બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Research the global temperature rises by 2 degrees Celsius 220 crore people in many countries india and Pakistan will face life-threatening heat.

રિપોર્ટમાં ખુલાસો / દુનિયાના 220 કરોડ લોકો માટે ચિંતાજનક સમાચાર: ભારત-પાકિસ્તાનમાં પડશે મારી નાંખે તેવી ગરમી, હિટસ્ટ્રોક અને હાર્ટઍટેકનો વધશે ખતરો

Pravin Joshi

Last Updated: 03:31 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સંશોધનમાં વધતા તાપમાનને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે વૈશ્વિક તાપમાનમાં બે ડિગ્રીથી વધુનો વધારો થઈ શકે છે. જો આવું થશે તો ભારત અને પાકિસ્તાન સહિત ઘણા દેશોના 220 કરોડથી વધુ લોકો પર ખતરો વધી જશે.

  • વૈશ્વિક તાપમાનને લગતા એક સંશોધનમાં એક ડરામણો ઘટસ્ફોટ 
  • ક્લાઈમેટ ચેન્જના કારણે વૈશ્વિક તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે
  • ઘણા દેશોના 220 કરોડથી વધુ લોકોને વધુ ગરમીનો સામનો કરવો પડશે
  • લોકોમાં હીટસ્ટ્રોક અને હાર્ટ એટેકનો ખતરો નોંધપાત્ર રીતે વધી જશે

વૈશ્વિક તાપમાનને લગતા એક સંશોધનમાં એક ડરામણો ઘટસ્ફોટ થયો છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે જો વૈશ્વિક તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે તો ભારત અને પાકિસ્તાન સહિત ઘણા દેશોના 220 કરોડથી વધુ લોકોને જીવલેણ ગરમીનો સામનો કરવો પડશે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે તાપમાનમાં વધારો થયા બાદ લોકોમાં હીટસ્ટ્રોક અને હાર્ટ એટેકનો ખતરો નોંધપાત્ર રીતે વધી જશે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર ભારત, પૂર્વ પાકિસ્તાન, પૂર્વ ચીન અને સબ-સહારન આફ્રિકામાં સૌથી વધુ ભેજ સાથે ગરમીનો સામનો કરવો પડી શકે છે.

પિગળશે હિમાલય, ડૂબશે શહેરો...: UNએ જાહેર કર્યો કુદરતનો હેલ્થ રિપોર્ટ, ભારત  માટે અત્યંત ચિંતાજનક

હીટવેવનો ખતરો

પીઅર-રિવ્યુડ જર્નલ પ્રોસીડિંગ્સ ઓફ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ (PNAS) માં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, જો તાપમાન વધે છે તો આ દેશોના લોકોને ભેજ સાથે હીટવેવનો સામનો કરવો પડશે. જે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સંશોધન દર્શાવે છે કે હવામાન પરિવર્તનને કારણે વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે. મોટી વાત એ છે કે પૃથ્વીની વૈશ્વિક સપાટીનું તાપમાન પહેલાથી જ લગભગ 1.15 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતથી આ વધારો મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ (CO2) ના પ્રકાશન સાથે જોડાયેલો છે.

Gujarat Temperature | VTV Gujarati

તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે - IPCC

2015 માં 196 દેશોએ આબોહવા પરિવર્તન પર પેરિસ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેનો ધ્યેય વૈશ્વિક તાપમાનના વધારાને પૂર્વ-ઔદ્યોગિક સ્તરોથી 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાનો હતો. જો કે, વિશ્વના અગ્રણી આબોહવા વૈજ્ઞાનિકોની બનેલી સંસ્થા ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC)એ આ અંગે ચેતવણી આપી છે.આ સંસ્થાનું કહેવું છે કે આ સદીના અંત સુધીમાં વિશ્વમાં લગભગ 3 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળશે. 

Topic | VTV Gujarati

આબોહવા પરિવર્તનની વિનાશક અસરો અટકાવવી જોઈએ

આઈપીસીસીએ સૂચન કર્યું છે કે આબોહવા પરિવર્તનની વિનાશક અસરોને રોકવા માટે વિશ્વએ 2019ની સરખામણીમાં 2030 સુધીમાં ઉત્સર્જનમાં અડધો ઘટાડો કરવો પડશે. આ સાથે વૈશ્વિક સરેરાશ તાપમાનમાં વધારો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત થઈ શકે છે. વૈશ્વિક એજન્સીઓ દાવો કરે છે કે છેલ્લા ચાર મહિના જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર રેકોર્ડ પર સૌથી ગરમ રહ્યા છે. ચિંતાની વાત એ છે કે 2023 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બનવાની તૈયારીમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ