બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Rapist Asaram and Narayan Sai apply for bail in HC, prosecutor says

હાઈકોર્ટ / બળાત્કારી આસારામ અને નારાયણ સાંઇએ HCમાં જામીનની કરી અરજી, વકીલે કહ્યું- આ કારણે બન્ને જામીન મળવાપાત્ર

Mehul

Last Updated: 05:55 PM, 1 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસારામ અને તેનો  પુત્ર નારાયણ સાઈ 2013માં એક દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ છે.ત્યારે,બંનેની જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.આ અરજી પર સુનાવણી 26 નવેમ્બરે થશે.

  • આસારામ-નારાયણ સાઈની જામીન અરજી 
  • દુષ્કર્મ કેસમાં 8 વર્ષથી જેલમાં છે બાપ-દીકરો 
  • જામીનનું કારણ નાદુરસ્ત તબિયત- 26મી સુનાવણી 


પોતાના કુકર્મોથી દેશભરમાં કુખ્યાત થયેલા આસારામ અને નારાયણ સાઈ સાધુતાના વેશમાં કેવા પાપાચાર આચરતા હવે તે આખું જગત જાણે છે. 2008 દીપેશ-અભિષેક નામના અમદાવાદના રાણીપ વિસ્તારના બાળકો આસારામ આશ્રમના ગુરુકૂળમાંથી ગૂમ થયા,અને બે દિવસમાં બાળકોની લાશ સાબરમતી નદીના તટ પરથી મળી આવી હતી. આસારામ અને તેનો  પુત્ર નારાયણ સાઈ 2013માં એક દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ છે.ત્યારે,બંનેની જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.આ અરજી પર સુનાવણી 26 નવેમ્બરે થશે. 

હાઈકોર્ટે માંગ્યો  મેડીકલ રીપોર્ટ 

બગલો અને ઢેલ ઉપનામધારી મહિલાઓની આડમાં આસારામ પોતાના આશ્રમમાં આવતી યુવતીઓને ભોળવી,પટાવી અને ક્યારેક ધાક-ધમકીથી યૌન શોષણ કરતો હતો. તો નારાયણ સાઈ પોતાના પેઢમાલા આશ્રમમાં યુવતીઓને ગોપીનો વેશમાં રાખી વૃંદાવન રાસ રચતો હોવાના આક્ષેપો પણ થયા હતા. આસારામની ઉમર હવે 82 વર્ષની છે ત્યારે,તેમણે અને પુત્ર નારાયણે મેડીકલ ગ્રાઉન્ડ પર જામીન માંગ્યા છે. હાઈકોર્ટે બંનેનો તાજો મેડીકલ રીપોર્ટ આપવા જણાવ્યું છે. આસારામના વકીલનું કહેવું છે કે, SCના નિર્દેશ મુજબ 8 વર્ષથી જેલમાં હોવાથી જામીન મળવાપાત્ર છે. બંન્નેની તબિયત નાદુરસ્ત હોવાથી જામીન મળવા જોઇએ

આસારામના ઇશારે વૈધ અમૃત પ્રજાપતિની હત્યા 

2008 માં આસારામ આશ્રમના ચાલતી ગેરરીતિ અને  આશ્રમ સાથે આસારામનાં તમામ રાઝ જાણનારા લોકો,આશ્રમમાંથી અલગ થયા બાદ મોં ખોલવા લાગ્યા હતા.ત્યારે, આસારામે એક-એકને સાફ કરી નાખવા મેદાને પડ્યા હતા તેવો પણ આરોપ લાગ્યો હતો .પછી તે રાજુ ચાંડક હોય કે વૈધ અમૃત પ્રજાપતિ.રાજુ ચાંડક પર ફાયરિંગ કરાવ્યું અને વૈધ અમૃત પ્રજાપતિ પર હૂમલા કરાવ્યા બાદ, રાજકોટમાં અમૃત પ્રજાપતિની હત્યા કરાવવાનો આરોપ પણ આસારામ પર જ છે. 2013માં દુષ્કર્મના ગુના હેઠળ આસારામની ધરપકડ કરવામાં આવી હતી. બંનેની જામીન અરજી પરની સુનાવણી હવે  26 નવેમ્બરના હાથ ધરાશે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ