બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Rescue operation of fire department personnel for a one-year-old child

ચેતવણીરૂપ કિસ્સો / VIDEO: દોરડો બાંધ્યો, બિલ્ડિંગ પર લટકીને બારીમાંથી મારી એન્ટ્રી: સુરતમાં એક વર્ષના બાળક માટે ફાયર વિભાગના જવાનોનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

Priyakant

Last Updated: 11:57 AM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Rescue Operation News: ફાયર ટીમે ધાબા પર જઈ દોરડા વડે નીચે ઉતરી પહેલા બારીની ગ્રિલ કાપી, બાદમાં દિલધડક રીતે બારીમાંથી રૂમમાં પ્રવેશી બાળકને બહાર કાઢ્યું

  • ફાયર વિભાગનું દિલધડક ઓપરેશન
  • એક બિલ્ડિંગમાં રૂમમાં ફસાયું હતું બાળક
  • બારીમાંથી બાળકનું રેસ્ક્યૂ કરાયું

સુરતમાં એક ચોંકાવનારી અને માતા-પિતા અને પરિવાર માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતમાં એક વર્ષનું બાળકે રૂમને અંદરથી બંધ કરી દેતાં તે અંદર ફસાઈ ગયું હતું. જે બાદમાં પરિવાર પણ ચિંતામાં મુકાઇ ગયા બાદ ફાયર જવાનોએ મોરચો સંભાળ્યો હતો. ફાયરના જવાનોએ દિલધડક રેસ્ક્યૂ કરીને બાળકને હેમખેમ બહાર કાઢ્યો હતો. 

સુરતના હરીપુરાનાં સુખડીયા વાડની એક બિલ્ડિંગમાં બાળક ફસાયું હતું. વિગતો મુજબ એક વર્ષના બાળકે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. જે બાદમાં પરિવારના લોકો ચિંતાતુર બન્યા હતા. આ દરમિયાન ફાયરની ટીમને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ તરફ ફાયર જવાનોએ ધાબા પરથી દિલધડક રીતે બારીમાં પ્રવેશી બાળકની રેસ્ક્યૂ કર્યું હતું. 

ફાયર જવાનોએ કર્યું દિલધડક રેસ્ક્યું
બિલ્ડિંગમાં એક રૂમમાં એક વર્ષનું બાળકને બચાવવા ફાયરની ટીમે દિલધડક રેસ્ક્યું કર્યું હતું. જેમાં ફાયર ટીમે ધાબા પર જઈ દોરડા વડે નીચે ઉતરી પહેલા બારીની ગ્રિલ કાપી હતી. જે બાદમાં દિલધડક રીતે બારીમાંથી રૂમમાં પ્રવેશી બાળકને બહાર કાઢ્યું હતું. આ તરફ માસૂમને બહાર કાઢતા પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી હતી. નોંધનીય છે કે, આ સમગ્ર દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન ઘાંચી શેરીના ફાયરના જવાનોએ પાર પાડ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ