બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / rubina dilaik blasts trolls calling her anti hindu on diwali post

મનોરંજન / દિવાળી પર કોમેન્ટ કરીને ફસાઈ આ અભિનેત્રી, લોકોએ બરાબરની ટ્રોલ કરી તો કહેવા લાગી- રામાયણમાં ક્યાં લખ્યું છે કે...

Arohi

Last Updated: 05:06 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rubina Dilaik Blasts Trolls: એક્ટ્રેસ રૂબીના દિલેકને દિવાળી પર પોસ્ટ કરવું મોંઘુ પડ્યું છે. હવે લોકો એક્ટ્રેસને હિંદૂ વિરોધી કહીને ટ્રોલ કરી રહ્યા છે.

  • એક્ટ્રેસ રૂબીના દિલેકને લોકો કરી રહ્યા ટ્રોલ 
  • દિવાળી પર પોસ્ટ કરવું પડ્યું મોંઘુ 
  • દિવાળી પર કોમેન્ટ કરીને ફસાઈ અભિનેત્રી

નાના પડદા પર ફેમસ અભિનેત્રી રૂબીના દિલેક લગ્નના પાંચ વર્ષ બાદ માતા બનવાની છે. પ્રેગ્નેન્સી એનાઉન્સમેન્ટ કર્યા બાદથી જ રૂબીના સતત ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાના ફેંસની સાથે પોતાની અપડેટ શેર કરતી રહે છે. 

એવામાં રૂબીનાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો તેના પર એન્ટી હિંદૂ હોવાનો આરોપ લગાવી રહ્યા છે. પરંતુ સવાલ ઉઠે છે કે અચાનક એવું શું થઈ ગયું કે એક્ટ્રેસને લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. 

રૂબીનાને ટ્રોલ કરી રહ્યા છે લોકો 
હકીકતે રૂબીના દિલેકે ટ્વીટ કરતા લખ્યું કે દિવાળી નિકળી ચુકી છે. હવે ફટાકડા સળગાવવાનું બંધ કરો. એક્ટ્રેસના આ ટ્વીટ બાદ ઘણા લોકો ભડકી ઉઠ્યા છે અને તેને ધમકીઓ આપી રહ્યા છે. આટલું જ નહીં અમુક લોકો તો એક્ટ્રેસને બોયકોટ કરવાની પણ માંગ કરી રહ્યા છે. હવે રૂબીનાએ આ બધી કમેન્ટ્સ ટ્વીટર પર પોસ્ટ કરતા ટ્રોલ્સને જડબા તોડ જવાબ આપ્યો છે. 

રૂબીનાએ ટ્વીટમાં શું લખ્યું હતું? 
રૂબીના દિલેકે ટ્વીટ કરતા લખ્યું કે "દિવાળી પુરી થઈ ચુકી છે. ફટાકડા ફોડવાનું બંધ કરો. 10 નવેમ્બરથી સવારે 3 વાગ્યા સુધી ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. હવે બઉ થઈ ગયું.... વાયુ પ્રદૂષણ તો છે જ... ધ્વની પ્રદૂષણ અમારી ઉંઘ ઉડાવી રહ્યું છે."

એક્ટ્રેસની આ પોસ્ટ બાદથી જ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું કે "બીએમડબ્લ્યૂ/ આઉડી કાર પર્સનલ યુઝ માટે બંધ કરો 365 દિવસ મજા લેશે અને હવે જ્ઞાન આપી રહી છે." એક અન્ય યુઝરે લખ્યું કે, "એન્ટી હિંદૂ પ્રોપેગેંડા બંધ કરો. આ ટ્વીટ ડિલિટ કરો. હિંદૂ તહેવારો પર જ્ઞાન આપવાનું બંધ કરો."

એક્ટ્રેસે ટ્રોલ્સને આપ્યો જડબાતોડ જવાબ 
રૂબીનાએ ટ્રોલ કરનારના સ્ક્રીનશૉટ પોતાના ટ્વીટર પર શેર કરતા લખ્યું, "હિંદૂ વિરોધી? શું હકીકતે તમારા લોકોનું મગજ ખરાબ છે?" રૂબીનાની આ પોસ્ટ પર પણ લોકોને અલગ અલગ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. 

એક્ટ્રેસની પોસ્ટ ડિલિટ કરવાની પણ યુઝર્સ માંગ કરી રહ્યા છે. તેના પર રિએક્ટ કરતા એક્ટ્રેસે લખ્યું, "મારા ઈન્સ્ટાગ્રામ પર આવીને ટિપ્પણી ન કરો... આ જ્ઞાન નથી. મિસ્ટર ઈન્ટેલિજેન્ટલી ડંબ વિપુલ શ્રીસથ" તમારાથી વધારે અમે તહેવાર ઉજવીએ છીએ. પરંતુ બીજાને તકલીફ આપીને નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ