બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / ravi pushya yog 2023 bring five lucky things to gain money and prosperity

શુભ યોગ / રવિવારે અગિયારસ: બની રહ્યો છે રવિ પુષ્ય યોગ, જરૂર કરો આ 5 વસ્તુઓની ખરીદી, લક્ષ્મીજીની કૃપાથી ધન-વૈભવમાં થશે વધારો

Kishor

Last Updated: 09:41 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાલે 10મી સપ્ટેમ્બરે સાંજે 05.06 વાગ્યાથી 11મી સપ્ટેમ્બરે રાત્રે 08.01 વાગ્યા સુધી રવિ પુષ્ય નક્ષત્ર યોગ બની રહ્યો છે.

  • 10 સપ્ટેમ્બરે એટલે કે આવતીકાલે બની રહ્યો છે ખાસ યોગ
  • જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિ પુષ્ય નક્ષત્ર છે સૌથી શુભ 
  • આ વસ્તુ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે

જ્યોતિષમાં કુલ 27 નક્ષત્રોનો ઉલ્લેખ કરાયો છે. જે તમામ નક્ષત્રમાં રવિ પુષ્ય નક્ષત્રને સૌથી શુભ માનવામાં આવે છે. આ નક્ષત્ર રવિવાર કે ગુરુવારે જ આવતું હોય છે. ત્યારે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે રવિ પુષ્ય નક્ષત્ર 10 સપ્ટેમ્બરે એટલે કે આવતીકાલે આવી રહ્યું છે. આ શુભ યોગ કાલે 10મી સપ્ટેમ્બરે સાંજે 05.06 વાગ્યાથી 11મી સપ્ટેમ્બરે રાત્રે 08.01 વાગ્યા સુધી રહેશે. ત્યારે આ સમયગાળા દરમિયાન કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. ત્યારે જાણો કઈ વસ્તુ ખરીદવી જોઈએ.

વણજોયેલા મુર્હૂતમાં આજે વાહનોની પૂજા અને નવા વાહનોની ખરીદીમાં ઉછાળો |  Gujarat 2019 Dushera Festival vehicle purchase and pooja

 

  • સોનાને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આથી રવિ પુષ્ય નક્ષત્ર દરમિયાન સોનુ ખરીદવું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે અને આ સમયગાળામાં સોનું ખરીદવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે તેવી માન્યતા છે.

 હજી ક્યાં સુધી રાહ જોશો? સસ્તામાં સોનું ખરીદવાની સોનેરી તક, ભાવમાં મોટો  કડાકો, જાણો લેટેસ્ટ રેટ | gold and silver price reduce latest rate off gold

  • આ ઉપરાંત ચાંદીના સિક્કાથી પણ પ્રબળ ધન લાભનો યોગ બને છે. તથા આર્થિક સમસ્યાઓમાંથી છુટકારો મળતો હોવાનું પણ માનવામાં આવે છે. સાથે સાથે આ દિવસે કૃષ્ણ ભગવાનને પીળું ફળ અને મીઠાઈ અર્પણ કરવું પણ આવકારદાયક માનવામાં આવે છે.

એક શ્રીફળના આ ઉપાયથી ધન-ધાન્યથી ભરાઈ જશે ઘર, જાણો લાભ-ઉપાય અને મહત્વ | With  this remedy of a coconut the house will be filled with wealth know the  benefits and importance

  • આ ઉપરાંત જો તમે વાહન તથા પ્રોપર્ટી ખરીદવાનું કોઈ આયોજન કરી રહ્યા છો તો પુષ્ય નક્ષત્ર સિવાય વાહન ખરીદવાથી માંડી પ્રોપર્ટી ખરીદવા માટેનો ઉત્તમ સમય બીજે ક્યાંય મળશે નહીં.
  • માતા લક્ષ્મીને નાળિયેર સૌથી વધુ પ્રિય હોય છે. આથી પુષ્ય નક્ષત્ર દરમિયાન ઘરમાં નાળિયેર રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા મળે છે. આ શુભ નક્ષત્રમાં ઘરમાં નાળિયેર રાખવું જોઈએ.
  • બીજી બાજુ જે દિવસે રવિ પુષ્ય યોગ હોય છે તે દિવસે ધાર્મિક વસ્તુઓ ખરીદવાનો પણ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આવું કરવાથી દિવસેને દિવસે નોકરી ધંધામાં તરક્કી મળે છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ