બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Rishabh Pant became the fastest Indian player to score 3000 runs in IPL leaving Dhoni behind
Last Updated: 05:00 PM, 13 April 2024
બેટ્સમેનો દ્વારા IPLમાં બોલરોની જોરદાર ધોલાઈ થતી હોય છે. જેમાં તાબડતોડ બેટિંગને કારણે કેટલાક રેકોર્ડ પણ બનતા હોય છે. દિલ્લી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે પણ આવો એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં તેને પોતાના 3000 રન પુરા કર્યા હતા. આ રન પુરા થતા તેના નામે રેકોર્ડ બન્યો હતો. તે સૌથી ઝડપી 3000 રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. અમે તમને આ રિપોર્ટમાં ટોપ ફાઈવ ભારતીય બેટ્સમેન વિશે માહિતી આપશું જેઓએ IPLમાં ફાસ્ટેટ 3000 રન પુરા કર્યા છે.
ADVERTISEMENT
-ઋષભ પંત
ઋષભ પંત પહેલા આ રેકોર્ડ યુસુફ પઠાણના નામે હતો. પરંતુ પંતે IPLમાં પોતાની 103મી ઈનિંગ રમી કુલ 2028 બોલમાં જ કેરીયરના 3000 રન પુરા કર્યા છે. આથી તેને ધોની સહિતના દિગ્ગજ પ્લેયર્સને પાછળ છોડી દીધા છે.
ADVERTISEMENT
- યુસુફ પઠાણ
પોતાની વિસ્ફોટક બેટિંગના કારણે યુસુફ પઠાણ જાણીતો છે. IPLમાં ઋષભ પહેલા યુસુફના નામે ફાસ્ટેટ 3000 રન બનાવવાનો રેકોર્ડ હતો. યુસુફે માત્ર 2082 બોલમાં જ 3000 રન પુરા કર્યા હતા. યુસુફે 154 ઇનિંગમાં 3204 રન બનાવ્યા છે.
- સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવ જ્યાં સુધી KKRમાં રમતો હતો ત્યાં સુધી તેનો એટલો પ્રભાવ નહતો, કારણ કે તેની બેટિંગ છેલ્લે જ આવતી. પરંતુ મુંબઇ ઈન્ડિયન્સમાં આવ્યા બાદ સૂર્યાને ટોપ ઓર્ડરમાં બેટિંગનો ચાન્સ મળતા તેને પોતાનું જોરદાર પર્ફોમન્સ બતાવ્યુ હતુ. સૂર્યાએ પણ IPLમાં ફાસ્ટેસ્ટ 3000 રન પુરા કર્યા છે. જેના માટે તેને 2130 બોલ રમ્યા હતા.
ADVERTISEMENT
- સુરેશ રૈના
ચેન્નઈ સુપર કિંગ્સનો આ મહત્વનો બેટ્સમેન વન ડાઉનમાં બેટિંગ કરવા આવતો હતો. તેની બેટિંગના કારણે ચેન્નઈ અનેકવાર મેચ જીતી ચુક્યુ છે. સુરેશ રૈનાએ 3000 રન પુરા કરવા માટે 2135 બોલ રમ્યા હતા.
ADVERTISEMENT
- મહેન્દ્રસિંહ ધોની
આ લિસ્ટમાં પાંચમાં નંબરે પણ ચેન્નઈનો પ્લેયર છે. લાંબા સમય સુધી ચેન્નઈના કેપ્ટન રહી ચુકેલા ધોનીએ પણ ઝડપી 3000 રન પુરા કર્યા છે. તેના માટે તેને 2152 બોલ રમ્યા હતા. આ સીઝનમાં તે વિકેટકીપર તરીકે રમી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.