બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Raman Patkar's claim even before the official announcement of the Election Commission

વિવાદિત / પૂર્વ મંત્રીએ જાહેર કરી દીધી લોકસભાની ચૂંટણીની તારીખ, કહ્યું આ દિવસથી આચારસંહિતા લાગુ થશે, મચ્યો હડકંપ

Dinesh

Last Updated: 08:36 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: રમણ પાટકરે જણાવ્યું કે 15મી માર્ચથી દેશમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થશે. ચૂંટણીપંચની સત્તાવાર જાહેરાત પહેલા જ પાટકરના દાવાથી અનેક પ્રકારની ચર્ચાઓ

લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલા જ પૂર્વ મંત્રી રમણ પાટકરનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. રમણ પાટકરે જણાવ્યું કે 15મી માર્ચથી દેશમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થશે. ચૂંટણીપંચની સત્તાવાર જાહેરાત પહેલા જ પાટકરના દાવાથી અનેક પ્રકારની ચર્ચા થઇ. 

રમણ પાટકરનું નિવેદન
નારગોલમાં દરિયા કિનારે પર્યટકો માટે ઇકો ટુરિઝમ સેન્ટરના લોકાર્પણમાં પાટકરે નિવેદન આપ્યું હતું. મહત્વનું છે કે ચૂંટણીપંચ દ્વારા લોકસભા ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી નથી. ત્યારે રમણ પાટકર ચૂંટણી તારીખને લઈ પહેલાથી જ દાવો કરી દીધો છે. 

'15 તારીખે આચાર સંહિતા લાગવાની છે'
તેમણે કહ્યું હતું કે, 15 તારીખે આચાર સંહિતા લાગવાની છે એટલે 16 તારીખથી આપણે કંઈ બોલી શકીશું નહી એટલે તમને પહેલાથી કહું છું. તમામ આગેવાનોએ ખભાની ખભો મીલાવીને ભારતીય જનતા પાર્ટીને મત આપી ફરી એકવાર કમળને ખીલાવીએ તેમજ નરેન્દ્ર મોદીને દેશની જવાબદારી વધુ એક વખત સોંપીએ. 

વાંચવા જેવું: ગોધરામાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યા પેપર લીક અને ખેડૂતોના મુદ્દા, કર્યા બે મોટા એલાન, લોકસભામાં પડશે અસર

ગુજરાતના રાજકારણમાં શુ નવા જૂની ?
કોંગ્રેસ પાર્ટીમાં કશું ઠીક નથી ચાલી રહ્યું.. એક તરફ દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી રહ્યા છે.. તો બીજી તરફ કેટલાક નેતાઓને પાર્ટી ખુદ બહારનો રસ્તો બતાવી રહી છે.  કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દ્વારા ભાજપનો કેસરિયો ખેસ પહેવાની ઘટના હજુ તાાજી જ છે.  એવા માં એમના ભાઇ રામદેવ મોઢવાડિયાને કોંગ્રેસ પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધાના સમાચાર સામે આવ્યા  છે.. તેમની સામે પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરવાનો આરોપ છે. જે બદલ તેમની સામે શિસ્ત સમિતિએ પગલા લેતા તેમને સસ્પેન્ડ કરી દીધા છે. રામદેવ મોઢવાડિયાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાની કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી. 

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ