાના લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત દુનિયામાં સૌથી વધારે એક્ટિવ ઓપરેશન ચલાવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી કેબિનેટના ચાર મંત્રીઓએ મોર્ચો સંભાળ્યો છે. એર ઈંડિયાની ફ્લાઈટ યુક્રેનથી ભારતીયોને સ્વદેશ લાવવાના મિશનમાં સતત ફ્લાઈટ ઉડી રહી છે. હવે ઈંડિગો, એર ઈંડિયા એક્સપ્રેસ અને સ્પાઈસ જેટ પણ ઓપરેશન ગંગામાં શામેલ થઈ ગયા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને હંગેરી, રોમાનિયા અને પોલેન્ડના રસ્તેથી ફ્લાઈટ મોકલીને મહાઅભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. તો આવો જાણીએ યુક્રેન સંકટ દરમિયાન ઓપરેશન ગંગા કેવી રીતે દુનિયાનું સૌથી મોટું બચાવ અભિયાન બની ચુક્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ