બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 10:01 AM, 18 November 2023
ADVERTISEMENT
અનેક લોકો નાણાંકીય જરૂરિયાત પૂર્ણ કરવા માટે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ભારતીય બેન્ક અને નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન જેવા અનસિક્યોર્ડ લોન જાહેર કરે છે. ક્રેડિટ કાર્ડ બનાવવાનું અને પર્સનલ લોન લેવી મુશ્કેલ થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેન્કે નિયમોમાં ફેરફાર કર્યો છે. RBIએ બેન્ક અને નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીના અનસિક્યોર્ડ લોન પોર્ટફોલિયોના નિયમોમાં ફેરફાર કર્યો છે.
RBI નિયમ
RBIના નિયમ અનુસાર બેન્ક અને નોન બેન્કિંગ કંપનીઓએ અનસિક્યોર્ડ લોન પોર્ટફોલિયો માટે અલગથી વધુ મૂડી રાખવી પડશે. આ મૂડી અગાઉ કરતા 25 ટકા વધુ હશે. બેન્ક અને નોન બેન્કિંગ કંપનીઓ તરફથી 10 ટકા અલગ મૂડી રાખવામાં આવતી હતી અને હવે 125 ટકા મૂડી અલગથી રાખવાની રહેશે, બેન્કોએ 5 લાખ રૂપિયાની પર્સનલ લોન આપી હોય તો તે માટે 5 લાખ રૂપિયા અલગથી રાખવામાં આવતી હતા. હવે બેન્ક પાંચ લાખ રૂપિયાની લોન આપશે તો 6 લાખ 25 હજાર રૂપિયા અલગથી રાખવા પડશે.
ADVERTISEMENT
નિયમોમાં ફેરફાર શા માટે કરવામાં આવ્યો?
છેલ્લા ઘણા સમયથી પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડમાં વધારો થઈ રહ્યો છે. ઉપરાંત ડિફોલ્ટના કેસ પણ સામે આવી રહ્યા છે. યોગ્ય સમયે પેમેન્ટ કરવામાં આવતું નથી. જેથી RBIએ આ નિયમોમાં ફેરફાર કર્યો છે.
ગ્રાહકો પર અસર
નિયમોમાં ફેરફાર થવાથી બેન્ક અને નોન બેન્કિંગ કંપનીઓએ અનસિક્યોર્ડ લોન પોર્ટફોલિયો માટે અલગથી વધુ મૂડી રાખવી પડશે. જેથી બેન્ક અને નોન બેન્કિંગ કંપનીઓ પાસે અનસિક્યોર્ડ લોન માટે ઓછા પૈસા બાકી રહેશે અને ગ્રાહકોને આ પ્રકારની લોન લેવામાં સમસ્યા થઈ શકે છે. બેન્ક અને ABFC કેટલાક ક્રાઈટેરિયા પણ નક્કી કરી શકે છે.
કઈ લોન પર નિયમ લાગુ નહીં થાય
અનસિક્યોર્ડ લોનમાં પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ હોય છે. સિક્યોર્ડ લોનમાં હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન અને પ્રોપર્ટી લોન હોય છે. આ કારણોસર આ લોન સિક્યોર્ડ લોન હોય છે, જેના બદલામાં બેન્ક પાસે કંઈક ગીરવે રાખવામાં આવે છે. આ નિયમ માત્ર અનસિક્યોર્ડ લોન પર લાગુ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT