બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rescue in Saurashtra by NDRF-SDRF team amid rainy conditions

મેઘકહેર / NDRF-SDRFની ટીમોએ સૌરાષ્ટ્રમાં રેસ્ક્યૂનો સંભાળ્યો મોરચો, જુઓ દિલધડક રેસ્ક્યૂના વીડિયો

Kishor

Last Updated: 10:37 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર મેઘકહેર સર્જાતા NDRF અને SDRFની 6 ટીમો સ્ટેન્ડ બાય રખાઈ છે. આ ટીમના જવાનો દ્વારા અટવાયેલા લોકોને બચાવવા રેસ્ક્યુ હાથ ધરાયુ હતું.

  • ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં NDRF અને SDRF6 ટીમો સ્ટેન્ડ બાય 
  • ગીર સોમનાથ, જૂનાગઢમાં અટવાયેલાં લોકોનું રેસ્ક્યુ
  • બાળકો વૃદ્ધો અને મહિલાઓનું રેસ્ક્યુ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે વધુ એક વખત ગુજરાતમાં મેઘાવી માહોલ છવાયો છે. જામનગર, ભાવનગર સહિતના સૌરાષ્ટ્ર ગુજરાતના અમુક વિસ્તારોને રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામા આવ્યા છે. તેવામાં સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર મેઘકહેર સર્જાતા લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે વિપત્ત વેળાએ સૌરાષ્ટ્રમાં NDRF અને SDRF ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેના જવાનો દ્વારા જૂનાગઢ, ગિર સોમનાથમાં અટવાયેલાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 


ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ 6 ટીમે સ્ટેન્ડ બાય કરવામાં આવી

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે એનડીઆરએફની એક ટીમ મોકલાય છે. જ્યારે હાલ ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ 6 ટીમો સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. જૂનાગઢથી NDRF ની એક ટીમ ગીર સોમનાથ મોકલવામાં આવી હતી. આ ઉપરાંત કચ્છ, નવસારી, વલસાડ, અમરેલી, રાજકોટમાં પણ NDRF ની ટીમ સ્ટેન્ડ બાય રખાય છે. ત્યારે ગીર સોમનાથમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ વચ્ચે સોમનાથ બાયપાસ ઉપર આવેલ સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જતા બાળકો વૃદ્ધો અને મહિલાઓ ફસાઈ હતી. જે મામલે NDRF ને જાણ કરાતા ટીમ તાત્કાલિક દોડી જઈ અને અસરગ્રસ્તોનું રેસક્યુ કર્યું હતું. 

ડિવાઇડર તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો

એનડીઆરએફના 25 જવાનો દ્વારા જિલ્લામાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી સ્થાનિક તરવૈયાઓની મદદથી કામગીરી હાથ ધરાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.વધુમાં વેરાવળ સોમનાથ હાઇવે પર પાણી ભરાયા હતા. જેને લઈને લોકો ફસાયા હતા ત્યારે ડિવાઇડર તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો અને લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.


50 જેટલા અસરગ્રસ્તોનું હોડી મારફતે રેસ્ક્યુ

આ ઉપરાંત જૂનાગઢના માંગરોળના શેરીયાઝ ગામની વાડીમાં પણ કેટલાક લોકો પૂરની પરિસ્થિતિ વચ્ચે ફસાયા હતા. આ બાબતે મામલતદારને જાણ કરાતા માંગરોળ મામલતદાર ની ટીમ તેમજ ગામના આગેવાનો હોડી લઈ દોડી આવ્યા હતા જ્યાં 50 જેટલા અસરગ્રસ્તોનું  હોડી મારફતે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડયા હતા.

160 લોકોનું સ્થળાંતર

બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે વેરાવળમાં NDRFની ટીમ તૈનાત છે. આવી પરિસ્થિતિ વચ્ચે ભાલકામાં NDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. જ્યા અટવાયેલા 160 લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.તો વેરાવળ, સોમનાથના ભાલપરા વિસ્તારમાં 3 થી 4 ફૂટ પાણી ભરાતા બે ગાય ફસાઈ હતી. જેનું પણ NDRFની ટીમે રેસ્ક્યુ કર્યુ હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ