બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Ravi Shastri on england world cup 2023 performance ind vs eng

ક્રિકેટ / IND vs ENG: '...અને ખુદને તમે કહો છો વર્લ્ડ ચેમ્પિયન'? ઇંગ્લિશ ટીમને રવિ શાસ્ત્રીએ કેમ સંભળાવી ખરી-ખોટી

Arohi

Last Updated: 04:25 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ravi Shastri: રવિ શાસ્ત્રીએ ડિફેંડિંગ ચેમ્પિયન ઈન્ગ્લેન્ડના આ વર્લ્ડ કપમાં પરફોર્મન્સ પર સવાલ ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર ઈંગ્લેન્ડે વર્લ્ડ ચેમ્પિયનના જેવું નથી રમ્યું.

  • વર્લ્ડ કપમાં પરફોર્મન્સ પર સવાલ 
  • રવિ શાસ્ત્રીએ ઈંગ્લેન્ડને લઈને કહી આ વાત 
  • ટીમના પરફોર્મન્સને લઈને ઉઠાવ્યા સવાલ

વર્લ્ડ કપ 2023માં ડિફેંડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનું પ્રદર્શન શરમજનક રહ્યું છે. વર્લ્ડ કપ 2019ની આ વિજેતા ટીમે ચાર વર્ષમાં આવા હાલની કલ્પના પણ નહી કરી હોય. ઈંગ્લેન્ડ અત્યાર સુધી આ વર્લ્ડ કપમાં પોતાના છમાંથી 5 મેચ હારી ચુકી છે. 

તે પોઈન્ટ ટેબલ પર સૌથી નીચેના સ્થાન પર છે. ચોંકાવનારી વાત તો એ છે કે નેધરલેન્ડ અને અફઘાનિસ્તારન જેવી ટીમમાં પણ તેનાથી સારી સ્થિતિ છે. ઈંગ્લેન્ડના આ ખરાબ પ્રદર્શન પર ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીને ખૂબ ખરી-ખોટી સંભળાવી. 

'...અને ખુદને તમે કહો છો વર્લ્ડ ચેમ્પિયન'? 
ભારત-ઈંગ્લેન્ડ મેચમાં કોમેન્ટ્રી વખતે રવિ શાસ્ત્રીએ કહ્યું, "ઈંગ્લેન્ડ નિશ્ચિત રીતે ખૂબ જ હતાશ હશે. દર્શક, સમર્થક બધા નિરાશ હશે. પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 17 ઓવર બાકી હતી અને હારી ગયા હતા. દક્ષિણ આફ્રીકાના સામે 20 ઓવરમાં ઓલ આઉટ થઈ ગયા."

તેમણે આગળ કહ્યું, "પછી શ્રીલંકાના સામે પણ આ લોકો ફક્ત 30 ઓવરમાં ઓલ આઉટ થઈ ગયા. જવાબમાં શ્રીલંકાએ લક્ષનો પીછો કરતા 25 ઓવરમાં મેચ પુરી કરી નાખી. ભારત સામે 32 ઓવરની અંદર 8 વિકેટ ગુમાવી અને પોતાને વર્લ્ડ ચેમ્પિયન કહો છો? જો આ પોતાના પ્રદર્શન પર દુખી નહીં થાય તો કોણ થશે?" 

શાસ્ત્રીએ એવું પણ કહ્યું કે જો કોઈ પુછે કે ભારત અને ઈંગ્લેન્ડમાં શું અંતર છે તો હું કહિશ કે આ અંતર 8 ટીમોનું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ