બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Randeep Hooda's shocking revelation about depression, says 'I used to lock my room too'

મનોરંજન / ડિપ્રેશનને લઇ રણદીપ હુડ્ડાનો શોકિંગ ખુલાસો, કારણ અક્ષય કુમારની ફિલ્મ, કહ્યું 'હું મારા રૂમને પણ લૉક કરી દેતો'

Megha

Last Updated: 09:42 AM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણદીપ હુડ્ડા અને રાજકુમાર સંતોષી ઐતિહાસિક ફિલ્મ 'બેટલ ઓફ સારાગઢી' બનાવી રહ્યા હતા. અક્ષય કુમારના કારણે આ ફિલ્મ અટવાઈ પડી જે બાદ અભિનેતા ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા.

  • એક્ટર રણદીપ હુડ્ડાએ ડિપ્રેશનને લઈને મોટો ખુલાસો કર્યો છે
  • રણદીપ હુડ્ડા ફિલ્મ 'બેટલ ઓફ સારાગઢી'માં કામ કરી રહ્યા હતા 
  • અક્ષય કુમારના કારણે ફિલ્મ અટવાઈ પડી રણદીપ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા 

બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાએ ડિપ્રેશનને લઈને મોટો ખુલાસો કર્યો છે. અભિનેતાએ જણાવ્યું કે કેવી રીતે તેની એક ફિલ્મ બંધ કરવામાં આવી હતી એ બાદ તેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા હતા. તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે માતા-પિતા એમને એકલા છોડતા નહતા. વાસ્તવમાં રણદીપ હુડ્ડા અને રાજકુમાર સંતોષી ઐતિહાસિક ફિલ્મ 'બેટલ ઓફ સારાગઢી' બનાવી રહ્યા હતા. અક્ષય કુમારના કારણે આ ફિલ્મ અટવાઈ પડી અને તેની અસર રણદીપ હુડ્ડાના સ્વાસ્થ્ય પર પડી.

'બેટલ ઓફ સારાગઢી' પ્રોજેક્ટ 20 દિવસના શૂટિંગ પછી બંધ થયો 
રણદીપ હુડ્ડા બોલિવૂડના સફળ અભિનેતા છે અને તેમની લાંબી અને સફળ કારકિર્દીમાં તેમણે વિવિધ પાત્રો ભજવ્યા છે જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. જો કે, બેટલ ઓફ સારાગઢી નામનો તેમનો એક પ્રોજેક્ટ 20 દિવસના શૂટિંગ પછી પડતો મૂકવામાં આવ્યો હતો. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેતાએ જણાવ્યું કે આનાથી તેના માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર પડી છે. રણદીપ હુડ્ડાએ એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરી હતી.

અક્ષય કુમાર વર્ષ 2018માં સારાગઢી યુદ્ધ પર ફિલ્મ 'કેસરી' લઈને આવ્યા
બન્યું એવું કે અક્ષય કુમાર પણ વર્ષ 2018માં સારાગઢી યુદ્ધ પર ફિલ્મ 'કેસરી' લઈને આવ્યા હતા જેમાં તેની સાથે પરિણીતી ચોપરા જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ બની હતી. પરંતુ રણદીપ હુડ્ડા અને રાજકુમાર સંતોષીની ફિલ્મ બંધ કરી દેવામાં આવી હતી.  હવે રણદીપ હુડ્ડાની ફિલ્મની થીમ પણ સારાગઢી યુદ્ધ પર હતી. આવી સ્થિતિમાં દર્શકો અક્ષય કુમારની 'કેસરી' જોઈ ચૂક્યા છે. પછી 'બેટલ ઓફ સારાગઢી' રીલિઝ ન થઈ શકી અને આ ફિલ્મ સ્થગિત થઈ ગઈ.

'બેટલ ઓફ સારાગઢી'ની જાહેરાત વર્ષ 2016માં કરવામાં આવી હતી
રણદીપ હુડ્ડાએ મેશેબલ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે 'બેટલ ઓફ સારાગઢી'ની જાહેરાત વર્ષ 2016માં કરવામાં આવી હતી. જ્યારે 'કેસરી'ની જાહેરાત વર્ષ 2018માં કરવામાં આવી હતી અને ફિલ્મ પણ 2018માં જ રિલીઝ થઈ હતી. રણદીપ હુડ્ડાએ એ પણ જણાવ્યું કે તેણે આ પ્રોજેક્ટ માટે 3 વર્ષ આપ્યા હતા. ઈશર સિંઘના પાત્ર માટે તેને લાંબા વાળ અને જાડી દાઢી રાખવાની હતી, તેથી તેણે ઘણી ફિલ્મોની ઑફર નકારી કાઢી. પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ ન થઈ, ત્યારે તે ડિપ્રેશનમાં ગયો. તેને લાગવા માંડ્યું કે કોઈએ તેની સાથે મોટો દગો કર્યો છે.

રણદીપ હુડ્ડા ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા 
રણદીપ હુડ્ડાએ કહ્યું, 'જ્યારે બેટલ ઓફ સારાગઢી રિલીઝ ન થઈ ત્યારે તેમને છેતરાયાનો અનુભવ થયો. મેં તે પ્રોજેક્ટ માટે 3 વર્ષનો સમય આપ્યો. આવી સ્થિતિમાં હું ડિપ્રેશનના મોટા તબક્કામાં પહોંચી ગયો હતો. પોતાની હાલત વિશે વાત કરતા રણદીપ હુડ્ડાએ કહ્યું કે તે હંમેશા મૌન રહેતો હતો. એ સમયે તેના માતાપિતા તેને એકલો છોડ્યો ન હતો પણ તે પોતાની જાતને રૂમમાં બંધ કરીને રાખતો હતો. તેને ડર હતો કે કોઈ તેની દાઢી અને મૂછ કાપી નાખશે. જો કે એ બાદ એમને નક્કી કરી લીધું હતું કે તે તેની સાથે આવું ફરી નહિ થવા દે.

'સારાગઢીના યુદ્ધ'ની જાહેરાત કરવામાં આવી હતી
બેટલ ઓફ સારાગઢીની જાહેરાત વર્ષ 2016માં કરવામાં આવી હતી. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થવાની હતી. પરંતુ તે પહેલા અક્ષય કુમારની કેસરી સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને રણદીપ હુડ્ડાની ફિલ્મ ક્યારેય પૂરી જ ન થઈ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ