બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / rohit sharma virat kohli get 2 week break to report at nca for asia cup 2023 camp

Sports / રોહિત અને વિરાટ અંગે સિનિયર અધિકારીએ આપ્યું સૌથી મોટું અપડેટ, ચાહકોને લાગશે 440 વૉલ્ટનો ઝટકો

Manisha Jogi

Last Updated: 06:12 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્મા અને વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત અન્ય સિનિયર્સને આ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે.

  • રોહિત અને વિરાટ અંગે સિનિયર અધિકારીએ આપ્યું સૌથી મોટું અપડેટ
  • રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમમાંથી બહાર
  • ભારતીય ટીમ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં T20 સીરિઝ રમી રહી છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર છે. રોહિત શર્મા હાલમાં ટેસ્ટ અને વન ડે ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યા છે. વિરાટ કોહલીએ પણ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. આ બંને સ્ટાર પ્લેયર બાબતે એક અપડેટ સામે આવી છે. 

રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમમાંથી બહાર
વિરાટ કોહલી અને રોહિત શર્મા ભારતીય ટીમનો હિસ્સો નથી. વેસ્ટઈન્ડિઝ સામે ભારતીય ટીમ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં T20 સીરિઝ રમી રહી છે. આ સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમે 4 રનથી હારનો સામનો કરવો પડ્યો. રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત અન્ય સિનિયર્સને આ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. 

રોહિત-વિરાટ બાબતે અપડેટ
ભારતીય ક્રિકેટ ટીમના ટોપ સ્ટાર રોહિત શર્મા અને વિરાટ કોહલીને 2 સપ્તાહનો બ્રેક આપવામાં આવી રહ્યો છે. બ્રેક પછી આ બંને સ્ટાર પ્લેયર એશિયા કપ 2023ના કેમ્પ માટે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીને રિપોર્ટ કરશે. NCA 24થી 29 ઓગસ્ટ સુધી એક સપ્તાહના કેમ્પની મેજબાની કરી રહ્યું છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી શિડ્યુલ પહેલા રજાઓનો આનંદ માણી રહ્યા છે. ICC વર્લ્ડ કપ 2023ની તૈયારી શરૂ કરતા પહેલા બંને ખેલાડીઓ એશિયા કપમાં શામેલ થશે. 

સિનિયર અધિકારીઓએ આપી અપડેટ
BCCIના સિનિયર અધિકારીએ જણાવ્યું છે કે, ‘રોહિત શર્મા અને વિરાટ કોહલી 23 ઓગસ્ટના રોજ NCAને રિપોર્ટ કરશે. આ જોડી T20 ટીમનો હિસ્સો નથી. BCCIએ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં એક યુવા ટીમની પસંદગી કરી છે. BCCIનું ફોકસ એશિયા કપ પર છે. આ જોડી એશિયા કપ માટે ભારતીય ટીમ સાથે મોટી ટુર્નામેન્ટ પહેલા ફિટનેસ સુધારવા માટે બેંગલુરુમાં NCA કેમ્પમાં શામેલ થશે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ