બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Range IG in action in case of mysterious death of Junagadh police driver

ફરિયાદ / જૂનાગઢ પોલીસ ડ્રાઈવરના રહસ્યમય મોત મામલે રેન્જ IG એક્શનમાં, સમગ્ર તપાસ હવે આ ઉચ્ચ અધિકારીને સોંપાઇ, જાણો નામ

Malay

Last Updated: 10:22 AM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh News: જૂનાગઢમાં પોલીસ ડ્રાઈવરના રહસ્યમય મૃત્યુ કેસમાં DySP ખુશ્બુ કાપડિયા અને PSI ખાચર સામે પોલીસે નોંધી ફરિયાદ, જૂનાગઢ રેન્જ IGએ સમગ્ર તપાસ જિલ્લા બહારના પોલીસ અધિકારીને સોંપી.

  • જૂનાગઢમાં પોલીસકર્મીના રહસ્યમય મોતનો કેસ
  • DySP ખુશ્બુ કાપડિયા અને PSI ખાચર સામે નોંધાઈ ફરિયાદ 
  • પોરબંદરના DySP નિલમ ગૌસ્વામીને સોંપાઈ સમગ્ર કેસની તપાસ

જૂનાગઢમાં પોલીસ વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા બ્રિજેશ લાવડિયાના રહસ્યમય મૃત્યુ કેસમાં હાઇકોર્ટની ફટકાર બાદ ફરિયાદ નોંધાઈ છે. વંથલી પોલીસ સ્ટેશનમાં DySP ખુશ્બુ કાપડિયા અને PSI વી.એમ.ખાચર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જ IG દ્વારા સમગ્ર તપાસ જિલ્લા બહારના પોલીસ અધિકારીને સોંપવામાં આવી છે. રેન્જ આઈજી દ્વારા પોરબંદરના DySP નિલમ ગૌસ્વામીને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી છે. 

બ્રિજેશ લાવડિયાએ કર્યો હતો આપઘાત 
જૂનાગઢમાં પોલીસ ટ્રેનિંગ કોલેજની વાનના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા બ્રિજેશ લાવડિયાનો મૃતદેહ ગત માર્ચ મહિનામાં વંથલીના શાહપુર ગામ પાસા ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. એ સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. બ્રિજેશ લાવડિયાના શરીર પર ઈજાના નિશાન હોવાથી પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી. જોકે, પોલીસે બ્રિજેશ લાવડિયાએ 23 માર્ચના રોજ આત્મહત્યા કરી હોવાનું જણાવી પોલીસે કેસ ફાઈલ બંધ કરી દીધી હતી. પરંતુ સાચું કારણ શું છે તે જાણવાની તસદી લીધી નહોતી. 

મૃતક

દીકરાએ ન્યાય માટે ખખડાવ્યા હાઇકોર્ટના દરવાજા
જે બાદ મૃતકના પુત્ર રિતેશ લાવડિયાએ ન્યાય માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. રિતેશ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, 19-20 માર્ચની રાત્રે બ્રિજેશ લાવડિયાએ  પોલીસ ટ્રેનિંગ કોલેજમાં એક મહિલા તાલીમાર્થીને કથિત રીતે તેના મોબાઈલમાં પોર્ન જોતી પકડી હતી અને ઠપકો આપ્યો હતો. જે બાદ બ્રિજેશ લાવડિયાએ આ અંગે ઉપલા અધિકારીને ફરિયાદ કરવા જણાવ્યું હતું. બ્રિજશ લાવડિયા ફરિયાદ કરે તે પહેલા જ મહિલા તાલીમાર્થીએ DySP ખુશ્બુ કાપડિયા પાસે પહોંચી ગઈ હતી અને બ્રિજેશ લાવડિયા સામે ખોટા આક્ષેપો લગાવ્યા હતા.  

મહિલા તાલીમાર્થીએ કર્યા ખોટા આક્ષેપો
બીજા દિવસે DySP ખુશ્બુ કાપડિયા બ્રિજેશ લાવડિયાને બોલાવ્યા હતા અને અપમાન કર્યું હતું. એટલું જ નહીં જ્યારે બ્રિજેશ લાવડિયાએ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા તો  DySP ખુશ્બુ કાપડિયા અને PSI ખાચર તેમને લાકડીથી માર માર્યો હતો. આવા ખોટા આક્ષેપો થયા બાદ બ્રિજેશ લાવડિયાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જે બાદે તેમણે ઓફિસમાં જે બન્યું તે પુત્રને ફોનમાં જણાવ્યું હતું અને બાદમાં તેમનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. 

કોર્ટે ઘટનાની લીધી ગંભીર નોંધ
મૃતકના પુત્ર રિતેશ લાવડિયાએ હાઈકોર્ટમાં મારપીટ કર્યાના ફોટાઓ પણ રજૂ કર્યા હતા. જે બાદ અધિકારીઓની બેદરકારીના કારણે બનેલી ઘટનાની કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. IPS રવિ તેજાને તાત્કાલિક હાજર થવા નોટિંસ મોકલી હતી. સાથે જ ઘટનાના 5 મહિના બાદ પણ ફરિયાદ ન નોંધાતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ હાઈકોર્ટે શુક્રવારે તત્કાલિન SP રવિ તેજા અને PI વાઢેરને ફટકાર લગાવી સાંજ સુધી ફરિયાદ નોંધવા જણાવ્યું હતું. એટલું જ નહીં સમગ્ર કેસની વિગતો ગૃહસચિવને આપવાનો પણ હુકમ કર્યો હતો. 

DySP ખુશ્બુ કાપડિયા અને PSI ખાચર સામે પોલીસે નોંધી ફરિયાદ 
હાઇકોર્ટની ફટકાર બાદ ઘટનાના 140 દિવસ બાદ વંથલી પોલીસ સ્ટેશનમાં DySP ખુશ્બુ કાપડિયા અને વી.એમ.ખાચર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જ IGએ સમગ્ર તપાસ પોરબંદરના DySP નિલમ ગૌસ્વામીને સોંપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ