બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rashtriya Shaikshik Maha Sangh has announced a statewide movement of teachers on Gandhi Jayanti

ગાંધીનગર / ગુજરાતમાં વધુ એક આંદોલનની ચીમકી: ગાંધી જયંતીથી વિરોધ પ્રદર્શનમાં ઉતરશે રાજ્યભરના શિક્ષકો, સરકારનું વધશે ટેન્શન, જાણો શું છે માંગણી

Malay

Last Updated: 01:14 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ગાંધી જયંતીના દિવસે શિક્ષકોના રાજ્યવ્યાપી આંદોલનની કરી જાહેરાત, 7 ઓક્ટોબર સુધી પ્રશ્નો નહીં ઉકેલાય તો રેલી અને ધરણાની ઉચ્ચારી ચીમકી.

  • ગાંધી જયંતીના દિવસે શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન 
  • સરકારે કરેલા વાયદાઓ મુદ્દે ઠરાવ પસાર ન થતાં આંદોલન
  • જૂની પેન્શન યોજના, NPS સહિતના મુદ્દે આંદોલનની જાહેરાત 
  • રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આંદોલનની કરી જાહેરાત 

Gandhinagar News:  દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે હવે ગુજરાતમાં સરકાર સામે વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. આ આંદોલન બીજા કોઈ નહીં પરંતુ રાજ્ય સરકારના જ સરકારી કર્મચારી કરવા જઈ રહ્યા છે. રાજ્ય સરકારની સરકારી શાળાઓના શિક્ષકોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ગાંધી જયંતીના દિવસે શિક્ષકોના રાજ્યવ્યાપી આંદોનનની જાહેરાત કરી છે. સરકારે કરેલા વાયદાઓ મુદ્દે ઠરાવ પસાર ન થતાં હવે શિક્ષકો સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.   

ફાઈલ તસવીર

ગાંધી જયંતિના દિવસથી આંદોલનની થશે શરૂઆત
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જૂની પેન્શન યોજના, NPS સહિતના મુદ્દે આંદોલનની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી પરેશ પટેલે જણાવ્યું છે કે, ગાંધી જયંતિના દિવસે ગાંધીજીની પ્રતિમાની સફાઈ, પ્રતિમાની આજુબાજુ પરિસરમાં સાફ સફાઈ કરવામાં આવશે. જે બાદ ગાંધીજીને સૂતરની આંટી પહેરાવીને આ આંદોલનની શરૂઆત કરવામાં  આવશે. 

પરેશ પટેલ (મહામંત્રી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ) 

મુખ્યમંત્રી સુધી પહોંચાડાશે માંગણી
તેઓએ જણાવ્યું કે, 3 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધીમાં શિક્ષકો દ્વારા રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યોને આવેદન પત્ર આપીને પોતાની માંગ રજૂ કરાશે. સાંસદો અને ધારાસભ્યોના માધ્યમથી અમારી માંગ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનું અમારું આયોજન છે. 7 ઓક્ટોબર સુધીમાં પ્રશ્નો નહીં ઉકેલાય તો રેલી અને ધરણાની ચીમકી પણ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. 

ફાઈલ તસવીર

શિક્ષકોની મુખ્ય ત્રણ માંગણીઓ
- ગુજરાતના તમામ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો.
- અગાઉ સમાધાન અનુસાર, કેન્દ્ર સરકારની જેમ 2005 પહેલાં નિમણૂંક પામેલ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા તેને આનુષાંગિક કાર્યવાહી કરવી.
- કેન્દ્ર સરકારની જેમ શિક્ષક કર્મચારીઓના એન.પી.એસ. 10% કપાતની સામે સરકારનો 14% ફાળો કપાત કરવા ઠરાવ કરવો.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ