બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Road construction started In Kadi the asphalt road broke in just 4 days

મહેસાણા / રોડ બનાવવામાં વેઠ ઉતારી! કડીમાં માત્ર 4 દિવસમાં ડામરનો રોડ તૂટી ગયો, વીડિયોમાં કોન્ટ્રાક્ટરનું કાચું કામ છતું

Kishor

Last Updated: 10:57 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કડીના કરણનગર વિસ્તારમાં રોડના કામમાં વેઠ ઉતારતા ચાર દિવસ અગાઉ બનેલો રોડ તૂટી ગયો છે.જેને લઈને તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

  • મહેસાણાના કડીમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી આવી સામે
  • માત્ર 4 દિવસના ટુંકાગાળામાં ડામરનો રોડ તૂટ્યો
  • શહેરના કરણનગર વિસ્તારમાં 4 દિવસ અગાઉ બનાવ્યો હતો રોડ

વિકાસની પાંખે ઉડતા ગુજરાતમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો પ્રગતિમાં છે. નાગરિકોની સુવિધાને ધ્યાને લઈને સરકાર પણ ઉદાર હાથે વિકાસની ગ્રાન્ટ ફાળવી કામો પર મંજૂરીની મહોર લગાવી રહી છે. પરંતુ અમુક મેલીમુરાદ વાળા કોન્ટ્રાક્ટરોના પાપે આવી સુવિધાઓ ક્ષણભાંગી સાબિત થઈ રહી છે. કંઈક આવો જ કિસ્સો મહેસાણા પંથકમાં સામે આવ્યો છે. કારણ કે નવો બનેલો રોડ એક માસમાં તૂટી જાય તે તો સાંભળ્યું હશે. પરંતુ ફકત ચાર જ દિવસમાં રોડ તૂટી જાય તેવું પ્રથમ વાર બન્યું છે તે પણ મહેસાણા જિલ્લામાં. વિકાસમાં જેની ગણના અગ્રેસર થાય છે તે કડીમાં એક કિસ્સો પ્રકાશમાં આવતા તંત્ર દોડતું થયું છે.

500 મીટર ડામરનો રોડ બનાવવામાં આવ્યો હતો

કડી ના કરણનગર વિસ્તારમાં રોડની જરૂરિયાત હોવાથી સ્થાનિકો દ્વારા વારંવાર રોડની માંગણી કરવામાં આવી હતી. જેથી રોડ મંજૂર પણ થઈ ગયો અને બની પણ ગયો. પરંતુ સ્થાનિકો લની મુશ્કેલી રોડ બનવાના કારણે હલ થવાના બદલે વધી ગઈ છે. કોન્ટ્રાકટ દ્વારા રોડના કામમાં લોટ, પાણીને લાકડા કરવામાં આવતા ચાર દિવસ અગાઉ બનેલો રોડ તૂટી ગયો છે.આ ઉપરાંત રોડના લેવલીંગનું કામ પણ વ્યવસ્થિત નહિ થતાં સ્થાનિકોને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વાહનચાલકો અને શાળામાં અભ્યાસ માટે બાળકોને પણ મુશ્કેલી પડી રહી છે. 

ચાર દિવસમાં રોડ તૂટી જતા રહીશોમાં રોષ
4 દિવસમાં રોડ તૂટી જતાં સ્થાનિકો માં આક્રોશ જોવા મળી રહ્યો છે અને કોન્ટ્રાકટર દ્વારા નબળી ગુણવતાનો રોડ બનાવી દિધો હોવાથી ફરી રોડ બનાવવાની માંગણી કરી રહ્યા છે. લોકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરી હતી જેથી નગરપાલિકા દ્વારા બે દિવસમાં રોડનું સમારકામ કરી દેવાની ખાતરી આપવામાં આવી છે. હવે જોવાનું રહ્યું ક્યારે નગરપાલિકા જાગશે અને ક્યારે ચાર દિવસ અગાઉ બનેલા રોડ નું સમારકામ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ