બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Rape is rape even if done by husband: Gujarat High Court

પૈસાવાળાનું પાપ / રાજકોટમાં વહુના અશ્લિલ વીડિયો કાંડમાં મોટા સમાચાર, પોર્ન સાઈટ પર 'પીરસી' દેનાર સસરા-પતિની થઈ આવી હાલત

Hiralal

Last Updated: 02:57 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓગસ્ટ 2023ના રાજકોટના ન્યૂડ કાંડના આરોપીઓ સાસુ-સસરા અને પતિને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવીને તેમના કામને રેપ ગણ્યો છે.

  • ઓગસ્ટ 2023ના રાજકોટ ન્યૂડ કાંડ પર ગુજરાત હાઈકોર્ટની મોટી ટીપ્પણી
  • રેપ તો રેપ જ કહેવાય, પછી ભલે પતિ કરે
  • હાઈકોર્ટે સાસુ-સસરા-પતિની જામીન અરજી ફગાવી
  • સસરાએ પૈસા માટે વહુના પોર્ન વીડિયો વેબસાઈટ પર અપલોડ કર્યાં હતા 
  • સાસુ-પતિએ પણ આપ્યો હતો સાથ 

ઓગ્સટ 2023ના રાજકોટમાં ફક્ત પૈસા માટે પોતાના ઘરની વહુ સાથે મોટો અશ્લિલ કાંડ કરનાર સસરા-સાસુ અને પતિને તગડો ઝટકો લાગ્યો છે. આ આરોપીઓને જેલમાંથી છૂટવા નહીં મળે કારણ કે ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે સાથે હાઈકોર્ટે એવી પણ ટીપ્પણી કરી કે રેપ એ રેપ જ કહેવાય છે પછી ભલે તે પતિ દ્વારા કરવામાં આવતો હોય. હાઈકોર્ટે આ કેસને રેપ માન્યો છે. રાજકોટની જાણીતી હોટલના માલિકે તેની સગી વહુના પોર્ન વીડિયો વેબસાઈટ પર અપલોડ કરીને પૈસા કમાવ્યાં હતા. આ કાંડ સામે આવ્યો ત્યારે ગુજરાતમાં ભારે ચકચાર મચી હતી. 

આરોપીઓને ન મળ્યાં હાઈકોર્ટમાંથી જામીન

આ કેસના આરોપીઓને હાઈકોર્ટે જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. હાઈકોર્ટે તેમના આ કામને રેપ માનીને જામીન આપવાની ના પાડી છે. 

14 ઓગસ્ટ 2023ના દિવસે રાજકોટમાં શું બન્યું હતું 
14 ઓગસ્ટ 2023ના દિવસ ગુજરાતનાં રાજકોટમાં સબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં શહેરની એક જાણીતી હોટલનાં માલિકે રૂપિયાની લાલચમાં પોતાની જ ઘરની પુત્રવધુને પોર્ન સાઈટ પર લોકો સમક્ષ મૂકી દીધી. આ શર્મસાર કરી દેતી ઘટનામાં અનેક ખુલાસા બાદ પોલીસે પરણીતાનાં પતિ, સાસુ તેમજ સસરાની ધરપકડ કાઈ હતી.  પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પુત્રવધુનાં વીડિયો વેબસાઈટ પર અપલોટ થતા જ ટોકન મળતા હતા. જેને પછી ઈન્ડિયન પૈસામાં બદલવામાં આવતા હતા. તેમજ કેટલીક લેવડ દેવડ તો ક્રિપ્ટોકરન્સી મારફત પણ થઈ છે. મામલો રાજકોટનાં ભક્તિનગરમાં રહેવાવાળા એક પરિવાર સાથે સંકળાયેલો છે. ત્યારે સુખી સંપન્ન પરિવારમાં સસરાએ પુત્રવધુની અંગત પળોનાં વીડિયો બનાવીને વેબસાઈટ પર તેની હરાજી કરવાની શરૂ કરી. ત્યારે 21 વર્ષીય પરણીતાએ આરોપીઓ પર યૌન શૌષણ, યૌન ઉત્પીડનની ફરિયાદ દાખલ કરી હતી જે મુજબ આરોપી પતિ, સસરા તેમજ સાસુ સામે એક વિશેષ વેબસાઈટ પર લાઈલ સેક્સ કરવા માટે પરણીતાને મજબૂર કરવામાં આવતી હતી. આ વેબસાઈટ પર લાઈવ સેક્સ દેખાડવા માટે ટોકન મળતા હતા.  આ બાબતે સાયબર ક્રાઈમ એસીપી વિશાલ રબારીએ કહ્યું કે આ પરિવાર ખૂબ જ સુખી સંપન્ન છે. આ વેબસાઈટ પર દર્શકોને બીજા અન્ય ઘણા વીડિયો જોવા મળે છે. તેમજ આ વેબસાઈટમાં દર્શકોને કોઈપણ વીડિયો જોતી વખતે ટિપ મોકલવાનો વિકલ્પ આપવામાં આવે છે. ટિપ મોકલવા માટે વેબસાઇટ પર એક એકાઉન્ટ બનાવવું જરૂરી છે. જેમાંથી ટોકન્સ મોકલવામાં આવે છે. જે ક્રિપ્ટો કરન્સીમાં વ્યક્તિને દેખાય છે. પછી વ્યક્તિ તે ક્રિપ્ટો કરન્સીને તેના દેશના ચલણમાં કન્વર્ટ કરે છે.

સેક્સ કેવી રીતે કરવું તે પણ સસરા કહેતા- પરિણિતીનો આરોપ 
પીડિતાએ કહ્યું કે તે પતિ સાથે બેડરુમમાં અંગત પળો માણે છે તેને પણ સસરાએ કેમેરામાં કેદ કરી લીધી હતી અને ત્યાર બાદ વીડિયોને વેબસાઈટ પર અપલોડ કર્યાં હતા. જે બાદ પોલીસે પરણીતાનાં ઘરે જઈને તપાસ હાથ ધરતા બેડરૂમમાં સીસીટીવી કેમેરા, સેક્ટ ટોય સહિત કેટલાક કપડા પણ મળી આવ્યા હતા. જે બાદ પોલીસે ફરિયાદ નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. પરિણીત મહિલાએ તેના સાસરિયા પર આરોપ લગાવ્યો છે કે તેને સેક્સ કેવી રીતે કરવું? આ પછી સસરા પક્ષ તરફથી કહેવામાં આવ્યું. આટલું જ નહીં તેને એક હોટલમાં લઈ જઈને વિદેશી યુવતીઓને રૂબરૂ બોલાવી શારીરિક સંબંધ બાંધવા માટે ડેમો કરવામાં આવતો હતો. ત્યારથી તેણીને લાઇવ સેક્સ માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર કેસની તપાસ ચાલી રહી છે. સોશિયલ વેબસાઈટ પર અપલોડ કરાયેલા પરિણીત મહિલાઓના વીડિયોને દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ