બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:42 PM, 26 October 2022
ADVERTISEMENT
પૂજા યશવંત ચવ્હાણ માત્ર 22 વર્ષમાં સરપંચ બની છે. આટલી નાની ઉંમરે સરપંચ બનનાર તે કદાચ મહારાષ્ટ્રની પહેલી છોકરી છે. તે પાલધરના વાડાના ઉસર ગામની છે. પૂજાએ કહ્યું કે તેનું સપનું છે કે તેના ગામનું આખા દેશમાં હોય. તે પોતાના ગામને સંપૂર્ણ શિક્ષિત બનાવવા માંગે છે. ગામની દરેક સમસ્યા હલ કરવા માંગે છે. જેથી સરપંચની ચૂંટણી લડી છે. તેણી કહે છે કે જીત પછી તેણીને સંપૂર્ણ ખાત્રી છે કે ગામની સમસ્યાઓને સમજીને તે તેનો ઉકેલ શોધી શકશે. પૂજાએ એગ્રીકલ્ચરમાં ડિપ્લામાં કર્યું છે. તે બીએ ના અંતિમ વર્ષની વિધાર્થીને છે. જે અન્ય ડીગ્રીઓ મેળવવા માટે તેનો અભ્સાય ચાલુ રાખશે. જેથી ગ્રામજનોની સામે એક આદર્શ સ્થાપિત કરી શકે કે આ ડિઝીટલ યુગમાં માત્રા સારુ શિક્ષણ જ પછીથી દરેક માટે ઉપયોગી થશે.
ગ્રામ પંચાયતમા 498 મત મળ્યા
પૂજાએ જણાવ્યું કે તેના મામાનો પુત્ર રાજેશ મુકને પાલધરના કુદુશમાં જીલ્લા પરિષદનો સભ્ય છે. રાજેશે તેને અને તેના ગામના અન્ય લોકોને પણ પ્રેરિત કર્યા. તેથી તે 16 ઓક્ટોમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ઊભો રહ્યો હતો. પરિણામ બીજે દિવસે 17 ઓક્ટોમ્બરે આવ્યું. તેમને સમગ્ર ગ્રામ પંચાયતમા 498 મત મળ્યા હતા. તેણી જ્યા રહે છે ત્યાં તેમને 187 મત મળ્યા. તેમની સામે બે ઉમેદવારો ઉભા હતા. જેમાંથી એકને 179 અને બીજાને 67 વોટ મળ્યા હતા.
ADVERTISEMENT
એગ્રીકલ્ચરમાં ડિપ્લોમાં કર્યું હોવાથી તે ગામના લોકોને માર્ગદર્શન આપશે
તેના પિતા ખેડૂત છે. તે પણ ઓટો ચલાવે છે. પોતાની જીત બાદ પૂજાએ તેના ગામના લોકોને કહ્યું કે તેણે એગ્રીકલ્ચરમાં ડિપ્લોમાં કર્યું હોવાથી તે ગામના લોકોને માર્ગદર્શન આપશે. ગામમાં ઘણાં લોકો ખેતી કરી શકતા નથી. જીત બાદ પૂજા ગામડામાં ખેતી કરી શકતા ન હોય તેવા લોકોને સરકાર તરફથી મળતી આર્થિક મદદ કેવી રીતે મળે તે શોધી રહી છે. જેથા તેઓ ખેતી કરી શકે અને ખેતી દ્વારા પાક કમાઈને પોતાનું જીવન નિર્વાહ સુધારી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.