બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Ravi Kishan's daughter joins army as 'Agnveer' Anupam Kher says An example of inspiration for millions of girls

પ્રેરણાદાયી / રવિ કિશનની પુત્રી 21 વર્ષની ઉંમરે 'અગ્નવીર' બની સેનામાં જોડાઈ, અનુપમ ખેરે કહ્યું- 'લાખો છોકરીઓ માટે પ્રેરણાનું ઉદાહરણ'

Megha

Last Updated: 10:51 AM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા ડિફેન્સ ફોર્સમાં જોડાઈ ગઈ છે એવામાં અનુપમ ખેરે પણ ટ્વીટ દ્વારા ઈશિતાના વખાણ કર્યા હતા અને રવિ કિશનને અભિનંદન પાઠવ્યા હતા.

  • રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા ડિફેન્સ ફોર્સમાં જોડાઈ ગઈ
  • અનુપમ ખેરે ટ્વિટ કરીને ઈશિતાના વખાણ કર્યા હતા
  • તેનું આ પગલું લાખો છોકરીઓ માટે પ્રેરણાનું ઉદાહરણ બનશે

હિન્દી સિનેમાના પ્રખ્યાત સ્ટાર અને રાજનેતા રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા ડિફેન્સ ફોર્સમાં જોડાઈ ગઈ છે. ઈશિતા ભારત સરકારની અગ્નિપથ યોજના હેઠળ ડિફેન્સ દળનો ભાગ બની છે. આ વર્ષની શરૂઆતમાં રવિ કિશને કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે તેમની પુત્રી ડિફેન્સ ફોર્સમાં જોડાય. આવી સ્થિતિમાં અભિનેતાની છાતી ચોક્કસ ગર્વથી પહોળી થઈ ગઈ હશે. એવામાં હવે અનુપમ ખેરે પણ ટ્વીટ દ્વારા ઈશિતાના વખાણ કર્યા હતા અને રવિ કિશનને અભિનંદન પાઠવ્યા હતા.

અનુપમ ખેરે ટ્વીટમાં લખ્યું કે, 'મારા પ્રિય મિત્ર રવિ કિશન તમારી પુત્રી ઇશિતા વિશે માટે પ્રેરણાદાયી સમાચાર વાંચ્યા કે તે અગ્નિવીર યોજના હેઠળ ડિફેન્સ ફોર્સમાં જોડાઈ છે. મને એ વાતની ખુશી છે અને ગર્વ પણ છે. ઈશિતાને અઢળક પ્રેમ અને આશીર્વાદ. તેને કહો કે તેનું આ પગલું લાખો છોકરીઓ માટે પ્રેરણાનું ઉદાહરણ બનશે!જય હિન્દ!'

જણાવી દઈએ કે રવિ કિશને પણ તેમની પુત્રીની આ ઉપલબ્ધિ વિશે ટ્વિટ કર્યું. આ પહેલા 15 જૂનના રોજ તેણે અન્ય એક ટ્વીટમાં લખ્યું હતું કે, "સવારે પુત્રીએ કહ્યું કે તે અગ્નિપથ યોજના હેઠળ સેનામાં જોડાવા માંગે છે. મેં તેને કહ્યું, આગળ વધો. ઈશિતાની વાત કરીએ તો તે માત્ર 21 વર્ષની છે. 10 ફેબ્રુઆરીએ જૌનપુરમાં જન્મેલી ઈશિતાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. ઈશિતા એનસીસીમાં કેડેટ રહી ચૂકી છે. ઈશિતાએ વર્ષ 2022માં NCC ADG એવોર્ડ ઓફ એક્સેલન્સ જીત્યો હતો.

ગણતંત્ર દિવસ પરેડમાં શામેલ
ઈશિતા ગણતંત્ર દિવસ પરેડનો હિસ્સો પણ બની હતી. ઈશિતા શુક્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે. ઈશિતા સોશિયલ મીડિયા પર પરિવારની સાથે સાથે ટ્રેનિંગના ફોટોઝ પણ શેર કરતી રહે છે. રવિ કિશને ખુશી વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતું કે મને મારી પુત્રી ઈશિતા પર ગર્વ છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ થવા માટે ઈશિતાએ ઘણી મહેનત કરી હતી. જે દેશની સેવા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

ઈશિતા અગ્નિપથ યોજના હેઠળ સંરક્ષણમાં જોડાશે
સેલિબ્રિટી ફોટોગ્રાફર વરિન્દર ચાવલાએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ અંગે જાણકારી આપી હતી. આ પોસ્ટમાં જણાવ્યું છે કે, ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની દીકરી ઈશિતા શુક્લા અગ્નિપથ યોજના હેઠળ સંરક્ષણ દળોમાં જોડાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ