બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / RBI's official announcement ended the long-running debate, will demonetisation put a stop to black money?

મહામંથન / RBI ની સત્તાવાર જાહેરાતથી ઘણા સમયથી ચાલતી ચર્ચાનો આવ્યો અંત, નોટ બંધ કરવાથી કાળા નાણાં પર બ્રેક લાગશે ખરી?

Vishal Khamar

Last Updated: 10:33 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે RBIના મહત્વના નિર્ણયની ચર્ચા કરવી જ રહી. રિઝર્વ બેંકે 2 હજારની નોટને છાપવાનુ સત્તાવાર રીતે બંધ કર્યુ છે. 30 સપ્ટેમ્બર 2023 સુધી અગર જો કોઈ પાસે 2 હજારની નોટ હોય તો તે બેંકમાં જમા કરાવી શકશે.

2 હજારની નોટને લઈને લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. લાંબા સમયથી 2 હજારની નોટનું છાપકામ બંધ કરી દેવામાં આવ્યું છે. RBIનું સૌથી મહત્વનું ઓબ્ઝર્વેશન એ હતું કે રોજબરોજના વ્યવહારમાં લોકો પણ 2 હજારની નોટનો ઉપયોગ કરતા બંધ થયા છે. આમ પણ અર્થનીતિના જાણકારો એવું કહે છે કે વિકસિત દેશ પોતાનું ચલણ હંમેશા નાનુ રાખે છે. ત્યારે 2 હજારની નોટને સમય રહેતા બંધ કરવાનું પગલું દેશના અર્થતંત્ર માટે કેટલું ફાયદાકારક સાબિત થશે.

  • અત્યારે 2 હજારની નોટ માન્ય રહેશે
  • બેંકની બ્રાંચમાં જઈને 2 હજારની નોટ બદલી શકાશે
  • 23 મે 2023થી આ પ્રક્રિયા શરૂ થશે

હવે ગ્રાહકોએ શું કરવું પડશે?
અત્યારે 2 હજારની નોટ માન્ય રહેશે. બેંકની બ્રાંચમાં જઈને 2 હજારની નોટ બદલી શકાશે. 23 મે 2023થી આ પ્રક્રિયા શરૂ થશે. એક સમયે 20 હજારની મૂલ્યની જ 2 હજારની નોટ બદલી શકાશે. 30 સપ્ટેમ્બર 2023 સુધી 2000ની નોટ બેંકમાં બદલી શકાશે. 30 સપ્ટેમ્બર પછી અમાન્ય થશે ચલણી નોટ. બેંકોએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે નિયત સમય મર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ થાય. RBI પણ પ્રાદેશીક કચેરીએ આ વ્યવસ્થા પૂરી પાડશે.

  • 8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધી લાગુ કરાઈ હતી
  • સરકારે 500 અને 1 હજારની નોટ બંધ કરીને 500 અને 2 હજારની નોટ જાહેર કરી હતી
  • કાળા નાણા પર બ્રેક લગાવવા માટે નોટબંધી લાગુ કરાઈ હતી 

2 હજારની નોટ બંધ કેમ કરવી પડી? 
8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધી લાગુ કરાઈ હતી. સરકારે 500 અને 1 હજારની નોટ બંધ કરીને 500 અને 2 હજારની નોટ જાહેર કરી હતી. કાળા નાણા પર બ્રેક લગાવવા માટે નોટબંધી લાગુ કરાઈ હતી. નોટબંધી બાદ પણ 2 હજારની નોટ છપાતા કાળુ નાણાની ફરિયાદો વધી છે.  2 હજારની નોટ ઓછી જગ્યા રોકતી હોવાથી સંગ્રહખોરી વધી હતી. RBIને પણ સંગ્રહખોરો અંગે અનેક ફરિયાદો મળતી હતી.  ફરી એકવાર કાળા નાણા પર બ્રેક લગાવવા 2 હજારની નોટ કરી બંધ. 30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટ બેંકમાં બદલાવી શકાશે.

  • 1 હજાર રૂપિયાની જગ્યાએ 2 હજાર રૂપિયાની નોટ અસ્તિત્વમાં આવી
  • 2000ની નોટ અસ્તિત્વમાં આવ્યા બાદ જ ચર્ચામાં હતી
  • 2018-2019માં RBIએ 2 હજારની નોટ છાપવાનુ બંધ કર્યું હતું

 2 હજારની નોટ, અત્યાર સુધી શું થયું?
8 નવેમ્બર 2016ના રોજ કેન્દ્ર સરકારે નોટબંધી લાગુ કરી હતી. સરકારે તત્કાલ અસરથી 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ બંધ કરી હતી. 500 રૂપિયાની નવી નોટ અસ્તિત્વમાં આવી. સાથે જ 1 હજાર રૂપિયાની જગ્યાએ 2 હજાર રૂપિયાની નોટ અસ્તિત્વમાં આવી. 2000ની નોટ અસ્તિત્વમાં આવ્યા બાદ જ ચર્ચામાં હતી. 2018-2019માં RBIએ 2 હજારની નોટ છાપવાનુ બંધ કર્યું હતું. માર્ચ 2018 સુધીમાં માર્કેટમાં 6.73 લાખ કરોડના મૂલ્યની 2 હજારની નોટ હતી. RBIએ એ વાત પણ ધ્યાને લીધી કે નાણાંકીય વ્યવહારમાં 2000ની નોટનો ઉપયોગ ઘટ્યો. RBIએ ક્લીન નોટ પોલીસી અંતર્ગત 2 હજારની નોટનું ચલણ બંધ કર્યું.

 2000ની નોટ બંધ 

આ છે મહત્વના કારણ

  • કાળુ નાણું રાખવા માટે 2000ની નોટનો ઉપયોગ વધ્યો હતો
  • હવે 2000ની નોટ બંધ થતા ફરી કાળુ નાણું બહાર આવી શકે છે
  • 2016માં જયારે 500-1000ની નોટ બંધ થઈ ત્યારે આતંકી ફંડિંગ પર બ્રેક લાગી
  • સમય જતા આતંકી ફંડિંગ, મની લોન્ડરિંગમાં 2000ની નોટનો ઉપયોગ વધ્યો
  • હવે 2000ની નોટ બંધ થતા ટેરર ફંડિંગ, મની લોન્ડરિંગ ઉપર રોક લાગી શકે છે
  • 2000ની નકલી નોટનું છાપકામ વધી ગયું હતું 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ