બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Relatives got jobs in Baroda Dairy MLA Ketan Inamdar raised the issue in Gandhinagar

આરોપનો ઊભરો / બરોડા ડેરીમાં સગા સંબંધીઓને લાગવગથી મળી નોકરી!, MLA કેતન ઇનામદારે ગાંધીનગરમાં ગજવ્યો મુદ્દો, તપાસના આદેશ

Kishor

Last Updated: 07:52 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર ઉપરાંત ડિરેક્ટરના સગા સંબંધીઓને નોકરી પર રખાયાના આક્ષેપને લઈને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ગાંધીનગર  લેખિતમાં રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે.

  • બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો મામલો પહોંચ્યો ગાંધીનગર 
  • બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર મામલે સહકાર મંત્રીને લેખિતમાં રજૂઆત
  • સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કરી લેખિતમાં રજૂઆત 

બરોડા ડેરીના વહીવટમાં ગેરરીતિની રાવને લઇને વખત ડેરી ચર્ચામાં આવી છે. આવી સ્થિતિ વચ્ચે વધુ એક વખત બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનોની રજુઆતને લઈને સમગ્ર મામલો ગાંધીનગર પોહોંચ્યો છે. ભ્રષ્ટાચાર અંગે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે સહકાર મંત્રીને લેખિત રજૂઆત કરી છે. વધુમાં ડિરેક્ટરના સગા સંબંધીઓને નોકરી પર રખાવામાં આવ્યા હોવાના ધગધગતા આક્ષેપો.લાગ્યા છે. તો બીજી બાજુ રજૂઆતને લઈને સહકાર મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.

16 જેટલા મુદ્દાને લઈ કરાઈ રજુઆત

બરોડા ડેરી ફરી એક વાર ભાષ્ટાચાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે ડેરી વહીવટ અંગે પોતાના લેટરપેડ ઉપર નામ જોગ રજુઆત કરી તપાસની માંગ ઉઠાવી છે. જેમાં તેમણે કહ્યું કે ડેરીના વહીવટદારોએ સત્તાનો દુરુપયોગ કરી પોતાના ભત્રીજા, ભાણેજ સહિતનાઓને નોકરીએ લગાડી દીધાના કિસ્સાઓ ધ્યાને આવ્યા છે. સહિતની કુલ 16 મુદ્દાને લઈને લેખિત રજૂઆત કરી ગંભીર આક્ષેપો કર્યા છે. 


ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશ

બરોડા ડેરીના ડિરેક્ટર વિરુદ્ધ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને રજુઆત અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. બીજી બાજુ રજૂઆતને ધ્યાને લઈને સહકાર મંત્રી દ્વારા તાત્કાલિક તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈને ડેરીના સત્તાધારીઓની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.


બે દિવસ અગાઉ બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ મામાએ આપ્યું હતું રાજીનામું

મહત્વનું છે કે બે દિવસ અગાઉ બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ મામાનું રાજીનામું બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ પટેલે રાજીનામું આપ્યું હતું.તેઓએ સ્વેચ્છાએ અને રાજીખુશીથી હોદ્દા પરથી બરોડા ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને રાજીનામું આપ્યું હતું. જેમાં પોતાના કાર્યકાળ દરમિયાન સહકાર આપનાર લોકોનો આભાર માન્યો હતો. તેમણે અગાઉ પણ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતુ ત્યારબાદ પાદરા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ