બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Rishabh Pant will return to the cricket field soon! This video of 33 seconds has awakened new hope in the fans
Megha
Last Updated: 02:50 PM, 6 December 2023
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર અને બેટર ઋષભ પંત કાર એક્સિડન્ટ પછી ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. આ એક્સિડન્ટમાં પંતને ઘણી પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. જો કે હવે ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઋષભ પંત સંપૂર્ણ ફિટ થઈ ગયો છે અને એવી આશાછે કે IPLની 2024 સીઝનમાં તે દિલ્હી કેપિટલ્સ માટે રમી શકે છે.
Bouncing back with every rep. ⏳ #RP17 pic.twitter.com/1BkZAhNDHE
— Rishabh Pant (@RishabhPant17) December 5, 2023
ADVERTISEMENT
ઋષભ પંતની ટીમમાં વાપસીને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી હતી પણ ટીમમાં સંપૂર્ણ વાપસી કરી શકે એટલી ફિટનેસ પાછી મેળવી નહતી. જેના માટે હવે પંત નિષ્ણાતોની દેખરેખમાં જોરશોરથી કામ કરી રહ્યો છે. ઋષભ પંતના વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હવે પંતનો આવો જ વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઋષભ પંત સંપૂર્ણ ફિટનેસ હાંસલ કરવા માટે જીમમાં ખૂબ પરસેવો પાડી રહ્યો છે. પંતે મંગળવારે સોશિયલ મીડિયા પર પર જીમમાં તેના વર્કઆઉટનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ખભાના સ્નાયુઓને મજબૂત કરવા માટે વેઇટ ટ્રેનિંગ, સાઇકલિંગ અને એક્સરસાઇઝ કરતો જોઈ શકાય છે. સાથે જ વિડીયોમાં જોઈ શકાય છે કે પંત પહેલા કરતાં વધુ ફિટ દેખાઈ રહ્યો છે. પણતને આ રીતે ફિટ જોઇને લોકોના લાગી રહ્યું છે કે જલ્દી જ ઋષભ પંતની ટીમ ઇન્ડિયામાં વાપસી થઈ શકે છે.
Rishabh Pant is getting ready for the IPL 2024. 🏏
— Sportskeeda (@Sportskeeda) December 5, 2023
📷 : Rishabh Pant#RishabhPant #Cricket #India pic.twitter.com/RedAmJYaBO
કાર અકસ્માત પહેલા ઋષભ પંત ભારતીય ટેસ્ટ અને ODI ટીમનો ભાગ હતો. વર્ષ 2020-21માં, ભારતે ઓસ્ટ્રેલિયાને તેના જ મેદાનમાં હરાવ્યું હતું અને ટેસ્ટ સીરિઝ 2-1ના માર્જિનથી જીતી હતી જેમાં પંતે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંતે અત્યાર સુધી ભારત તરફથી 33 ટેસ્ટ, 30 વન ડે અને 66 ટી20 મેચ રમી છે. તેને ટેસ્ટમાં 43.67ની એવરેજથી 2271 રન, વનડેમાં 34.60ની એવરેજથી 865 રન અને T20માં 22.43ની એવરેજથી 987 રન બનાવ્યા છે. પંતે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 22 ડિસેમ્બર 2022ના રોજ બાંગ્લાદેશ સામે ટેસ્ટના રૂપમાં રમી હતી.
પંત કાર અકસ્માતમાં ઘાયલ થયા બાદ, ભારતીય ટીમ મેનેજમેન્ટે કેએસ ભરત અને ઈશાન કિશનને ટેસ્ટ ફોર્મેટમાં અને ઈશાન કિશન અને કેએલ રાહુલને ટેસ્ટ ફોર્મેટમાં મોકલ્યા હતા. ODI ફોર્મેટ. પંતને વિકેટકીપર તરીકે ભારતીય ટીમમાં વાપસી કરવા માટે ઈશાન કિશન અને રાહુલ તરફથી પડકારનો સામનો કરવો પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.