બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / rashmika mandanna manager duped her of 80 lakhs details inside

મનોરંજન / રશ્મિકા મંદાના સાથે 80 લાખનું ફ્રોડ! એક્ટ્રેસે તાબડતોબ લેવો પડ્યો આ નિર્ણય

Manisha Jogi

Last Updated: 03:47 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશ્મિકા મંદાના સાથે કામ કરનાર મેનેજરે રશ્મિકા મંદાના સાથે 80 લાખની છેતરપિંડી કરી છે. આ ઘટના સામે આવ્યા પછી રશ્મિકા મંદાનાએ તેના મેનેજરને કામમાંથી કાઢી મુક્યો છે.

  • રશ્મિકા મંદાના સાથે 80 લાખની છેતરપિંડી
  • રશ્મિકા મંદાનાના મેનેજરે કરી છેતરપિંડી
  • છેતરપિંડી કરતા મેનેજરને નોકરીમાંથી કાઢી મુક્યો

સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાના છેલ્લે હિંદી થ્રિલર ફિલ્મ ‘મિશન મજનૂ’માં જોવા મળી હતી. હાલમાં અભિનેત્રી રશ્મિકા મંદાના ફિલ્મ ‘પુષ્પા 2’માં કામ કરવામાં વ્યસ્ત છે. ઘણા સમયથી રશ્મિકા મંદાના સાથે કામ કરનાર મેનેજરે રશ્મિકા મંદાના સાથે 80 લાખની છેતરપિંડી કરી છે. આ ઘટના સામે આવ્યા પછી રશ્મિકા મંદાનાએ તેના મેનેજરને નોકરીમાંથી કાઢી મુક્યો છે. રશ્મિકા મંદાનાના કરિઅરની શરૂઆતથી આ મેનેજર અભિનેત્રી સાથે જોડાયેલો હતો. 

મીડિયા રિપોર્ટ અનુસાર મેનેજરે રશ્મિકા મંદાના સાથે 80 લાખની છેતરપિંડી કરી છે. રશ્મિકાએ આ બાબતે કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી. સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, ‘રશ્મિકાના મેનેજરે રશ્મિકા સાથે 80 લાખની છેતરપિંડી કરી છે. તે આ બાબતે કોઈ સીન ક્રિએટ કરવા માંગતી નહોતી. આ કારણોસર મેનેજરને તેની પોસ્ટ પરથી કાઢી મુકીને આ બાબત ત્યાં જ પતાવી દીધી.’

રશ્મિકા કઈ ફિલ્મમાં જોવા મળશે
અભિનેત્રી રશ્મિકા મંદાના આવનારી ફિલ્મ ‘એનિમલ’માં જોવા મળશે. આ ફિલ્મનું ડાયરેક્શન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. રશ્મિકા હાલ ‘પુષ્પા: ધ રૂલ ફ્રેન્ચાઈઝી’ના શુટીંગમાં વ્યસ્ત છે. રશ્મિકા આ ફિલ્મમાં શ્રીવલ્લીની ભૂમિકા ભજવી રહી છે અને આ ફિલ્મમાં અલ્લુ અર્જુન પણ છે. 

ફેને રશ્મિકા મંદાનાને કરી હતી વિનંતી 
થોડા મહિના પહેલા એક ફેને રશ્મિકાને શ્રીવલ્લીના પાત્રને વધુ મજબૂત અવે અસરકારક રીતે ભજવવા માટે કહ્યું હતું. રશ્મિકાએ આ ટ્વિટના જવાબમાં જણાવ્યું હતું કે, ‘તેને પણ આ પ્રકારની જ આશા છે.’ પહેલો પાર્ટ તેલુગુમાં શુટ કરવામાં આવ્યો. ફિલ્મ ‘પુષ્પા’ને ડબ કરીન હિંદી, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવી હતી. પાંચ ભાષાઓમાં રિલીઝ થનાર અલ્લુ અર્જુનની આ પહેલી ફિલ્મ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ