બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / ravindra jadeja fumes at heinrich klaasen after bizarre clash denies

IPL 2023 / SRHના ક્રિકેટર સાથે ટક્કર થતા રવિન્દ્ર જાડેજાનો પિત્તો આસમાને, બાદમાં ધોનીએ બનવું પડ્યું મધ્યસ્થી, જુઓ VIDEO

Manisha Jogi

Last Updated: 06:33 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે જીત મેળવી. રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર જાડેજાનો વિડીયો વાયરલ.

  • ચેન્નઈ સુપર કિંગ્સે જીત મેળવી. 
  • રવિન્દ્ર જાડેજા હૈદરાબાદના બેટ્સમેન હેનરિક ક્લાસેન પર ભડક્યા.
  • સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ.

રવિન્દ્ર જાડેજાએ IPL 2023માં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. અગાઉ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે જીત મેળવી હતી, જેમાં રવિન્દ્ર જાડેજાએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી, તેમણે 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. જેના કારણે રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજા હૈદરાબાદના બેટ્સમેન હેનરિક ક્લાસેન પર ભડકી ગયા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીએ તેમને શાંત કર્યા હતા. 

સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમવામાં આવી હતી. આ મેચમાં હૈદરાબાદની ઈનિંગ દરમિયાન 14મી ઓવરમાં રવિન્દ્ર જાડેજા અને હેનરિક ક્લાસેન વચ્ચે ટકરાવ થયો હતો. આ ઓવરના પહેલા બોલ પર જાડેજા પાસે મયંક અગ્રવાલને આઉટ કરવાની તક હતી. જાડેજાના આ બોલ મયંકનું બેટ અડ્યું નહોતું અને બોલ જાડેજા તરફ જતો રહ્યો હતો. જાડેજા કેચ કરે તે પહેલા જ બોલ નોન સ્ટ્રાઈકર પર ઊભા રહેલ હેનરિક ક્લાસેન આવી ગયા હતા. આ બંને ખેલાડી ટકરાઈ ગયા અને કેચ ડ્રોપ થઈ ગયો. 

 

રવિન્દ્ર જાડેજા મયંક અગ્રવાલને આઉટ ના કરી શકતા જાડેજા ગુસ્સે થઈ ગયા હતા અને હેનરિક ક્લાસેનને ઘૂરવા લાગ્યા હતા. તેમ છતાં મયંક અગ્રવાલ 3 બોલ પછી આઉટ થઈ ગયા હતા. મયંક અગ્રવાલે શોટ રમવાની કોશિશ કરી, પરંતુ ધોનીએ તેજી મયંક અગ્રવાલને સ્ટમ્પ આઉટ કરી દીધો. મયંક અગ્રવાલ પેવેલિયનતરફ પરત ફરી રહ્યા હતા. તેમ છતાં જાડેજા ગુસ્સામાં જ હતો અને ક્લાસેનને ઘૂરીને કંઈક બોલી રહ્યા હતા. બાદમાં ધોનીએ જાડેજાને શાંત કર્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સે 3 વિકેટ ગુમાવીને 138 રનના લક્ષ્ય પૂર્ણ કર્યો હતો. CSKના ડેવોન કૉનવે 77 રન કરીને અણનમ રહ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ