બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Rickshaw driver dies after dilapidated building collapses in Junagadh, two children still trapped, rescue operation in full swing

નઘરોળ તંત્ર / જૂનાગઢમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં 4ના મોત, 7 કલાક ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન પણ એકપણ વ્યક્તિનો ન બચ્યો જીવ

Vishal Khamar

Last Updated: 07:43 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થયું હતું. ત્યારે બિલ્ડીંગ ધરાશાયી થતા લોકો કાટમાળ નીચે દટાયા છે. કાટમાળમાં દબાઈ જતા કુલ ચાર વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. ત્યારે ચાર લોકોનાં મોત નિપજતા સમગ્ર શહેરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તો બીજી તરફ પરિવારજનોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.

  • જૂનાગઢમાં જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી
  • બિલ્ડિંગ ધરાશાયી કેસમાં 4 વ્યક્તિઓનાં મૃત્યુ
  • રહેણાંક વિસ્તારનુ મકાન ધરશાયી થયુ

 જૂનાગઢમાં જર્જરિત 2 માળનું બિલ્ડીંગ ધરાશાયી થતા બિલ્ડિંગમાં રહેતા લોકો કાટમાળ નીચે દટાઈ જવા પામ્યા હતા. ત્યારે આ અંગેની જાણ NDRF  ની ટીમ તેમજ મહાનગર પાલિકાને થતા પાલિકા દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યારે કાટમાળમાં દટાઈ જતા કુલ ચાર વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા.

મકાન ધરાશાયી થતા લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા હતા

સમગ્ર રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડે હાહાકાર મચાવ્યો છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘતાંડવ થતાં તારાજીના ભારે કરપીણ દ્રશ્યો સર્જાયા છે. લોકો મેઘરાજાને હવે ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના કડિયાવાડમાં દુર્ઘટના સર્જાઈ છે. કડિયાવાડમાં મકાન ધરાશાયી થતાં 4 લોકો કાટમાળ નીચે દટાયા હતા. મકાન ધરાશાયી થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. મેયર સહિતના પદાધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. 

મકાન ધરાશાઈ થતા કાટમાળમાં દટાયેલા 4 લોકોનાં મોત
મકાન ધરાશાયી થતાં  રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. JCB સહિત સ્થાનિકો પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા છે. 108 એમ્બુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી છે. ત્યારે કાટમાળમાં દટાયેલા ચાર લોકોનાં મોત નિપજ્યા હતા.

જૂનાગઢ કમિશનરે VTV ન્યૂઝ સાથે કરી વાતચીત
તો જૂનાગઢ મનપા કમિશનર રાજેશ તન્નાએ જણાવ્યું કે,  NDRF, પોલીસ અને ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.  JCPની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ સિનિયર અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાની પ્રાથમિકતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ