બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Record-breaking depreciation in the rupee! It also crossed the level of 83.08 against the US dollar

Rupee VS Dollar / રૂપિયામાં રેકૉર્ડબ્રેક ઘસારો! અમેરિકન ડોલરની સામે 83.08 નું લેવલ પણ વટાવ્યું

Priyakant

Last Updated: 12:18 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્લૂમબર્ગે જણાવ્યું હતું કે, ડોલર સામે 83.0925 પર ખુલ્યા બાદ રૂપિયો હવે 83.1212ના નીચલા સ્તરના નવા રેકોર્ડને સ્પર્શી રહ્યો છે

  • ભારતીય રૂપિયો ડોલર સામે ફરી નીચલી સપાટીએ પહોંચ્યો
  • રૂપિયાએ અમેરિકન ડોલરની સામે 83.08 નું લેવલ પણ વટાવ્યું 
  • રૂપિયો હવે 83.1212ના નીચલા સ્તરના નવા રેકોર્ડને સ્પર્શી રહ્યો

ભારતીય રૂપિયો ડોલર સામે ફરી નીચલી સપાટીએ પહોંચ્યો છે. અમેરિકી ડોલર સામે રૂપિયો 83.08 પર પહોંચી ગયો છે. આ અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. બ્લૂમબર્ગે જણાવ્યું હતું કે, ડોલર સામે 83.0925 પર ખુલ્યા બાદ રૂપિયો હવે 83.1212ના નીચલા સ્તરના નવા રેકોર્ડને સ્પર્શી રહ્યો છે. બુધવારે પણ ડોલર સામે રૂપિયો 82 રૂપિયા 95 પૈસાના નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો.

મહત્વનું છે કે, અગાઉ 16 ઓક્ટોબરે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, રૂપિયાએ ઉભરતા બજારના અન્ય ચલણોને પાછળ રાખી દીધા છે. મંત્રીની ટિપ્પણી રૂપિયો 82.69ની સર્વકાલીન નીચી સપાટીએ ગબડ્યાના કેટલાક દિવસો બાદ આવી છે. ભારતીય ચલણના ઘટાડા અંગે વાત કરતાં સીતારમણે કહ્યું હતું કે, ડોલર મજબૂત થવાને કારણે આવું થયું છે. તેમણે કહ્યું કે રૂપિયાનું અવમૂલ્યન નથી થઈ રહ્યું.

શું કહ્યું હતું નિર્મલા  સિતારમણે ? 

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, હું તેને રૂપિયામાં ઘટાડાના રૂપમાં નહીં, પરંતુ ડૉલરના સતત મજબૂતી તરીકે જોઉં છું. સીતારમણે જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કે ત્યાં વધુ પડતી અસ્થિરતા ન હોય અને ભારતીય ચલણના મૂલ્યને પુનઃપ્રાપ્ત કરવા માટે કોઈ બજાર હસ્તક્ષેપ ન થાય. ઈન્ટરનેશનલ મોનેટરી ફાઈનાન્સ કમિટી (IMFC)ને સંબોધતા સીતારમણે કહ્યું હતું કે, ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 23 સપ્ટેમ્બર 2022 સુધીમાં $537.5 બિલિયન હતું, જે અન્ય સમકક્ષ અર્થતંત્રો કરતાં વધુ સારું છે. યુએસ ડૉલરની મજબૂતીને કારણે મૂલ્યાંકનમાં ફેરફાર આ શેરમાં બે તૃતીયાંશ ઘટાડા માટે ફાળો આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ