બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Rouse Avenue court rejects bail plea of AAP Minister Satyendar Jain and 2 others

મોટો ઝટકો / AAP નેતા સત્યેન્દ્ર જૈનનો જેલવાસ લંબાયો, મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે ફગાવી બધી જામીન અરજી

Hiralal

Last Updated: 03:44 PM, 17 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની કોર્ટે મની લોન્ડરિંગના કેસમાં AAP નેતા સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી દીધી છે.

  • આપ નેતા સત્યેન્દ્ર જૈનને ઝટકો
  • મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે ન આપ્યાં જામીન
  • 30 મેના દિવસે જૈનની થઈ હતી ધરપકડ
  • હાલમાં તિહાર જેલમાં બંધ 

આમ આદમી પાર્ટી (આપ)ના નેતા સત્યેન્દ્ર જૈનને દિલ્હીની કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. મની લોન્ડ્રિંગ કેસમાં કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. આજે રાઉઝ એવન્યુ કોર્ટે મની લોન્ડ્રિંગ કેસમાં જૈન અને અન્ય બેની જામીન અરજી ફગાવી દીધી હતી. તેમની સાથે વૈભવ અને અંકુશ જૈન પણ આરોપી છે. તેમની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે. આ કેસમાં આજે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. જામીન ન મળવાના કારણે સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી રહી છે. જૈન હાલમાં તિહાર જેલમાં બંધ છે અને તેને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. કોર્ટે આજે બપોરે 2 વાગ્યે પોતાનો ચુકાદો આપ્યો હતો. અગાઉ કોર્ટે આ નિર્ણય મોકૂફ રાખ્યો હતો. સવારથી જ તેને જામીન મળશે કે નહીં તે અંગે ચર્ચા ચાલી રહી હતી. આ પહેલા કોર્ટે આદેશની તૈયારી ન થવાના કારણે નિર્ણય ટાળી દીધો હતો. કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.

30 મેના દિવસે થઈ હતી ધરપકડ 
જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 30 મેના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) ની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. 

મંત્રી બન્યો એટલે મારી ધરપકડ કરાઈ- જૈને કહ્યું હતું 
જૈને કહ્યું હતું કે, મંત્રી બનવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે, નહીં તો તેમણે કશું ખોટું કર્યું નથી. તેમણે જામીન માટે તેમના સ્વાસ્થ્યના કારણો ટાંક્યા હતા. તેમણે કોર્ટને એમ પણ કહ્યું હતું કે તપાસ એજન્સીઓ (સીબીઆઈ અને ઈડી) પાસે તેમની સામે કોઈ નક્કર પુરાવા નથી, તેથી તેમને કસ્ટડીમાં ન રાખવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ લાંબા સમયથી ન્યાયિક કસ્ટડીમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ