બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / ravi kishan virat Bhojpuri commentary on ms dhoni six during gt vs csk ipl 2023

મૌજ આ ગઈ ભૈયા! / VIDEO: જીયા રે ભોજપુરિયા રાજા... સોશ્યલ મીડિયામાં છવાઈ IPLની ભોજપુરી કૉમેન્ટ્રી, ધોનીની સિક્સરનું વર્ણન સાંભળી ઝૂમી ઊઠશો

Bijal Vyas

Last Updated: 09:24 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhojpuri commentary in IPL 2023: આ વખતે ટૂર્નામેન્ટમાં ઘણી નવી વસ્તુઓ જોવા મળી રહી છે, તેમાં હવેભોજપુરી કોમેન્ટ્રી પણ સામેલ છે, જુઓ કોમેન્ટ્રીનો વીડિયો

  • ભોજપુરી ભાષામાં એક્ટર રવિ કિશને કરી કોમેન્ટ્રી 
  • કોમેન્ટ્રીના થઇ રહ્યાં છે ખૂબ વખાણ 
  • રુતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલે બેટિંગ દ્વારા શાનદાર પ્રદર્શન કર્યુ

Bhojpuri commentary in IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન ચાલી રહી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં ઘણી નવી વસ્તુઓ જોવા મળી રહી છે. તેમાં હવેભોજપુરી કોમેન્ટ્રી પણ સામેલ છે. ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં ભોજપુરી કોમેન્ટ્રીએ મૂડ સેટ કર્યો હતો. આ મેચમાં ગુજરાતે ચેન્નાઈને હરાવ્યું હતું. રુતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલે બેટિંગ દ્વારા શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ હેડલાઈન્સ મેળવી છે. જી, હાં ધોનીએ સાત બોલની ઈનિંગમાં શાનદાર સિક્સર ફટકારી હતી. અને આ સિક્સ પર અભિનેતા રવિ કિશનની ભોજપુરી કોમેન્ટ્રી હવે ખૂબ ચર્ચામાં છે. આ મેચમાં પોતાના વન લાઇનર્સથી લોકોનું મનોરંજન કરનાર રવિ કિશન ધોનીની બેટિંગ દરમિયાન અલગ મૂડમાં જોવા મળ્યો હતો.

20મી ઓવરના ત્રીજો બોલ પર જોશ લિટલ તેના ક્વોટાની છેલ્લી ઓવર ફેંકી રહ્યો હતો. તેણે આ બોલ ધોનીની આર્કમાં નાખ્યો. અને ધોનીએ તેના વિશાળ હાથના તાકાત પર તેને સ્ટેન્ડમાં તૈયાર કરી દીધો. અને આ બનતાની સાથે જ રવિ કિશન ચીસ પાડી ઉઠ્યો, 'हम कहले रहनी ना भइया. छक्का. जियो, जियो जवान. जिया रे भोजपुरिया राजा.'

ઉલ્લેખનીય છે કે, આ શોટથી પહેલા રવિ કિશન ધોની વિશે વાત કરતા હોય છે. ધોની ઝારખંડની રાજધાની રાંચીમાં ભણી કરીને મોટો થયો છે અને તેણે બિહાર અને ઝારખંડ બંને રાજ્ય માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો છે. 

ભોજપુરી કોમેન્ટ્રીના ખૂબ વખાણ થઇ રહ્યા છે. લોકોને તેના ખૂબ જ વખાણમાં ટ્વીટ્સ પણ કર્યા છે, એક યૂઝરે લખ્યું કે, ‘વિશ્વાસ નથી થઇ રહ્યો કે IPLમાં ભોજપુરી કોમેન્ટ્રી લાવવામાં 15 સિઝન થઇ ગયા. આના જેવુ મનોરંજન કઇ જ નથી.’

મેચની વાત કરીએ તો ગુજરાતના ટોસ જીતીને ચેન્નઇને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતું. રુતુરાજ ગાયકવાજે 50 બોલ પર 92 રન બનાવ્યા. ચેન્નઇની ઇનિંગ્સ 178 રન પર પૂર્ણ થઇ. જવાબમાં ગુજરાતના શુભમન ગિલે ટીમના ચાર બોલ બાકી રહેવા પર જીતવા માટે જેટલા જરુરી રન હતા તેટલા બનાવી લીધા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ