બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Ribada group's uproar in seventh, Anirudh Singh slapped Govind Sagapariya with defamation suit, see what Jayraj Singh group did

ગોંડલ / રિબડા જુથનો કકળાટ સાતમાં આસમાને, અનિરૂદ્ધસિંહે ગોવિંદ સગપરિયા પર ઠોક્યો માનહાની દાવો, તો સામે જયરાજસિંહ જૂથે જુઓ શું કર્યું

Vishal Khamar

Last Updated: 11:02 PM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ચૂંટણી બાદ રીબડા જૂથનો વિવાદ યથાવત છે. ત્યારે આજે જયરાજસિંહના દિકરા જ્યોતિરાદિત્યએ ગોવિંદ સગપરીયા સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.

  • જયરાજસિંહના પુત્રએ કરી મુલાકાત
  • ગોવિંદ સાગપરિયા સાથે કરી મુલાકાત
  • માનહાનીના કેસનો બોગસ ગણાવ્યો
  • અનિરૂદ્ધસિંહે કર્યો છે માનહાનીનો કેસ 

રિબડા જુથનો કકળાટ જગજાહેર છે. વિધાનસભા ચૂંટણી પછી પણ અનિરૂદ્ધસિંહ રિબડા અને જયરાજસિંહ જાડેજા વચ્ચે આંખ વઢાઈ ગઈ છે, ડખો હજુ પણ યથાવત છે. તેવા થોડા દિવસ પહેલા રિબડાના અનિરૂદ્ધસિંહે ગોવિંદ સગપરિયા પર 50 કરોડનો માનહાનિનો દાવો કર્યો અને ગર્ભિત ધમકી આપતા કહ્યું છે કે માફી માંગે અથવા તો કાયદાકીય લડત માટે તૈયાર રહે.. 
ગોવિંદ સગપરિયાને જ્યા જરૂર પડે ત્યા જયરાજસિંહનો પરિવાર ઉભો રહેશે: જ્યોતિરાદિત્ય
તેવામાં જયરાજસિંહનો દિકરો જ્યોતિરાદિત્ય વિધાનસભા ચૂંટણીમાં મદદ કરનાર પાટીદાર અગ્રણી ગોવિંદ સગપરિયાને મળ્યો હતો અને   માનહિનાનાં દાવાને બોગસ ગણાવ્યો હતો,   મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કહ્યું હતું કે ગોવિંદ સગપરિયાને જ્યારે જરૂર પડશે ત્યારે જયરાજસિંહનો પરિવાર ઉભો રહેશે. 

નોટીસમાં સાત દિવસમાં માફી માંગવાનો ઉલ્લેખ
ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી વર્ચસ્વને લઈને જંગ ચાલી રહ્યો છે. ત્યારે ગોંડલના અનિદ્ધસિંહ જાડેજા-રીબડાએ માનહાનિ અંગે નોટીસ ફટકારી છે. ત્યારે એડવોકેટ દિનેશ પાતર મારફત માનહિનાના દાવા અંગેની લીગલ નોટીસ ફટકારી છે. ત્યારે રાજકોટનાં ગોવિંદભાઈ સગપરીયાને 50 કરોડના માનહાનિના દાવાની નોટીસ ફટકારી છે.  ત્યારે નોટીસમાં ગોવિંદભાઈ સગપરીયાએ સોશિયલ મિડીયામાં અને વિશાળ જનમેદની વચ્ચે અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેમના પરિવારજનો વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉલ્લેખ કર્યો છે. નોટીસમાં દિવસ સાતમાં ગોવિંદભાઈ સગરપીયા માફી ન માંગે તો ન્યાય તંત્ર દ્વારા કાર્યવાહિ કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે. 

ગોવિંદભાઈ સગપરીયાએ બેફામ વાણી વિલાસ કર્યો હતો તેવો આક્ષેપ
મળતી માહિતી મુજબ રીબડાની અંદર જાહેર સભામાં ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સગપરિયા નામના વ્યક્તિએ વયોવૃદ્ધ માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા અને તેમના પુત્ર અનિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા માનહાનિનો દાવો કર્યો છે.  ત્યારે ગોવિંદભાઈ સગપરીયાએ બેફામ વાણી વિલાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલે જો તેમની પાસે પુરાવા હોય તો પુરાવા આપવા અને ન હોય તો માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ