બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ravivar remedies in sunday do these easy measures to get surya dev blessings

Ravivar Upay / દર રવિવારે શરૂ કરી દો આ ઉપાય: ખુદ સામે ચાલીને આવશે ખુશીઓ, સૂર્યની જેમ ચમકશે ભાગ્ય

Bijal Vyas

Last Updated: 01:42 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારના દિવસે જ્યોતિષ શાસ્ત્રમાં વ્રત વગેરે વિશે જણાવવામાં આવ્યુ છે. આ દિવસે સંતાનની આયુ અને સ્વાસ્થ્ય માટે રવિવારનું વ્રત રાખવામાં આવે છે

  • સૂર્ય દેવ દરેક મનોકામના ઝડપથી પૂર્ણ કરે છે
  • રવિવારના દિવસે જ્યોતિષ શાસ્ત્રમાં વ્રત વગેરે વિશે જણાવવામાં આવ્યુ છે
  • સકારાત્મકતાથી ભરપૂર રહેવા માટે રવિવારે સ્નાન વગેરે કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવો

Ravivar Upay:જ્યોતિષ શાસ્ત્રમાં દરેક દિવસ કોઇને કોઇ દેવી-દેવતાને સમર્પિત છે. તમાં રવિવારના દિવસે સૂર્ય દેવની પૂજા કરવાથી વ્યક્તિને નિરોગી કાયા પ્રાપ્ત થાય છે. એટલુ જ નહીં, રવિવારના દિવસે જ્યોતિષ શાસ્ત્રમાં વ્રત વગેરે વિશે જણાવવામાં આવ્યુ છે. આ દિવસે સંતાનની આયુ અને સ્વાસ્થ્ય માટે રવિવારનું વ્રત રાખવામાં આવે છે. માન્યતા છે કે જો આ દિવસે અમુક વિશેષ  જ્યોતિષ ઉપાયોને કરવામાં આવે તો વ્યક્તિને દરેક પરેશાનીઓથી ઝડપથી છુટકારો મળી શકે છે. તે સાથે સૂર્ય દેવ દરેક મનોકામના ઝડપથી પૂર્ણ કરે છે. તો આવો જાણીએ કે રવિવારના દિવસે કરવામાં આવતા ઉપાયો વિશે...

રવિવારના દિવસે કરો આ કામ
1. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રવિવારે તમારે ઘરની કોઈપણ સ્ત્રી પાસેથી વરદાન સ્વરૂપે એક મુઠ્ઠી ચોખા લો. આ પછી આ ચોખાને બાંધીને તમારી પાસે રાખો. આ ઉપાય કરવાથી તમારી નર્વસનેસ કે ટેન્શન જલ્દી જ દૂર થઈ જશે.

2. લાઈફ પાર્ટનરની ખુશી પાછી લાવવા માટે રવિવારે ભગવાન શિવની પૂજા વિધિપૂર્વક કરો. તેની સાથે આ સમય દરમિયાન સફળતા માટે ભગવાન શિવની પ્રાર્થના કરો. ભગવાન શિવના મંત્ર ઓમ નમઃ શિવાયનો ઓછામાં ઓછો 11 વાર જાપ કરો.

માળાથી મંત્ર જાપમાં આ ભૂલ કરતાં હોવ તો આજે જ સુધારી દેજો, તો જ પ્રાપ્ત થશે  પ્રભુની કૃપા | rules to chanting mantras your wish will be fulfilled know  more

3. જો તમારા જીવનસાથી અથવા માતા-પિતા વચ્ચે બનતુ નથી, તો તેમના સંબંધોને સુધારવા માટે, બંને લોકોના કપડામાંથી એક-એક દોરો કાઢો. આ પછી આ દોરાને એકસાથે બાંધીને મંદિરમાં રાખો. આ સાથે ઘીનો દીવો પ્રગટાવો. ઉપરાંત, સંબંધો સુધારવા માટે હાથ જોડીને પ્રાર્થના કરો.

4. સારા સ્વાસ્થ્ય સાથે લાંબુ આયુષ્ય મેળવવા માટે રવિવારે સૂર્યદેવના મંત્રનો 108 વાર જાપ કરો. મંત્ર છે- ऊँ घृणिः सूर्याय नमः।

5. સકારાત્મકતાથી ભરપૂર રહેવા માટે રવિવારે સ્નાન વગેરે કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવો. તેમજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો.

6. જીવનમાં પ્રગતિના નવા માર્ગો ખોલવા માટે ખેરના ઝાડની પૂજા ખૂબ જ લાભદાયી છે. એટલું જ નહીં, તેને હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ. આવી સ્થિતિમાં, જો તમારા ઘરની નજીક ખેરનું ઝાડ જોવા મળતું નથી, તો તમે ઇન્ટરનેટ પરથી વૃક્ષનો ફોટો ડાઉનલોડ કરી શકો છો. જોયા પછી, તેને આખો દિવસ તમારી સાથે રાખો.

7. દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે ઘરમાં હરણનો ફોટો લગાવો. આ દરમિયાન ધ્યાન રાખો કે હરણનો ચહેરો તમારી સામે બરાબર હોવો જોઈએ. આ સાથે એ પણ ધ્યાનમાં રાખો કે ફોટામાં શિંગડા વગરનું હરણ હોવું જોઈએ. ઘરમાં હરણનો ફોટો એવી જગ્યાએ લગાવો કે ઘરની બહાર નીકળતી વખતે તમે હરણને જોઈ શકો.

જીવનમાં પ્રગતિ કરવી છે? તો આજે જ કરો આ નાનકડુ કામ, ખુલશે સફળતાના દ્વાર |  sunday remedies donate things related to surya dev to get fast progress in  life career business

8. જો તમે સારી નોકરી મેળવવા ઈચ્છો છો અથવા નોકરી બદલવાની ચિંતામાં છો તો રવિવારે મંદિરમાં મીઠાઈનું દાન કરવાથી લાભ થાય છે. આ સાથે સૂર્યદેવને હાથ જોડીને પ્રણામ કરો.

9. જો કોઈ ત્રીજી વ્યક્તિ તમારી પ્રગતિમાં અવરોધ ઉભી કરી રહી હોય તો રવિવારના દિવસે સૂર્યદેવને લાલ ફૂલ અર્પિત કરવાથી લાભ થશે.

10. વિવાહિત જીવનમાં વિશ્વાસ સ્થાપિત કરવા માટે રવિવારે મંદિરમાં ગોળથી બનેલી કેટલીક વસ્તુઓનું દાન કરવું જોઈએ. આવી સ્થિતિમાં, જો તમે ગોળથી બનેલી વસ્તુઓનું દાન કરી શકતા નથી, તો માત્ર ગોળનું દાન પણ કરી શકાય છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ