બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Rajya Sabha election date announced

BREAKING / રાજ્યસભાની ચૂંટણી તારીખો જાહેર: ગુજરાતની ત્રણ બેઠકો માટે 24 તારીખે યોજાશે ચૂંટણી, જુઓ વિદેશમંત્રી સહિત કોની ટર્મ થાય છે પૂર્ણ

Dinesh

Last Updated: 07:07 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભાની ચૂંટણીને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો, કેન્દ્રીય મંત્રી એસ જયશંકર તેમજ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની બેઠક પર થશે ચૂંટણી

  • રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર
  • 24 જુલાઇએ રાજ્યસભાની ચૂંટણીનું યોજાશે મતદાન
  • ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ

રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે.  અત્રે તમને જણાવી દઈએ કે,  24 જુલાઇએ રાજ્યસભાની ચૂંટણીનું મતદાન યોજાશે તેમજ ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. આ દરમિયાન ગોવા, ગુજરાત, બંગાળ સહિત 10 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.

13 જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે
કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની બેઠકોની ચૂંટણીને લઈ કાર્યક્રમ જાહેર કર્યો છે. જે પ્રમાણે 13 જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે તેમજ 24 જુલાઇએ મતદાન થશે. અત્રે તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય મંત્રી એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની ટર્મ પૂરી થતા તેમની બેઠક પર ચૂંટણી યોજાશે. આ ત્રણેય બેઠક પર ઓગસ્ટ મહીનામાં મુદ્દત પૂર્ણ થાય છે. 

18 ઓગસ્ટે પૂરી થવા જઇ રહી છે ટર્મ
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. વાસ્તવમાં આગામી ઓગસ્ટ મહિનામાં વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આ ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. આ વખતે પણ 3 બેઠકો પર ભાજપ પ્રતિનિધિત્વ કરશે. કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું હોવાથી 3 બેઠક ફરી ભાજપના ફાળે જવાની શક્યતા છે. 

એસ. જયશંકર અને જુગલજી ઠાકોર (ફાઈલ તસવીર)

ભાજપ ચહેરા બદલે તેવી પ્રબળ શક્યતાઓ
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, આ વખતે આ ત્રણ બેઠકો પૈકી બે બેઠકો પર ભાજપ ચહેરા બદલે તેવી પ્રબળ શક્યતાઓ છે. ભાજપ વિદેશમંત્રી એસ.જયશંકરને રિપીટ કરી શકે છે, તો જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયા ડ્રોપ થઈ શકે છે. એસ. જયશંકરની વાત કરવામાં આવે તો તેઓ હાલમાં વિદેશમંત્રી છે, તેમની કામગીરીને લઈને તેઓને ફરીથી રિપીટ કરાય તેવી શક્યતાઓ છે તેવી સૂત્રો પાપ્ત વિગતો છે
 

PM મોદી અને દિનેશ અનાવડીયા -  (ફાઈલ તસવીર)

અંતિમ નિર્ણય હાઈકમાન્ડ લેશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના મોટા નેતા જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની જગ્યાએ અન્ય કોઈની પસંદગી કરવામાં આવી શકે છે. જોકે, આ મામલે અંતિમ નિર્ણય તો હાઈકમાન્ડ દ્વારા જ લેવામાં આવશે. એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયામાંથી ભાજપ કોને રિપીટ કરશે અને કોને પડતા મૂકશે તે તો આવનારા દિવસોમાં જ સાચી ખબર પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ