બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Retail inflation dips marginally to 6.44 pc in February against 6.52 pc in January: Govt data

ઈકોનોમીના આંકડા / સતત બીજા મહિને ઘટી છૂટક મોંઘવારી, ફેબ્રુઆરીમાં મળી મામૂલી રાહત, હજુ પણ RBI ટોલેરન્સથી ઉપર

Hiralal

Last Updated: 06:02 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાન્યુઆરી 2023ની તુલનામાં તેના બીજા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારીમાં નજીવો ઘટાડો થયો છે જે સારો સંકેત છે.

  • ફેબ્રુઆરી 2023ના છૂટક મોંઘવારીના આંકડા જાહેર 
  • ફેબ્રુઆરીમાં મોંઘવારી ઘટીને થઈ 6.44 ટકા
  • જાન્યુઆરી 2023માં હતી 6.52 ટકા 

ફેબ્રુઆરી 2023 માં રિટેલ ફુગાવાના દરમાં નજીવો ઘટાડો થયો છે, પરંતુ તે હજી પણ આરબીઆઈની સહનશીલતાની મર્યાદાથી ઉપર છે. ફેબ્રુઆરી 2023 માં રિટેલ ફુગાવો 6.44 ટકા રહ્યો હતો. જ્યારે જાન્યુઆરી 2023માં રિટેલ મોંઘવારી દર 6.52 ટકા હતો. ફેબ્રુઆરી 2022માં રિટેલ મોંઘવારી દર 6.07 ટકા હતો.

મોંઘાદાણા અનાજ અને દૂધના ભાવમાં વધારો 
રિટેલ મોંઘવારીમાં ઘટાડાને કારણે ફેબ્રુઆરીમાં ખાદ્યાન્ન મોંઘવારી ઘટીને 5.95 ટકા પર આવી ગઈ છે. જ્યારે જાન્યુઆરીમાં ખાદ્ય મોંઘવારી દર 6 ટકા હતો. ફેબ્રુઆરી 2022 માં ખાદ્ય ફુગાવો 5.85 ટકા રહ્યો હતો. ફેબ્રુઆરીમાં અનાજ અને સંબંધિત ઉત્પાદનોમાં ફુગાવો 16.73 ટકા હતો. દૂધ અને તેની સાથે જોડાયેલી પ્રોડક્ટમાં મોંઘવારી 9.65 ટકા રહી છે. મસાલાના ભાવમાં પણ વધારો થયો છે. મસાલાનો મોંઘવારી દર 20 ટકાથી 20.20 ટકાથી વધુ રહ્યો છે. ફળોમાં ફુગાવો 6.38 ટકા, ઇંડા ફુગાવાનો દર 4.32 ટકા હતો. આ સમયગાળા દરમિયાન શાકભાજી સસ્તા થયા છે. શાકભાજીમાં મોંઘવારી ઘટીને -11.61 ટકા થઈ ગઈ છે. કઠોળનો મોંઘવારી દર 4.09 ટકા રહ્યો છે. પેકેજ્ડ મિલો, નાસ્તા અને મીઠાઈઓમાં ફુગાવો 7.98 ટકા હતો.

લોન મોંઘી થઈ શકે 
રિટેલ ફુગાવો હાલમાં આરબીઆઈની 6 ટકાની ઉપલી મર્યાદાથી ઉપર છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી બંનેમાં રિટેલ ફુગાવો 6 ટકાથી ઉપર રહ્યો છે. જ્યારે નવેમ્બર અને ડિસેમ્બર 2022માં રિટેલ ફુગાવાનો ટોલરન્સ બેન્ડ ઘટીને 6 ટકા પર આવી ગયો હતો. 8 ફેબ્રુઆરી, 2023 ના રોજ, આરબીઆઈએ રેપો રેટમાં એક ક્વાર્ટર ટકાનો વધારો કરીને 6.50 ટકા કર્યો હતો. હવે રિટેલ ફુગાવો ફરી આરબીઆઇના ટોલરન્સ બેન્ડની બહાર પહોંચી ગયો છે ત્યારે લોન મોંઘી થવાની ધારણા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ