બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Robbery at MLA's petrol pump in Vadodara

ધરપકડ / તલવારો સાથે ત્રાટક્યું ટોળું, હુમલો કરીને લઈ ગયા રોકડા: વડોદરામાં ધારાસભ્યના પેટ્રોલ પંપ પર જ લૂંટ

Vishal Khamar

Last Updated: 01:58 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ન્યુ VIP રોડ પર ધારાસભ્યનાં પેટ્રોલ પંપ પર ચિખલીગર ગેંગે લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ બાબતે પરણી પોલીસે ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરી તેઓની સઘન પૂછપરછ હાથ ધરી હતી.

  • વડોદરામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના પેટ્રોલ પંપ પર લૂંટ 
  • તલવાર અને હથિયાર વડે પેટ્રોલ કર્મી પર હુમલો કરી લૂંટ
  • હરણી પોલીસ ઘટના સ્થળે પહોંચી 3 આરોપીની કરી ધરપકડ

વડોદરામાં ન્યુ VIP રોડ પર ડભોઈનાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટાનાં પેટ્રોલ પંપ પર રાત્રીનાં સુમારે લોકોનું ટોળું પેટ્રોલ પંપ પર ધસી આવ્યું હતું. અને પેટ્રોલ પંપનાં કર્મચારી પાસેથી 90 હજારની ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.  ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ હરણી પોલીસને થતા પોલીસ દ્વારા ઘટનાં સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી 90 હજાર ઝૂંટવી ટોળુ ફરાર
ન્યુ VIP રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર ચિખલીગર ગેંગ તલવાર સહિત અનેક ઘાતક હથિયારો સાથે 20 થી 25 માણસોનું ટોળું પેટ્રોલ પંપ પર ધસી આવ્યું હતું. પેટ્રોલ પંપનાં કર્મચારી પાસેથી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ બાબતની જાણ પોલીસ તેમજ ધારાસભ્યને થતા પોલીસ તેમજ ધારાસભ્ય રાત્રે પેટ્રોલ પંપ પર દોડી આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલ સીસીટીવીનાં આધારે આરોપીઓની ઓળખવિધિ કરી તેઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી. 

શૈલેષ સોટ્ટા (ધારાસભ્ય, ડભોઈ)

પોલીસ ઘટના સ્થળે પહોંચી 3 આરોપીની કરી ધરપકડ
પેટ્રોલ પંપ પર લૂંટની ઘટનાં બનતા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે પેટ્રોલ પંપ પર પહોંચી 3 આરોપીઓની ધરપકડ કરી હતી. તો અન્ય આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી સમગ્ર વિસ્તારનો કોર્ડની કરી તમામ એન્ટ્રી પોઈન્ટ પર આવતા જતા તમામ વાહનોનું ચેકીગ હાથ ધર્યું હતું. પોલીસ દ્વારા ગુનો નોંધી 3 આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ