બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / વડોદરા / 'Reward will be given to those who inform about the company dumping chemical water in the river', Nandesari GIDC president announced

VTV Impact / 'નદીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવતી કંપનીની માહિતી આપનારને અપાશે ઇનામ', નંદેસરી GIDCના પ્રમુખની જાહેરાત

Malay

Last Updated: 10:47 AM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: નંદેસરી GIDCમાંથી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના VTV NEWSના અહેવાલ બાદ નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન રહી રહીને જાગ્યું છે. જીઆઇડીસીના પ્રમુખે કેમિકલયુક્ત પાણી છોડતી કંપનીની માહિતી આપનારને ઈનામ આપવાની જાહેરાત કરી છે.

 

  • VTV NEWS નથી ભૂલ્યું ફરજ
  • VTV NEWS ફરી બન્યું લોકોનો અવાજ
  • વડોદરામાં VTV NEWSના અહેવાલની અસર

વડોદરામાં VTV NEWSના અહેવાલનો પડઘો પડ્યો છે. VTV NEWS ફરી લોકોનો અવાજ બન્યું છે. નંદેસરી GIDCમાંથી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના VTV NEWSના અહેવાલ બાદ નંદેસરી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન જાગ્યું છે. કેમિકલયુક્ત પાણીને લઈ નંદેસરી GIDCના પ્રમુખે જાહેરાત કરી છે કે, નદીમાં કેમિકલયુક્ત પાણી છોડનારી કંપનીની માહિતી આપનારાને ઈનામ આપવામાં આવશે. નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું છે કે, નદી, કાંસ, રિવર્સ બોરવેલ કે અન્ય રીતે પાણી ઠાલવતા લોકોની માહિતી આપનારાને ઈનામ આપવામાં આપવામાં આવશે.

વડોદરામાં VTV NEWSના અહેવાલની અસર
શહેરની નંદેસરી GIDCમાંથી નદીમાં બેફામ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. કેમિકલયુક્ત પાણીના કારણે નદી કિનારા નજીક આવેલા ગામોની ખેતી નષ્ટ થઈ ગઈ છે. સાથે જ નંદેસરી, અનગઢ, વખતપુરા, હઠીપુરા, સિંધરોટ, દાજીપુરા સહિત 10 ગામોમાં ભૂગર્ભ જળ પણ પ્રદૂષત થઈ ગયું છે. નંદેસરી જીઆઈડીસીમાં ઠાલવવામાં આવેલી રહેલા કેમિકલયુક્ત પાણીના કારણે સ્થાનિકોને અનેક સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે. વડોદરા નંદેસરીના કેમિકલ ઉદ્યોગોએ નદી કિનારાના ગામોની ખેતીને નષ્ટ કરી નાખી છે. 

20 વર્ષથી છે પાણીની સમસ્યાઃ ખેડૂતો 
આ મામલે તપાસ કરવા માટે VTV NEWSની ટીમ અનગઢ ખાતે પહોંચી હતી. જ્યાં બોરવેલના પાણીમાં રિતસરનું કેમિકલ જોવા મળ્યું હતું. આ તકે ખેડૂતોએ પોતાની વ્યથા કરતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 20 વર્ષથી પાણીની સમસ્યા છે. પાણીના કારણે ખેતીને નુકસાન થયું છે. ખેડૂતો એક પણ સિઝન લઈ શકતા નથી. ફક્ત ચોમાસામાં જ ડાંગર જેવા પાકોનું ઉત્પાદન થયા છે. કેમિકલયુક્ત પાણીના કારણે અમારી ખેતી નષ્ટ થઈ ગઈ છે.

તંત્ર જ ભ્રષ્ટ થઈ ગયું છેઃ ખેડૂત
ગામના ખેડૂતે જણાવ્યું હતું કે, નંદેસર જીઆઈડીસીના કારણે ભૂગર્ભ જળની આવી હાલત થઈ છે. ઉદ્યોગો દ્વારા પ્રોસેસ કરીને ઇન્ફુયન્ટ કેનાલમાં પાણી છોડવાનું હોય છે, પરંતુ આ રિવર્સ બોર કરીને આ પાણી જમીનમાં જ ઉતારી દે છે. જેના કારણે અમારી અત્યારે આવી પરિસ્થિતિ છે. તંત્ર જ ભ્રષ્ટ થઈ ગયું છે, ખેડૂતો પાયમાલ બન્યા છે. 

અમારા ગામમાં દીકરી દેવા માટે કોઈ તૈયાર નથીઃ સ્થાનિકો
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, સરકાર અને GPCPના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.  અમારા ગામના યુવાનોને નોકરીએ પણ નથી રાખવામાં આવતા. અમારા ગામમાં પાણીની સમસ્યાને કારણે કોઈને દીકરી દેવા માટે તૈયાર નથી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ