બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma should be handed the captaincy', Gautam Gambhir's big statement ahead of the T20 World Cup

સ્પોર્ટ્સ / '...તો રોહિત શર્માને કેપ્ટનશીપ સોંપી દેવી જોઇએ', T20 વર્લ્ડકપ પહેલાં ગૌતમ ગંભીરનું મોટું નિવેદન

Megha

Last Updated: 11:27 AM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌતમ ગંભીરે કહ્યું કે, ' રોહિત શર્માએ કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે અને વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયનની જેમ રમ્યું. એક ખરાબ મેચથી રોહિત ખરાબ કેપ્ટન નથી સાબિત થતો.'

  • વર્લ્ડ કપમાં હાર બાદ રોહિતની કેપ્ટનશિપને લઈને ચર્ચા ચાલી રહી છે
  • આ દરમિયાન ગૌતમ ગંભીરે કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા કરી છે
  • T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માને કેપ્ટનશિપ આપવી જોઇએ 

વર્લ્ડ કપ 2023 માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ સતત 10 મેચ જીતી છે. જો કે આટલું શાનદાર પ્રદર્શન કરવા છતાં ટીમ ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારી ગઈ હતી. આ હાર બાદ કરોડો ચાહકોનું દિલ તૂટી ગયું છે. આ હાર બાદ રોહિતની કેપ્ટનશિપને લઈને ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા વચ્ચે હવે પૂર્વ ભારતીય ખેલાડી ગૌતમ ગંભીરે આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે. 

ગૌતમ ગંભીરે રોહિત શર્માના વખાણ કર્યા હતા
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે 'મેન ઇન બ્લુ'ના કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેણે ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે. 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડીએ કહ્યું કે વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતવી એ કોઈ સહેલું કામ નથી. છેલ્લા 50 ઓવરના ODI વર્લ્ડ કપમાં ભારતે જે રીતે વર્ચસ્વ જમાવ્યું તે શાનદાર હતું.

'રોહિત શર્માએ કેપ્ટન તરીકે ખૂબ સારું કામ કર્યું'- ગંભીર
એક વાતચીત દરમિયાન ગૌતમ ગંભીરે આ વિશે કહ્યું કે “રોહિત શર્માએ કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે અને આ રીતે 5 આઈપીએલ જીતવી એ પણ કોઈ સહેલું કામ નથી. ગત વર્લ્ડ કપમાં ભારતે જે રીતે પ્રભુત્વ જમાવ્યું હતું તે જ રીતે આ વર્લ્ડ કપના પણ કર્યું, ફાઈનલ પહેલા મેં એ જ કહ્યું હતું, ફાઈનલમાં પરિણામ ગમે તે આવે પણ ભારત ચેમ્પિયનની જેમ રમ્યું છે અને એક ખરાબ મેચ રોહિતને ખરાબ કેપ્ટન બનાવી શકતી નથી. જો તમે રોહિતને ખરાબ કેપ્ટન અથવા ટીમને ખરાબ ટીમ કહો તો તે યોગ્ય નથી."

રોહિત શર્માની કેપ્ટનશિપ આપવી જોઇએ 
આ સિવાય ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માને કેપ્ટનશિપ આપવાની વાત પણ કરી હતી. ગંભીરે કહ્યું કે 'જો રોહિત શર્મા સારા ફોર્મમાં છે તો તેણે T20 વર્લ્ડ કપમાં કેપ્ટનશિપ કરવી જોઈએ અથવા જો તે સારા ફોર્મમાં છે તો જે સારા ફોર્મમાં નથી તેને T20 વર્લ્ડ કપ માટે પસંદ ન કરવો જોઈએ. કેપ્ટનશીપ એક જવાબદારી છે પહેલા તમે તમારી જાતને એક ખેલાડી તરીકે પસંદ કરો અને પછી તમને કેપ્ટન બનાવવામાં આવે છે. કેપ્ટન માટે પ્લેઈંગ ઈલેવનમાં કાયમી સ્થાન હોવું જોઈએ અને કાયમી સ્થાન ફોર્મ પર નિર્ભર કરે છે.'

રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું
નોંધનીય છે કે રોહિત શર્માએ વનડે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓપનિંગ બેટ્સમેન તરીકે તેણે 'મેન ઇન બ્લુ' માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. 36 વર્ષીય ખેલાડી ટૂર્નામેન્ટમાં બીજા નંબરનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે મેચોમાં ભારતની ઇનિંગ્સની ગતિ નક્કી કરી અને 11 ઇનિંગ્સમાં 125.94ના સ્ટ્રાઇક રેટથી 597 રન બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ