બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Reconciliation between Sahdev Sinh Jadeja and former MLA Jayraj Sinh Jadeja

રાજકોટ / જયરાજસિંહ અને સહદેવસિંહ એક થયા બાદ ગોંડલમાં સમાધાનનો દોર, વધુ એક ગામમાં જુઓ શું નિર્ણય લેવાયો

Malay

Last Updated: 02:24 PM, 14 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાના સમાધાન બાદ હવે ભુણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોનું પણ સમાધાન થયું છે.

 

  • સહદેવસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન
  • ભુણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોનું પણ સમાધાન
  • રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વચ્ચે જૂથવાદ યથાવત

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા એક થયા બાદ ગોંડલમાં સમાધાનનો દોર યથાવત છે. સહદેવસિંહ બાદ ભુણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોનું પણ સમાધાન થયું છે. 

ભુણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોનું પણ સમાધાન
ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો વિધાનસભાની ચૂંટણી વખતે જોરદાર ગરમાયો હતો. ત્યારે હવે જયરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જૂથ વચ્ચે સમાધાન થયું છે. તમને જણાવી દઈએ કે, રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ છે. ચૂંટણી સમય બંન્ને ક્ષત્રિય જૂથ વચ્ચે તંજ ખેચાયા હતા પરંતુ જે બાદ જયરાજસિંહ અને સહદેવસિંહના વલણ ધીમા પડતા એકબીજાનું સમાધાન થયું હતું. તેમના સમાધાન બાદ ભુણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોનું પણ સમાધાન થયું છે. જોકે, રીબડા અનિરૂદ્ધસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે જૂથવાદ યથાવત છે.

અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા સામ-સામે
રાજકોટના ગોંડલ બેઠક પર વિધાનસભાની ચૂંટણીને લઈ માહોલ ગરમાયો હતો અને ક્ષત્રિય આગેવાનોમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો હતો. ગોંડલમાં ભાજપની ટિકિટ મુદ્દે મહારમખાણ સર્જાયું હતું અને જયરાજસિંહ જુથ અને અનિરુદ્ધસિંહ જુથ વચ્ચે ખુલ્લેઆમ ધમકીઓનો દોર શરૂ થઈ ગયો હતો. ચૂંટણી પહેલા રીબડા જૂથે રાજદીપસિંહ જાડેજા, સહદેવસિંહ અને જયંતિ ઢોલ માટે ટિકિટ માગી હતી, જેની સામે જયરાજસિંહે તેમના દીકરા અને પત્ની માટે ટિકિટની દાવેદારી કરી હતી.

ભાજપે ગીતાબાને કર્યા હતા રિપીટ
આ મામલે વિવાદ વકર્યા બાદ બાદ સહદેવસિંહ જાડેજાને ક્ષત્રિય સમાજના પ્રમુખ પદેથી હટાવતા રાજકારણ ગરમાયું હતું. ભાજપે જયરાજસિંહ જૂથ પર ભરોસો યથાવત રાખ્યો હતો અને જયરાજસિંહ પત્ની ગીતાબા જાડેજાને ફરી ટિકિટ આપી હતી. જે બાદ વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજાનો વિજય થયો હતો. 

જયરાજસિંહ-સહદેવસિંહ વચ્ચે સમાધાન
ચૂંટણીના પરિણામ બાદ જયરાજસિંહ જૂથે અને સહદેવસિંહ જૂથે એકબીજા સાથે સમાધાન કરી લીધું હતું. આ સમાધાનથી રિબડા જૂથને પણ મોટો ફટકો પડ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ