બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / rudrabhishek puja vidhi mantra pujan samagri mahashivratri 2022

Mahashivratri 2022 / મહાશિવરાત્રિ પર આ રીતે કરો 'રૂદ્રાભિષેક', ભોળેનાથ દૂર કરશે દરેક મુશ્કેલી

Arohi

Last Updated: 02:41 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યજુર્વેદ અનુસાર મહાશિવરાત્રિ વખતે રૂદ્રાભિષેક કરવો ખૂબ જ લાભકારી છે. શિવજીના રૂદ્રાભિષેકથી ગ્રહ-નક્ષત્રોનો ખરાબ પ્રભાવ ખતમ થઈ જાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

  • 1 માર્ચે છે મહાશિવરાત્રિ 
  • રૂદ્રાભિષેક માટે કરો આ વસ્તુ 
  • ભોળેનાથ પ્રસન્ન થઈ દરેક મુશ્કેલી કરશે દૂર 

મહાશિવરાત્રિના પાવન પર્વ 1 માર્ચ, મંગળવારે ઉજવવામાં આવશે. મહાશિવરાત્રિ પર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રૂદ્રાભિષેક ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વેદોમાં પણ રૂદ્રાભિષેકની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ઘર અથવા શિવ મંદિરમાં રૂદ્રાભિષેક કરવો ખૂબ જ લાભકારી હોય છે. રૂદ્રાભિષેક કરવાથી ગ્રહ-નક્ષત્રો પર ખરાબ પ્રભાવ ખતમ થઈ જાય છે. સાથે જ જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. એવામાં જાણીએ રૂદ્રાભિષેકની યોગ્ય રીત. 

રૂદ્રાભિષેકની વિધિ 
રૂદ્રાભિષેક માટે શિવલિંગને ઉત્તર દિશામાં રાખવું જોઈએ. અભિષેક કરનાર અથવા અન્ય લોકોનું મુખ પૂર્વની તરફ હોવું યોગ્ય માનવામાં આવે છે. સૌથી પહેલા શ્રૃંગીથી શિવલિંગ પર ગંગાજળ અર્પિત કરો અને પછી અભિષેકની શરૂઆત કરો. રૂદ્રાભિષેક વખતે મહામૃત્યુંજય મંત્ર, શિવ તાંડવ સ્તોત્ર, શિવ પંચાક્ષર મંત્ર અથવા રૂદ્ર મંત્રનો જાપ કરવો જોઈએ. 

પુજા કરતી વખતે શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો. ત્યાર બાદ પાનના પત્તા, બેલીપત્ર, સોપારી વગેરે પુજા સામગ્રિઓ શિવલિંગ પર અર્પિત કરો. ત્યાર બાદ શિવ માટે બનાવેલા ભોગ તેમને અર્પિત કરો. સાથે જ શિવમંત્રનો 108 વખત જાપ કરો. આટલું કર્યા બાદ સપરિવાર શિવજીની આરતી કરો. શિવજીની આરતી બાદ અભિષેકના જળથી આખા ઘરમાં છંટકાવ કરો. અભિષેક વખતે શિવમંત્રોનો જાપ ચાલુ રાખવો જોઈએ. 

અભિષેક પહેલા આ દેવી-દેવતાઓનું કરો આવાહ્ન 
રૂદ્રાભિષેક એક મહત્વપૂર્ણ પૂજા છે. એવામાં અભિષેક શરૂ કરવાના પહેલા દેવી દેવતાઓનું આવાહ્ન કરવું જરૂરી છે. સૌથી પહેલા ભગવાન ગણેશનું આવાહ્ન કરો. ત્યાર બાદ માતા પાર્વતી, નવગ્રહ, પૃથ્વી માતા, બ્રહ્મદેવ, માતા લક્ષ્મી, અગ્નિ દેવ, સૂર્ય દેવ અને માતા ગંગાનું આવાહ્ન અને પૂજા કરવી જોઈએ. ત્યાર બાદ દેવી-દેવતાઓને અક્ષત, રોલી અને ફળ ચઢાવીને તેમની સ્તુતિ કરવી જોઈએ. ત્યાર બાદ રૂદ્રાભિષેક શરૂ કરવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ