બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / rape case cannot be filed after having relationship with consent in an extra marital affair

ન્યાયિક / પરણેલા સાથે મરજીથી શારીરિક સંબંધ બાંધનાર મહિલા રેપનો કેસ ન કરી શકે- HCનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 03:44 PM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડ હાઈકોર્ટે એક અભૂતપૂર્વ ચુકાદો આપતાં એવું કહ્યું કે કોઈ પણ મહિલા કે જે પરપુરુષ સાથે મરજીથી શારીરિક સંબંધ બાંધ્યો હોય તે રેપનો કેસ ન કરી શકે.

  • ઝારખંડ હાઈકોર્ટનો અભૂતપૂર્વ ચુકાદો
  • એક્સ્ટ્રા મેરિટલ અફેર રેપ કેસમાં મહત્વનો ચુકાદો 
  • સહમતિથી શારીરિક સંબંધ બાંધનાર મહિલા રેપનો કેસ ન કરી શકે 

ઝારખંડ હાઈકોર્ટે એક્સ્ટ્રા મેરિટલ અફેર સાથે જોડાયેલા રેપ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ સંજય કુમાર દ્વિવેદીની કોર્ટે કહ્યું કે, લગ્ન બાદ પરપુરુષ સાથે સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલા બળાત્કાર કે જાતીય સતામણીનો કેસ દાખલ ન કરી શકે. 

કયા કેસમાં હાઈકોર્ટે આપ્યો ચુકાદો 
ઝારખંડના દેવઘરના મનીષ કુમારે હાઈકોર્ટમાં પોતાની સામેની એફઆઈઆર રદ કરવા માટે અરજી કરી હતી. દેવઘરની સીજેએમ કોર્ટમાં એક મહિલાએ તેની સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. મનીષ પર લગ્નના બહાને તેનું યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો હતો. મનીષે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, તે દેવઘરમાં મહિલા એટલે કે અરજદારને મળ્યો હતો. મહિલા પરિણીત હતી, પરંતુ તેણે પતિ સાથે છૂટાછેડા લીધા બાદ મનીષ સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. આ દરમિયાન બંનેના સહમતિથી સંબંધ બાંધ્યા હતા પરંતુ મનીષે લગ્ન કરવાની ના પાડી દીધી હતી આથી મહિલાએ મનીષ સામે રેપનો કેસ દાખલ કર્યો હતો જે અરજી પર હાઈકોર્ટે કહ્યું કે મરજીથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ રેપનો આરોપ ન થઈ શકે. 

પરણેલા પરણેલાને લગ્નનું વચન આપે તે ગેરકાયદેસર
ઝારખંડ હાઈકોર્ટે આ કેસમાં કહ્યું કે પરણેલા પરણેલાને લગ્નનું વચન આપે તે ગેરકાયદેસર છે. જો બંનેને ખબર હોય કે બંનેના લગ્ન થઈ ગયા છે તો લગ્નનું વચન ખોટું છે, તેથી તેના પર આઈપીસીની કલમ 376 લગાવી શકાય નહીં. 

લગ્નની લાલચ આપીને બાંધેલો શારીરિક સંબંધ ગુનો 

હાઈકોર્ટે એવું પણ કહ્યું કે મહિલાઓને મહિલાઓનું લગ્નનું ખોટું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવો ગુનો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ