બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Records stolen from District Panchayat office in Jamnagar

કરંટ હવે લાગ્યો? / વાહ રે તંત્ર.! એક-બે નહીં ટ્રેક્ટર ભરીને ફાઈલોની ચોરી, જામનગર જિલ્લા પંચાયતની અજીબ ઘટના, કોની મેલીમૂરાદ?

Dinesh

Last Updated: 10:53 PM, 30 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર જિલ્લા પંચાયતની કચેરીમાંથી એક-બે નહીં પરંતુ બે હજાર જેટલી ફાઇલોની ચોરી થઇ હોવાની વાત બહાર આવતાં ખકળભળાટ મચી, તાત્કાલિક તપાસના આદેશ આપ્યા

  • જિલ્લા પંચાયતમાં ફાઈલો ચોરીની ઘટના
  • અંદાજે 2 હજાર ફાઈલોની ચોરી થઈ
  • રાત્રીના સમયે ટ્રેક્ટર ભરી કરી ચોરી


જામનગરમાં જિલ્લા પંચાયતની કચેરીમાંથી એક-બે નહીં પરંતુ બે હજાર જેટલી ફાઇલોની ચોરી થઇ હોવાની વાત બહાર આવતાં ખકળભળાટ મચી જવા હોવાનું સામે આવ્યું છે. તમને જાણીને નવાઇ લાગશે કે, આ કચેરીમાં સીસીટીવી ઉપરાંત સિક્યોરિટીથી સુસજ્જ છે, છતાં રાત્રીના સમયે ટ્રેક્ટર ભરી અગત્યના દસ્તાવેજો કોઈક ઉપાડી ગયા હતા, સરકારી કચેરીમાં આ રીતે રેકર્ડ ગુમ થવાથી સિક્યોરિટી, અધિકારીઓ સહિતની મોટી બેદરકારી સામે આવી છે. આજથી બે મહિના પહેલાં ટ્રેક્ટરમાં કોઇ શખ્સ ઇલેક્ટ્રીક વિભાગના રેકોર્ડ રૂમમાંથી સંખ્યાબંધ ફાઈલો ઉઠાવી ગયો હોવાનું સામે આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ દ્વારા તપાસના આદેશો કરાયા આ મામલે સી.ટી.એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની પણ સૂચના આપી છે.

DDO વિકાશ ભારદ્વાજ દ્વારા કરાઈ ફરિયાદ
જામનગર જિલ્લા પંચાયતમાં બાંધકામ વિભાગ હેઠળના ઈલેક્ટ્રીક વિભાગની રેકર્ડની ફાઈલ માટે એક અલગ રેકર્ડ રૂમ આવેલો છે, જેમાં વર્ષોથી તમામ સાહિત્ય અકબંધ રાખવામાં આવ્યું છે. જે રેકર્ડ રૂમમાંથી કોઈ પ્રકરણમાં નાયબ કાર્યપાલક ઇજનરે તાજેતરમાં કેટલીક ફાઈલો મંગાવી હતી, જે દરમિયાન રેકર્ડ રૂમમાં સંખ્યાબંધ ફાઈલો ગુમ થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી સમગ્ર મામલો જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લઈ જવામાં આવ્યો હતો. આ વાત સાંભળી જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ પણ ચોંકી ગયા હતા અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા, અને આ મામલે સી.ટી.એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની પણ સૂચના આપી હતી.

સી.ટી.એ ડિવિઝન પોલીસને કામગીરી હાથ ધરી
સમગ્ર મામલે એવી પણ ચર્ચાઓ વહેતી થઇ છે કે બે મહિના પહેલાં કેટલાક શખ્સો રાત્રિના સમયે જિલ્લા પંચાયતની કચેરીમાં આવ્યાં હતા, અને ઈલેક્ટ્રીક વિભાગના રેકોર્ડ રૂમમાંથી ફાઈલો ઉઠાવી ગયા હતા. સરકારી કચેરીમાં આ રીતે રેકર્ડ ગુમ થવાથી સિક્યોરિટી, અધિકારીઓ સહિતનાઓની મોટી બેદરકારી સામે આવી છે. જો કે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થયા બાદ સમગ્ર હકીકત અને કોની કોની મેલીમૂરાદ છે તે સામે આવી શકે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ