બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / Range IG Gautam Parmar's statement in a press conference

કથિત તોડકાંડ / 'બાપુ મારુ નામ હટાવી દો..' પ્રકાશ પાસેથી 45, પ્રદીપ પાસેથી 55 લાખની ખંડણી લીધી' યુવરાજસિંહ મામલે ભાવનગર પોલીસ તપાસનું A TO Z

Dinesh

Last Updated: 11:34 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેન્જ આઈજી ગૌતમ પરમારનું નિવેદન યુવરાજસિંહ અને તેમના માણસોઓએ પ્રદિપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી 1 કરોડ જેટલી માતબર રકમ જબરદસ્તીથી કઢાવી લીધી.

  • રેન્જ આઈજી ગૌતમ પરમારનું પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન
  • 'યુવરાજસિંહ ગોળ ગોળ જવાબ આપી રહ્યાં છે' 
  • 'રિમાન્ડની માંગણી કરી આગળના વધુ પુરાવા મેળવાશે'


ભાવનગરમાં કથીત તોડકાંડ મામલે યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. વીડિયો, ચેટના સ્ક્રીન શોટના પૂરાવા તેમજ વિવિધ નિવેદનોના આધારે કાર્યવાહી કરાઈ છે. રેન્જ આઈજી ગૌતમ પરમારે  પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ગત 19મી તારીખે યુવરાજસિંહને તેમના પર થયેલા આક્ષેપો સંદર્ભે એસઓજીની ઓફિસે બોલાવવામાં આવ્યા હતાં પરંતુ તેમની તબિયત નાદુરસ્ત થવાને કારણે ફરીથી આજે 21 તારીખનો સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આ સમન્સ અનુલક્ષીને યુવરાજસિંહ આજે સવારે 12 વાગે હાજર થયેલા હતાં. તેમની ઘણાં મુદ્દા પર પૂછપરછ કરવામાં આવી હતી. એસઓજીની ટીમે અને એસઆઈટીની ટીમે તેમને જે મુદ્દાઓ પર પૂછપરછ કરી જેમાં સૌ પ્રથમ તો તેમને સમય આપવામાં આવ્યો હતો તેમની જે તે ફરિયાદોને લઈ. ત્યારબાદ તેમને જણાવવામાં આવ્યું કે, તમારી પાસે ડમી કાંડ મામલે કેટલીક માહિતી છે જે બાબતે તેમણે બે જેટલા કાગળ આપ્યા છે જેમાં ડમીકાંડ મામલે કેટલાક નામો છે જે નામો ડમીકાંડમાં સામેલ હોવની શક્યતા છે જે માહિતીનું વેરિફિકેશન કરી પોલીસ આગળની કાર્યવાહી કરશે અને જવાબદારોની ધરપકડ કરવામાં આવશે.

વધુમાં રેન્જ આઈજીએ જણાવ્યું કે,  યુવરાજસિંહને તેમના નાંણાકિય વ્યવહારો બાબતે સતત પૂછવામાં આવતા સતત પૂછપરછ કરવામાં આવતા તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યાં છે. તેમની સમક્ષ હકિકતો મુકવામાં આવી પોલીસ પાસે પાપ્ત થયેલી માહિતીનું વેરિફિકેશન પણ મુકવામાં આવ્યું પણ તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યાં છે. પોલીસ પાસે જે હકિકતો પાપ્ત થઈ છે તે મુજબ યુવરાજસિંહ અને તેમના માણસોઓએ પ્રદિપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી 1 કરોડ જેટલી માતબર રકમ જબરદસ્તીથી કઢાવી લીધી છે જે માહિતીને અનુલક્ષી અને યુવરાજસિંહની સ્પષ્ટતા બાદ હકીકતોને અનુલક્ષીને આજે યુવરાજસિંહ અને અન્ય માણસોની વિરૂદ્ધ આજે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 386 અને 388 તેમજ 120 બી મુજબનો ગુનો દાખલ કરાયો છે. 

'પ્રકાશ દવે ઉર્ફે પીકે દવે પાસેથી પૈસા પઠાવ્યા'
 આ ગુનાની હકીકત મુજબ ગત 25મી માર્ચની આસપાસના રોજ યુવરાજસિંહ તેમના માણસો દ્વારા ભાવનગર પંથકમાં ફરી ઋષિ બારૈયા નામના એક ડમી વિદ્યાર્થીનો વીડિયો ઉતાર્યો અને એ વીડિયો  એમના વ્યક્તિ ઘનશ્યામ લાધવા દ્વારા ડમીકાંડ મામલે ડમીકાંડના એક આરોપી પ્રકાશ દવે ઉર્ફે પીકે દવે અને તેમના પત્નીને તે વીડિયો બતાવ્યો હતો. ઘનશ્યામ લાધવા તેમજ યુવરાજસિંહ અને તેમના માણસો દ્વારા તે વીડિયો બતાવી સતત પ્રકાશ દવે અને તેમના પત્નીને દબાણમાં રાખ્યા હતાં. અલગ અલગ જગ્યા ડીલ નક્કી કરવાનો પી કે અને તેમના સંબંધીઓને બતાવ્યો હતો. 25, 26 અને 27 તે લોકોને સતત પ્રેસરમાં રાખ્યા બાદ યુવરાજસિંહએ 28 તારીખે મીટિંગ કરવાનું નક્કી કર્યું અને આખરે રકજકના અંતે સાંજની મીટિંગ યુવરાજસિંહના સાળાની ઓફિસ છે વિક્ટોરિયા પ્રાઈમ કોમ્પેલક્ષમાં ત્યાં પી કે પોતે તેમજ તેમના કાકા રામ કાકા તેમજ ઘનશ્યામ લાધવા પી કેના પિતારાઈ ભાઈ ઘનશ્યામ ધાધલિયા તેમજ બિપિન ત્રિવેદી તેમજ યુવરાજસિંહના સાળા શિવુભા તેમજ કાનભા તેમજ રાજુ નામના વ્યક્તિની હાજરીમાં મીટિંગ થયેલી જેમાં યુવરાજસિંહ પી કેને ધમકી આપેલી કે, આજે 28 તારીખે હું પ્રેસ કોન્ફરન્સ કરવાનો હતો પરંતુ તારા કારણે મોફુક રાખી છે અને તેને હું ગુજરાતના ડમી કાંડમાં નંબર વન તરીકે ચિતરવાનો હતો પરંતુ કનુભા અને ઘનશ્યામની શરમ મને નડી ગઈ છે ત્યારબાદ તેની પાસે 70 લાખ જેટલી માતબર રકમની માંગણી કરવામા આવી અને આખરે આ ડીલ 45 લાખમાં ડીલ ફાઈનલ થઈ અને પી કેના નિવેદન મુજબ ઘણી આજીજી અને પગે પડ્યા બાદ આ ડીલ ફાઈનલ થઈ. 29મી તારીખની સવારથી પી કે પૈસા ભેગા કરવાના શરૂ કર્યા અને તેના સગા સંબધીઓ જોડેથી પૈસા ભેગા કરીને ઘનશ્યામ લાધવાને આપેલા. 

'પ્રદિપ બારિયા પાસે 55 લાખમાં ડીલ થઈ હતી'
ગૌતમ પરમારે  પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,  આવી જ રીતે 27થી28 તારીખ પ્રદિપ બારિયા જે ડમીકાંડમાં આરોપી છે તેને પણ ઘનશ્યામ લાધવાએ જણાવ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સમાં તારૂ પણ નામ આવવાનો છે તું પણ પૂરો થઈ જશે. પ્રદિપ ડરી ગયો હતો અને તેણે પણ કહ્યું કે, તમે મારી પણ મીટિંગ યુવરાજસિંહ સાથે ગોઠવી દો. 30મી માર્ચે આ મીટિંગ ગોઠવાઈ પણ આ જ સ્થળે ગોઠવાઈ હતી જેમાં પ્રદિપ બારિયા, જીગાદાદા, બિપિન ત્રિવેદી અને શિવુભા તેમજ કાનભા તેમજ રાજુભા હાજર રહ્યાં હતા ત્યારે યુવરાજસિંહ પ્રદિપને એક ડાયરી બતાવી હતી અને જણાવ્યું હતું કે, આમાં જે નામ છે તેમાંથી તું કોઈને ઓળખે છે. ત્યાર પ્રદિપે કહ્યું કે, આ બધુ રહેવા દો, બાપુ મારૂ પતાવી દો. ડિલની શરૂઆતમાં પ્રદિપે 10 લાખ કહ્યું અને મામલો બગડેલો તેમને બહાર કાઠી દેવામા આવ્યા ફરી બેઠક કરી અને યુવરાજસિંહ 60 લાખની માંગણી કરેલી ત્યારે પ્રદિપ બારિયા રડવા લાગેલો અને ખૂબ આજીજી કરતા 55 લાખમાં આ ડીલ ફાઈનલ થઈ. તેણે સાંજથી જ સગા સંબંધીઓ જોડેથી પૈસા ભેગા કરવાનો શરૂ કર્યા. આ 55 લાખ રૂપિયા ત્રણ અલગ અલગ તબક્કામાં યુવરાજસિંહ પાસે પહોંચાડ્યા હતાં 

 

'રિમાન્ડની માંગણી કરી આગળના પુરાવા મેળવાશે'
પ્રેસ કોન્ફરન્સમાં આઈજીએ જણાવ્યું કે, આ તમામ સંયોગિક પુરાવા તેમજ આ હકિકતને સમર્થન કરતા કેટલાક નિવદેનો પણ મેળવવામાં આવ્યા છે અને સંયોગિક પુરાવા અને નિવેદનોના આધારે સમન્સ આપી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતાં જેમાં તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યાં છે તેથી યુવરાજસિંહ અને શિવુભા જાડેજા તેમજ કાનભા જાડેજા, ઘનશ્યામ લાધવા તેમજ બિપિન ત્રિવેદી, રાજુ તેમજ અન્ય વિરૂદ્ધ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 386, 388 તેમજ 120 બી મુજબનો ગુનો દાખલ કરાયો છે. કેટલાક પુરાવા મળ્યા છે તેમજ કેટલાક તેમની વિધીવત રીતે ધરપકડ કરી રિમાન્ડની માંગણી કરી આગળ મેળવાશે

જીતુ વાઘાણી મુદ્દે શું કહ્યું?
જીતુ વાઘાણી મુદ્દે  આઈજીએ જણાવ્યું કે, પોલીસ અધિકારી સામે આવી કોઈ પણ પ્રકારની હકીકતો જાહેર કરવામાં આવી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ