બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Relief from heat for 5 days in the country, rain will fall from MP-UP to Bihar

આગાહી / દેશમાં 5 દિવસ ગરમીથી રાહત, MP-UPથી લઈને બિહાર સુધી પડશે વરસાદ, IMDનું લેટેસ્ટ અપડેટ

Priyakant

Last Updated: 07:29 AM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Today Weather Update News: IMDએ તેના લેટેસ્ટ બુલેટિનમાં કહ્યું છે કે, આગામી પાંચ દિવસ સુધી દેશના વિવિધ ભાગોમાં વરસાદ જોવા મળશે

  • હવામાન વિભાગ દ્વારા ઉનાળાની ગરમીથી પરેશાન લોકો માટે સારા સમાચાર
  • આગામી પાંચ દિવસ સુધી દેશના વિવિધ ભાગોમાં વરસાદ જોવા મળશે: IMD 
  • ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 45ની નજીક પહોંચી ગયું હતું
  • હવે વરસાદની આગાહીથી ગરમીમાંથી રાહત મળવાની સંભાવના

હવામાન વિભાગ દ્વારા ઉનાળાની ગરમીથી પરેશાન લોકો માટે સારા સમાચાર આપ્યા છે. વાત જાણે એમ છે કે, IMDએ તેના લેટેસ્ટ બુલેટિનમાં કહ્યું છે કે, આગામી પાંચ દિવસ સુધી દેશના વિવિધ ભાગોમાં વરસાદ જોવા મળશે. જુદા જુદા ભાગોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે ગરમીમાંથી રાહત મળવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 45ની નજીક પહોંચી ગયું હતું. પરંતુ હાલમાં મહત્તમ તાપમાન સરેરાશથી નીચે રહેવાની શક્યતા છે.

IMD અનુસાર દેશના કોઈપણ ભાગમાં હીટ વેવની કોઈ શક્યતા નથી. રાજધાની દિલ્હીના હવામાનની વાત કરીએ તો આખા સપ્તાહમાં વધુ ઝરમર વરસાદ પડવાની શક્યતા છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળશે. ખાસ કરીને સવાર અને સાંજનું વાતાવરણ હાલ પૂરતું ખુશનુમા રહેશે. બીજી તરફ બુધવારે દિલ્હીનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાયું હતું. ગુરુવારે દિલ્હીના વિવિધ ભાગોમાં તેજ પવન સાથે ઝરમર વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે.

બિહારના કેવી છે હવામાનની સ્થિતિ ? 
હાલમાં બિહારમાં ખૂબ જ ગરમ વાતાવરણ છે. પરંતુ હવે આ ગરમીમાંથી થોડી રાહત મળવાની છે. 29 અને 30 એપ્રિલથી તાપમાનમાં ઘટાડો થવાનો છે. આ દરમિયાન વાવાઝોડા અને વરસાદને લઈને 19 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પટના, ગયા, નાલંદા, નવાદા, શેખપુરા, રોહતાસ, બક્સર અને અન્ય જિલ્લાઓમાં વાવાઝોડા, વરસાદ અને તેજ પવનને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

યુપીમાં થશે રાહતનો વરસાદ 
ઉત્તર પ્રદેશના હવામાનની વાત કરીએ તો અહીં હવામાનમાં બદલાવની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આ સપ્તાહથી મેના પ્રથમ સપ્તાહ સુધી લોકોને ગરમીથી રાહત મળવાની છે. હાલમાં અહીં હીટવેવની કોઈ શક્યતા નથી. બાદલ 28 એપ્રિલથી યુપીમાં ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યા છે. 29 અને 30 એપ્રિલે વરસાદની સંભાવના છે. જેના કારણે અહીં તાપમાનમાં ફેરફાર જોવા મળશે.

અન્ય રાજ્યોમાં કેવી છે સ્થિતિ ? 
હવામાન વિભાગે બુધવારે કહ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશમાં બુધવારે સાંજથી તેની અસર દેખાવા લાગી. રાજધાની ભોપાલ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો. આ સાથે IMDએ આ ત્રણ સ્થળોએ કરા પડવાની ચેતવણી પણ જાહેર કરી છે. આ સિવાય આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં પાંચ દિવસમાં હળવા વરસાદની શક્યતા છે. કેરળની વાત કરીએ તો અહીં 30 સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ