બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot Priti Patel will manufacture weapons at her doorstep

હેપ્પી મહિલા દિવસ / રિવોલ્વરથી લઈને રાઈફલ સુધીનાં હથિયારો હવે બનશે રાજકોટની ભાગોળે, ફેક્ટરીના માલિક અને સ્ટાફમાં 'Only Womens'

Dinesh

Last Updated: 11:04 AM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની અને હાલ મુંબઈ રહેતી પ્રીતિ પટેલ નામની મહિલા ઘરઆંગણે જ હથિયારોનું ઉત્પાદન કરવા જઈ રહી છે. એન્ટિ-એરક્રાફ્ટ ગન સુધીનાં હથિયારો હવે ‘મેઇડ ઈન જર્મન’ નહીં, પણ ‘મેઇડ ઈન રાજકોટ’ની ઓળખ ધરાવશે.

  • રાજકોટની પ્રીતિ પટેલ ઘરઆંગણે જ હથિયારોનું ઉત્પાદન કરશે
  • પ્રીતિ પટેલ એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં 25 વર્ષનો અનુભવ ધરાવે
  • હવે હથિયારોના માર્કેટમાં પણ રાજકોટની બોલબાલા રહેશે

કહેવાય છે કે, મહિલા હવે પુરુષ સમોવડી બની ગઈ છે પુરુષોના કોઈ પણ વ્યવસાયમાં મહિલાનો દબદબો જોવા મળે છે પણ અહીં એવી મહિલા ની વાત કરવી છે જે પુરુષ સમોવડી નહીં બલકે તેનાથી એક કદમ આગળ નીકળી ગઈ છે. હથિયાર ચલાવવા અને બનવાવા પુરુષો પુરુતું જ સિમિત નથી રહ્યું હવે આ વ્યવસાયમાં મહિલા પણ કદમ સાથે કદમ મિલાવી રહી છે. અત્યાર સુધી સર્વશ્રેષ્ઠ હથિયારો મેડ ઈન જર્મનીનાં જ ગણાતાં હતાં. ‘જર્મન મેઇડ’ રિવોલ્વર હોય કે પિસ્તોલ, તેને ખરીદવા લાખો રૂપિયાનો ખર્ચ કરતા પણ શોખીનો ખચકાય નહીં. જોકે, હવે હથિયારોના માર્કેટમાં પણ રાજકોટની બોલબાલા રહેશે. મૂળ રાજકોટની અને હાલ મુંબઈ રહેતી પ્રીતિ પટેલ નામની મહિલા ઘરઆંગણે જ હથિયારોનું ઉત્પાદન કરવા જઈ રહી છે. તેમની સૂઝબૂઝ અને પહેલથી બનનારાં એન્ટિ-એરક્રાફ્ટ ગન સુધીનાં હથિયારો હવે ‘મેઇડ ઈન જર્મન’ નહીં, પણ ‘મેઇડ ઈન રાજકોટ’ની ઓળખ ધરાવશે.

પ્રીતિ પટેલ

આ વર્ષના અંત સુધીમાં કુવાડવામાં ફેક્ટરી ધમધમશે
રાજકોટમાં હવે રિવોલ્વર, પિસ્તોલ, રાઇફલ તથા એન્ટીએરક્રાફ્ટ (વિમાન વિરોધી) ગનનું ઉત્પાદન થશે. વર્ષના અંત સુધીમાં પ્રીતિ પટેલ આર્મ્સ ફેક્ટરી ધમધમતી કરી દેશે. આ માટે કુવાડવા રોડ પરના સાતડા ગામે જમીન ખરીદી લીધી છે. અહીં જુદાં-જુદાં હથિયારોનું ઉત્પાદન તથા એસેમ્બલિંગ થશે. પ્રીતિ પટેલ રાજકોટ સ્થિત રેસ્પિયન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવે છે, જે આ કામગીરી સંભાળશે.

સુરક્ષા એજન્સીઓને કોમર્શિયલ ધોરણે હથિયારો વેચશે
રાજકોટે પહેલેથી જ મશીન-ટુલ્સ ક્ષેત્રે દેશ-વિદેશમાં કાઠું કાઢ્યું છે. પરંતુ હવે રાજકોટના મશીન-ટુલ્સ ઉદ્યોગમાં નવું પીછું ઉમેરાશે. કંપની હથિયાર લાઇસન્સ ધરાવતા નાગરિકો ઉપરાંત પોલીસ, CRPF, સૈન્ય, SRPF સહિતની સુરક્ષા એજન્સીઓને કોમર્શિયલ ધોરણે હથિયારો વેચી શકશે. પ્રીતિ પટેલ એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં 25 વર્ષનો અનુભવ ધરાવે છે.

અખાતી-સાર્ક દેશોમાં પણ પ્રોજેક્ટ સાકાર કર્યા
ભારત ઉપરાંત અખાત તથા સાર્ક દેશોમાં પણ પ્રોજેક્ટ સાકાર કર્યા છે. મશીન ટુલ્સ ક્ષેત્રે રાજકોટ હબ ગણાય છે. ભારતની જ નહીં, વૈશ્વિક કાર કંપનીઓના મહત્ત્વના પાર્ટ્સ રાજકોટમાં બને છે. ઉપરાંત અન્ય અમુક કંપનીઓએ ઉપગ્રહ ટેક્નોલોજીથી માંડીને અન્ય અનેક આધુનિક ઉપકરણોમાં પણ યોગદાન આપેલું જ છે. હવે હથિયારો પણ રાજકોટમાં બનશે અને અહીંનાં હથિયારો દેશ-વિદેશમાં વખણાશે.

ટ્રાયલ માટેનાં હથિયારોનું પણ નિર્માણ કરાશે
આ અંગે કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર પ્રીતિ પટેલે  વીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારું મિશન અને વિઝન એ છે કે, મહિલાઓ મોટા પ્રમાણમાં ડિફેન્સના ક્ષેત્રમાં જોડાઇ શકે અને યોગદાન આપી શકે. દેશની રક્ષા માટે અમે સારામાં સારાં શસ્ત્રો બનાવવા માટેની તૈયારી કરી રહ્યાં છીએ. જેનાથી દેશ આત્મનિર્ભર બનશે, ટૂંક સમયમાં અમે રાજકોટ ખાતે ફેક્ટરી શરૂ કરવાના છીએ. હાલ લાઇસન્સ માટેની પ્રક્રિયા એડવાન્સ સ્ટેજમાં છે. ટ્રાયલ માટેનાં હથિયારોનું પણ નિર્માણ અમે કરી રહ્યા છીએ. અમે બને એટલા જલદી રાજકોટ ખાતેથી હથિયારોનું ઉત્પાદન શરૂ કરીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ