બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rivers on two banks, fields turned into bats, villages on alert, 221 taluks inundated in last 22 hours

મેહુલિયો ધમધોકાર / ખેતરો બેટમાં પરિવર્તિત, નદીઓ બે કાંઠે, ગામડાઓ એલર્ટ, છેલ્લાં 22 કલાકમાં 221 તાલુકાઓ પાણીથી તરબોળ

Priyakant

Last Updated: 10:14 AM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Heavy Rain News: રાજ્યના 9 તાલુકામાં 6 ઈંચ કરતા વધુ વરસાદ, ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલી, ગિરનાર પર્વત ઝરણાંમય બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા

  • ગુજરાતના 9 તાલુકામાં 6 ઈંચ કરતા વધુ વરસાદ
  • 17 તાલુકાઓમાં પડ્યો 5 ઈંચ કરતા વધુ વરસાદ
  • ગુજરાતના 26 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ
  • 44 તાલુકાઓમાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો
  • 82 તાલુકાઓમાં 2 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો
  • 135 તાલુકાઓમાં 1 ઈંચ કરતા પણ વધુ વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ તરફ જૂનાગઢ, તાપી, સુરેન્દ્રનગર, ડાંગ, પંચમહાલ, પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જોકે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ સાથે અનેક ધોધ જીવંત બન્યા છે. આ તરફ ગિરનાર પર્વત ઝરણાંમય બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. 

22 કલાકમાં 221 તાલુકાઓમાં વરસાદ
હવામાનની આગાહી મુજબ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન જૂનાગઢ શહેરમાં સૌથી વધુ સાડા દસ ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે સુરતના મહુવામાં પડ્યો સાડા સાત ઈંચ, તાપીના વાલોડ અને વ્યારામાં સાત ઈંચ, તાપીના ડોલવણમાં સાડા છ ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં 6 ઈંચ, સુત્રાપાડા અને મેંદરડામાં 6 ઈંચ, ભેસાણ અને ચોટીલામાં પડ્યો સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. 

રાજ્યમાં સર્વત્ર મેઘમહેર 
આ તરફ ગુજરાતના 9 તાલુકામાં 6 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. આ સાથે 17 તાલુકાઓમાં પડ્યો 5 ઈંચ કરતા વધુ વરસાદ, 26 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ, 44 તાલુકાઓમાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ, 82 તાલુકાઓમાં 2 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો તો 135 તાલુકાઓમાં 1 ઈંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે. 

જૂનાગઢ જીલ્લામાં અવિરત વરસાદ
હવામાનની આગાહી મુજબ જૂનાગઢ જીલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે. જેને લઈ જૂનાગઢમાં એક દિવસમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ તરફ ગિરનાર પર્વત ઝરણાંઓનું ગઢ બન્યું હોય તેવો નજારો સામે આવ્યો છે. ગિરનાર પર્વત પર સતત પડી રહેલા વરસાદથી ધોધ જીવીત થયા છે. ગિરનાર પર્વત ઝરણાંમય બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાતા યાત્રીઓ મુશળધાર વરસાદમાં પણ યાત્રા કરવા પહોંચ્યા છે. 

તાપી જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ
ભારે વરસાદને કારણે દક્ષિણ સોનગઢના જંગલનું સૌંદર્ય સોળેકલાએ ખીલી ઉઠ્યું છે. જંગલ વિસ્તારોમાં નાના-મોટા ઝરણા, ધોધ ફરી વહેતા થયા. સોનગઢનો ચીમેર ગામમાં આવેલો ચિમેર ધોધ જીવંત થયો છે. સોળેકલાએ ખીલી ઉઠતા પ્રકૃતિનું અલૌકિક રૂપ જોવા મળ્યું છે. મહત્વનું છે કે, અહીં સુરત, બરોડા, દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રના પ્રવાસીઓ ધોધ નિહાળવા આવે છે. 

સુરેન્દ્રનગરના ઝાલાવાડમાં ભારે વરસાદ 
આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. અહીં વરસાદને પગલે માર્ગો પર તોતિંગ વૃક્ષો ધરાશાઈ થાય તો વરસાદને પગલે અનેક ગામ ને જોડતો રસ્તો બંધ થયો છે. લખતર થી પાટડી જવાનો માર્ગ વૃક્ષો ધરાશાઈ થવાથી બંધ થયો છે. આ તરફ હવે માર્ગો પર ધરાશાઈ વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. 

ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ
ડાંગ જિલ્લામાં પાણ મેઘમહેર યથાવત છે. ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ. અહીં અંબિકા, પૂર્ણા તેમજ ખપારી નદી બે કાંઠે વહેતી થઈ છે. મહત્વનું છે કે, જિલ્લાના વઘઈ તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. 

તાપી જિલ્લામાં સૌથી વધુ વાલોડમાં વરસાદ
આ સાથે તાપી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વાલોડમાં વરસાદ પડ્યો છે. આ સાથે વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ તરફ ભારે વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. 

પંચમહાલ માં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ
પંચમહાલ જિલ્લામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. મોરવા હડફ તાલુકાના મોરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં મેત્રાલ, દેલોચ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.  

પાલનપુરમાં વરસાદને પગલે હાઈવે પર ભરાયા પાણી
બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી છે. પાલનપુર સુર મંદિર હાઇવે પર પાણી ભરાયા છે. આ સાથે મલાણા પાટિયા, ગઠામણ પાટિયા રોડ પર પાણી ભરાયા છે. હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી સર્જાઇ છે. સામાન્ય વરસાદથી ખેડૂતોના પાકોને ફાયદો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ