બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Ramghat dam of Botad's stronghold overflowed again

વરસાદ / નદીઓમાં ઉછળંગ, ડેમ છલોછલ, ગુજરાતમાં વરસાદની આ તસવીરો કાળજાને ઠારશે, જુઓ શું દ્રશ્યો છે

Dinesh

Last Updated: 11:57 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદના ગઢડાનો રમાઘાટ ડેમ ફરી છલકાયો છે, ઉપરવાસના ગામોમાં વરસાદ પડતા ગઢડાની ઘેલો નદીમાં પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થયો છે

  • ધોધમાર વરસાદથી ઓઝત નદીમાં પૂર આવ્યું 
  • બોટાદના ગઢડાનો રમાઘાટ ડેમ ફરી છલકાયો
  • કાલાવડનો જીવાદોરી સમાન બાલાંભડી ડેમ ઓવરફલો થયો 

રાજ્યના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને લઈને ચેકડેમો ઓવરફ્લો થયા છે. સાથે જ ધોધમાર વરસાદ પડતાં ખેતરો બેટમાં ફેરવાયા છે. ક્યાંક નદી પરના પુલ પર પાણી ફરી વળતા અવર જવર બંધ કરાઈ છે. આ સાથે ધોધમાર વરસાદના પગલે ચેક ડેમો છલકાયાં છે. 

ઓઝત નદીમાં પૂર
જૂનાગઢના વિસાવદર અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ ઓઝત નદીમાં પૂર આવ્યું છે,  20થી વધુ ગામમાં ઓઝત નદીનું પાણી ફરી વળ્યું છે જેને લઈ 20થી વધુ ગામના જનજીવન પર અસર પડી છે. 

બનાસ નદીમાં નવા નીરની આવક 
બનાસકાંઠામાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદને લઈને થોડા દિવસ બાદ ફરીથી બનાસ નદીમાં ફરી વાર નવા નીર આવક જોવા મળી છે. નવા નીરની આવક થતા જિલ્લાના ખેડૂતોને પિયત માટે અને સિંચાઈ માટે ફાયદો થશે. બનાસકાંઠા જિલ્લો ઉનાળાના સમયમાં પાણીની અછતને લઈને હાલાકી ભોગવતો હોય છે. 

રમાઘાટ ડેમ ફરી છલકાયો
બોટાદના ગઢડાનો રમાઘાટ ડેમ ફરી છલકાયો છે. ઉપરવાસના ગામોમાં વરસાદ પડતા ગઢડાની ઘેલો નદીમાં પાણીની આવક વધતા ડેમ ઓવર ફ્લો થયો છે. જેને લઈ ગઢડા સહિતના 15 ગામને પીવાના પાણી અને સિંચાઈમાં લાભ થશે.

બાલાંભડી ડેમ ઓવરફલો
જામનગરના કાલાવડ શહેરના જીવાદોરી સમાન બાલાંભડી ડેમ ઓવરફલો થયો છે. તાલુકાના બાલાભડી,મુળીલા,ભાડુકિયા,નપાણીયા,ખીજડિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લીધે બાલાંભડી ડેમ ઓવરફલો થયો છે. ડેમ ઓવરફલો થતા કાલાવડ શહેરમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે. ડેમ ઓવરફ્લો થવાના પગલે તંત્રએ નીચાણાવાળા ગામોને એલર્ટ કર્યા છે. 

ધનપુરા ડેમ ઓવરફ્લો
બનાસકાંઠાના અમીરગઢનો ધનપુરા ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઇ ડેમ ઓવરફલો થતાં 25થી વધુ ગામોને લાભ થશે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ