બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / ravivar upay do these 5 measures on sunday for success money and prosperity

ઉપાય / રવિવારના દિવસે કરો આ પાંચ ઉપાય, મનોકામના પૂર્ણ થવાની સાથે જે કામ અટકેલું હશે તે પણ થઈ જશે

Manisha Jogi

Last Updated: 12:19 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યદેવની કૃપાથી જીવનમાં ખૂબ જ પ્રગતિ થાય છે અને આરોગ્ય તંદુરસ્ત રહે છે. કુંડળીમાં સૂર્ય મજબૂત હોય તો જીવનમાં સુખ, સંપત્તિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે.

  • સૂર્યદેવને ગ્રહોના રાજા કહેવામાં આવે છે
  • સૂર્યદેવની કૃપાથી જીવનમાં ખૂબ જ પ્રગતિ થાય છે
  • સૂર્યદેવતાને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય

રવિવારના દિવસે સૂર્યદેવતાની આરાધના કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યદેવને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્યદેવની કૃપાથી જીવનમાં ખૂબ જ પ્રગતિ થાય છે અને આરોગ્ય તંદુરસ્ત રહે છે. કુંડળીમાં સૂર્ય મજબૂત હોય તો જીવનમાં સુખ, સંપત્તિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. સૂર્ય નબળો હોય તો વ્યક્તિ હંમેશા બીમાર રહે છે અને જે કામ થતું હોય તે પણ થતું નથી. રવિવારના દિવસે કેટલાક ખાસ કામ કરવાથી આ તમામ સમસ્યા દૂર થાય છે. 

રવિવાર ઉપાય

  • રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડા પહેરો, ત્યાર પછી સૂર્ય દેવતાને અર્ઘ્ય અર્પણ કરો. અર્ઘ્ય અર્પણ કરતા સમયે 'ओम सूर्याय नमः ओम वासुदेवाय नमः ओम आदित्य नमः' મંત્રનું ઉચ્ચારણ કરો. જેથી સૂર્યદેવતા પ્રસન્ન થશે અને તમામ મનોકામના પૂર્ણ થશે. 
  • રવિવારે ઘરના બહારના દરવાજાની બંને બાજુએ દેશી ઘીનો દીવો કરો. આ પ્રકારે કરવાથી માઁ લક્ષ્મી અને સૂર્યદેવતા પ્રસન્ન થાય છે. ધન પ્રાપ્તિ માટે આ ઉપાયને ઉત્તમ માનવામાં આવે છે. 
  • રવિવારે ચંદનનો તિલક કરીને ઘરની બહાર નીકળવું જોઈએ. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી જે પણ કામ માટે જાવ છો, તે કામ જરૂરથી પૂર્ણ થાય છે. રવિવારે લાલ રંગના કપડા પહેરવાને શુભ માનવામાં આવે છે. 
  • દાન કરવા માટે રવિવારનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે સૂર્યદેવતાને પ્રસન્ન કરવા માટે ગોળ, દૂધ, ચોખા અને કપડાંનું દાન કરો. આ પ્રકારે કરવાથી કોઈપણ કામમાં અડચણ આવતી નથી અને સફળતા પ્રાપ્ત થાય છે. 
  • રવિવારે વહેતા પાણીમાં ગોળ અને ચોખા મિશ્ર કરીને વહાવી દેવું તે શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવાથી સૂર્યદેવતાની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ અટકેલા કામ પૂર્ણ થાય છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ